મોત પહેલા કેવું લાગે તે જાણવા યુવકે પી લીધી જંતુનાશક દવા અને ઉતાર્યો ટિકટોક વીડિયો

મૃત્યુની વાત સાંભળીને પણ ધ્રુજારી થઈ જતી હોય છે તેવામાં કર્ણાટકમાં એક યુવકે મોત થાય ત્યારે કેવું લાગે તે જાણવા માટે જીવ જોખમમાં મુકી દીધો. એટલું જ નહીં આ યુવાને આ ક્ષણે જે થાય તેનો ટિકટોકમાં વીડિયો ઉતારવા ઈચ્છતો હતો.

image source

આ યુવકને મૃત્યુ સમયે થતા અનુભવને સમય કરતાં વહેલા જાણવાની એટલી ઈચ્છા થઈ કે તેણે જંતુનાશક દવા પી લીધી. આ ઘટનામાં યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટના કર્ણાટકના તુમાકુરુ જિલ્લાની છે. અહીં 24 વર્ષના યુવકે પોતાના હાથ જ અથવા તો કહો કે ઘેલછામાં મોતને વહાલુ કરી લીધું છે. આમ કરવાનું કારણ માત્ર એટલું કે મરતા પહેલા શું થાય તે આ યુવકને જાણવું હતું અને ટિકટોકમાં વીડિયો રેકોર્ડ કરવો હતો. જો કે જંતુનાશક દવા ઘાતક હતી અને થોડી જ વારમાં તેના શરીરમાં તે ફેલાઈ ગઈ અને તેનું મોત નીપજ્યું.

image source

મીડિયા રિપોર્ટ અનુસાર મૃતકની ઓળખ 24 વર્ષીય ધનંજય તરીકે કરવામાં આવી છે. ધનંજયની માતાએ તેને નોકરી બાબતે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ તેણે જંતુનાશક દવા ખરીદી અને તેને હાથમાં લઈ 15 સેકન્ડનો એક ટિકટોક વીડિયો રેકોર્ડ કર્યો જેમાં તે કહી રહ્યો છે કે તે મોતનો અનુભવ કરવા ઈચ્છે છે અને તે પોતાની જાતને મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

image source

યુવકે જંતુનાશક દવા પીધી છે તે વાતની જાણ પરીવારને થઈ તો તેઓ તુરંત યુવકને હોસ્પિટલ લઈ ગયા પરંતુ યુવાનનું મોત સારવાર દરમિયાન નીપજ્યું. પોલીસે આ ઘટનામાં અપ્રાકૃતિક મોતની ફરિયાદ નોંધી છે. પોલીસના જણાવ્યાનુસાર નોકરી આપતી માતાને યુવક મરી જવાની ધમકી આપવા ઈચ્છતો હતો અને સાથે જે તે મૃત્યુ પહેલા શું થાય એ જાણવા ઈચ્છતો હતો. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ ધનંજય મોતનો અનુભવ કરવા માટે પોતાની બાઈક એક ઝાડ સાથે અથડાવી ચુક્યો છે જો કે તેમાં તેને હળવી ઈજાઓ જ થઈ હતી અને તે બચી ગયો હતો.

image source

ધનંજય ભાડાની ઓટો ચલાવતો હતો. પરંતુ લોકડાઉના કારણે તેની કમાણી બંધ થઈ ગઈ હતી. જો કે સ્થાનિકોનું એમ પણ કહેવું છે કે તેની માનસિક સ્થિતિ પણ સ્થિર ન હતી. મિત્રો અને પાડોશીઓએ તેને ઘણીવાર સમજાવ્યો પણ તેમ છતા તે મોતના નામે સ્ટંટ કરતો રહેતો. અંતે આવા જ એક સ્ટંટના કારણે તેનું મોત નીપજ્યું.

source : naidunia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત