હવે મસૂરી ફરનારા લોકોને પણ ચેતવું પડશે, આટલી મોટી લાપરવાહીના કારણે સરકારે લાગુ કરી લીધા કડક નિયમો

હાલમાં કોરોના ચાલી રહ્યો છે ત્યારે ક્યારે શું બંધ થઈ જાય એનું નક્કી નથી રહેતું. ત્યારે હાલમાં ફરીથી એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે દરેક લોકોએ ધ્યાનમાં રાખવા જરૂરી છે. તો આવો વિગતે વાત કરીએ કે શું છે આ નવા સમાચાર. આમ તો એવું જોવા મળતું હોય છે કે ઉત્તર ભારતના પ્રખ્યાત હિલ સ્ટેશનો પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને મજા કરે છે. પરંતુ હાલમાં માહોલ એવો થઈ રહ્યો છે કે ત્યાં સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યું નથી.

image source

આવું જ એક સ્થળ એટલે કે પર્વતોની રાણી મસૂરી. ત્યાં પણ આવી જ સ્થિતિ છે અને હાલમાં આ સ્થળે પ્રવાસીઓનો સતત ધસારો રહે છે. શહેરની મોટાભાગની હોટલો પ્રવાસીઓથી ભરેલી છે, પરંતુ શહેરમાં આવતા મોટાભાગના પર્યટકો કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવાનું ચૂકી ગયા છે અને જેના કારણે એવી સ્થિતિ ઉભી થઈ છે કે પોલીસ પ્રશાસને કડક પગલા લીધા છે.

મસૂરીમાં પ્રવેશવા માટે, બધા પ્રવાસીઓ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ લાવવાનો ફરજિયાત કરવામાં આવ્યો છે. કારણ કે હાલમાં માહોલ એવો છે કે મેદાની વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં વધારો થતા પર્વતોની રાણી મસૂરીમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધવા માંડી છે જેના કારણે આ નવો નિયમ લાવવામાં આવી રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં પહોંચનારા પ્રવાસીઓ કોરોના માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા નથી. માસ્ક વિના ચાલવું અને સામાજિક અંતરનું ઉલ્લંઘન કરવું એ એક સામાન્ય પ્રથા બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. શહેરમાં આવતા પ્રવાસીઓ મસૂરીના સુખદ વાતાવરણની મજા તો લઇ રહ્યા છે, પરંતુ કોરોનાના ડરથી અજાણ થઈ ગયા હોય એવું ક્યાંય ને ક્યાંક જોવા મળી રહ્યા છે. તો વળી બીજી તરફ, પોલીસ પ્રશાસને મસુરી આવતા લોકો માટે નિયમોને વધુ કડક બનાવ્યા છે.

image source

આ સાથે જ હવે લોકોએ એ ધ્યાન રાખવું પડશે કે શહેરમાં આવવા માટે, તમામ પ્રવાસીઓએ કોરોના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ સાથે હોટલ બુક કરાવવી જરૂરી બની છે. જેમની પાસે કોરોના ટેસ્ટ રિપોર્ટ નથી, તેઓને મસૂરીના કોલ્હુફેટથી પરત મોકલવામાં આવશે. મસૂરીના પોલીસ અધિકારી નરેન્દ્ર પંતે પણ આ નિયમ અને હાલની પરિસ્થિતિ વિશે વાત કરી હતી કે ફક્ત તે પ્રવાસીઓ કે જેમની પાસે ઓનલાઈન હોટલ બુકિંગ હશે, કોરોના રિપોર્ટ હશે, તેમને જ મસૂરી આવવાની છૂટ આપવામાં આવશે. તે જ સમયે, પંજાબથી આવેલા પ્રવાસી સિમરન કહે છે કે મસૂરી આવવું ખૂબ સારું છે. પરંતુ લોકોએ નિયમોમાં છુટ ન લેવી જોઈએ અને હજુ કોરોના ગયો નથી એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!