આ દેશની મહિલાઓ સુંદર દેખાવવા માટે કરે છે આશ્ચર્યજનક કામ, સદીઓ જૂની છે પરંપરા, જોઇ લો તસવીરોમાં તમે પણ
આપણે સૌ એવું ઇચ્છીએ છીએ કે આપનો દેખાવ સુંદર હોય. અને સૌંદર્ય વધારવા માટે આપણે અલગ-અલગ કેટલાય પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ તેમજ પોતાના ખાનપાનમાં પણ વિશેષ કાળજી લેવા લાગીએ છીએ.

એટલું જ અહીં પરંતુ કેટલાક લોકો તો ચેહરાને આકર્ષક બનાવવા માટે કોસ્મેટિક સર્જરી પણ કરાવતા હોય છે. પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવી જાતિના લોકો વિષે જણાવવાના છીએ જ્યાંની મહિલાઓ સુંદર દેખાવા માટે અલગ પ્રકારની જ રીતો અપનાવે છે જે કદાચ આપણા માટે આશ્ચર્યજનક છે.
ઇથોપિયા દેશની સુરી જાતિના લોકોમાં પહોળા હોઠ ધરાવતી સ્ત્રીઓને સુંદર સ્ત્રીઓ માનવામાં આવે છે. અને આ જાતિના લોકોની સ્ત્રીઓ જયારે મોટી થવા લાગે છે ત્યારે તેના મોઢાના નીચેના દાંત કાઢી નાખવામાં આવે છે અને તેના નીચલા હોઠમાં લાકડી અથવા માટીનો લગભગ 16 ઇંચ જેટલો પહોળો ટુકડો રાખવામાં આવે છે. જે સ્ત્રીઓ મોઢામાં વધુ મોટો ટુકડો રાખી શકે તેને વધુ સુંદર સ્ત્રી માનવામાં આવે છે.

જો કે આ બાબત આપણા માટે સાવ આશ્ચર્યજનક છે પરંતુ ઇથોપિયાની સુરી જાતિના લોકોમાં જે સ્ત્રીઓના હોઠ વધુ મોટા હોય તે સ્ત્રીને અન્ય સ્ત્રીઓ કરતા વધુ સુંદર અને દેખાવડી માનવામાં આવે છે. વળી આ પરંપરા ત્યાં આજકાલની નહિ પણ સદીઓ જૂની છે.
લિપ પ્લેટનું મહત્વ

સુરી જાતિની સ્ત્રીઓના હોઠમાં રાખવામાં આવતા લાકડી અથવા માટીના વાસણ કે ટુકડાને લિપ પ્લેટ કહેવામાં આવે છે. વળી, આ જાતિની સ્ત્રીઓને લગ્નસમયે છોકરા વાળાઓ તરફથી દહેજ મળે છે. જે સ્ત્રીઓની લિપ પ્લેટની સાઈઝ જેટલી મોટી હોય તે સ્ત્રીના પિતાને દીકરીના લગ્ન સમયે છોકરા વાળાઓ તરફથી એટલું વધુ દહેજ માંગી શકે છે. સુરી જાતિની પરંપરા અનુસાર નાની લિપ પ્લેટ ધરાવતી સ્ત્રીના પિતા તેના લગ્નસમયે છોકરાવાળાઓ પાસેથી 40 ગાયોના દહેજની માંગ કરી શકે છે જયારે મોટી લિપ પ્લેટ ધરાવતી સ્ત્રીના પિતા તેની દીકરીના લગ્નસમયે 60 જેટલી ગાયોના દહેજની માંગ કરી શકે છે.
કોણ છે સુરી જાતિના લોકો ?

સુરી જાતિ એક નાની સંખ્યા ધરાવતી જાતિ છે જે ઇથોપિયાના દક્ષિણ – પશ્ચિમ ભાગમાં વસવાટ કરે છે. આ જાતિને સુરમા જાતિના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને પાલતુ જાનવરોને ચરિયાણ કરાવવાનો છે તથા તેમની મુખ્ય ભાષા નીલો સાહારાન છે જેનો સંબંધ ઈથોપિયાઈ મુર્સી અને મીન જાતિના લોકો સાથે છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત