ઉનાળાની આગ વરસાવતી ગરમીમાં રસ્તા પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે જાહેર કરાઈ ‘આ’ રાહત

ઉનાળાની આગ વરસાવતી ગરમીમાં રસ્તા પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે જાહેર કરાઈ આ રાહત

છેલ્લા લગભગ ત્રણ મહિનાથી પણ વધારે સમયથી કોરોના મહામારીનો કહેર ભારતમાં ચાલી રહ્યો છે અને ત્યારથી જ કોરોના વોરિયર્સનો જેમાં સમાવેશ થાય છે તેવા પોલીસ કર્મચારીઓ ખડાપગે દેશની સેવા કરી રહ્યા છે.

image source

અને હાલ મે મહિનો પુરો થઈ રહ્યો છે અને જૂનની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ઉનાળો તેની ચરમસીમા પર છે અને સૂર્યનારાયણ પણ પોતાની શક્તિને જરા પણ નબળી ન પડવા દેવા માગતા હોય તેમ આગ વર્ષાવી રહ્યા છે. અને જેની સીધી જ અસર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને થઈ રહી છે. 45 ડિગ્રીની ગરમીમાં પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. અને તેમની તબિયતને ધ્યાનમાં રાખતા તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેટલીક રાહત આપવામાં આવી રહી છે.

પાંચ વાગ્યા સુધી વ્યવહારની આપવામાં આવેલી છે છૂટ

image source

ગરમી જે રીતે આક્રમક થઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય અન્ય વિસ્તારોમાં જરૂર પૂરતા જ સ્ટાફને તેનાત કરવામાં આવ્યો છે. અને સાંજના પાંચ વાગ્યા બાદ જ વધારાના સ્ટાફને મુકવામાં આવી રહ્યો છે. જેથી કરીને તમણે આક્રમક તડકાનો ભોગ ન બનવું પડે. પોલીસ વડાઓનો આ નિર્ણય ખરેખર આ સમયે યોગ્ય જ કહેવાય કારણ કે જે કોરોના વોરિયર્સ લોકોનું રક્ષણ કરી રહ્યા છે, સમાજ તેમજ દેશમાં વ્યવસ્થા જાળવી રહ્યા છે તેઓ જો બિમાર પડશે તો તંત્રને જરા પણ પોસાશે નહીં માટે તેમની કાળજી પણ તેટલી જ જરૂરી છે.

મહારાષ્ટ્રમાં કોવિડ-19થી 2000 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ સંક્રમિત થયા છે

image source

28મી મેના રોજ મહારાષ્ટ્રમાં પોલીસ કર્મચારીઓ કે જેઓ કોરોનાવાયરસથી સંક્રમિત છે તેમની સંખ્યા 2095 સુધી હોંચી ગઈ છે. જેમાંના મોટા ભાગના કેસ મુંબઈ ખાતે નોંધાયા છે. આ સંક્રમીત પોલીસ કર્મીઓમાં 1859 કોન્સ્ટેબલ કક્ષાના છે જ્યારે 236 પોલીસ કર્મીઓ સબ ઇન્સ્પેક્ટર તેમજ તેની ઉપરની રેન્કના છે. તેમ જ બીજા 6000 પોલીસ કે જેઓ સંક્રમીત લોકોના સંપર્કમાં આવ્યા હતા તેમને હાલ કોરેન્ટાઇનમાં રાખ્યા છે. મળેલા અહેવાલ પ્રમાણે 18 જેટલા પોલીસ કર્મીઓ કોરનાવાયરસના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે.

image source

પોલીસનું નામ સામાન્ય રીતે ઉપરની કમાણી માટે બદનામ થતું રહેતું હોય છે. પણ હાલ દેશમાં જે આકરો સમય ચાલી રહ્યો છે તેમાં આ પોલીસ કર્મીઓ પૂર્ણ દ્રઢતાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને કોરના વાયરસના કારણે દેશમાં જે કટોકટી સર્જાઈ છે તેમાં પણ પોલીસે મહત્ત્વની અને માનવતાપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તે પણ પોતાના જીવને કોરોના વાયરસના સંક્રમણના જોખમમાં મુકીને.

source : hindustantimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત