ફરાળી કાજુ પનીર પેટીસ – શ્રાવણ મહિનામાં ઉપવાસમાં બનાવો આ નવીન વાનગી બધાને પસંદ આવશે…

ફરાળી કાજુ પનીર પેટીસ

દોસ્તો કેમ છો!જય શ્રી કૃષ્ણ,શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે તહેવાર ની મોસમ.અને શ્રાવણ મહિનો આવે એટલે આપણે ઉપવાસ પણ ચાલુ થઈ જાય.તો ઉપવાસમાં રોજ એક નુ એક ફરાળ ખાઈ ને કંટાળી ગયા છો.તો ચાલો આજે કંઇક નવું બનાવીએ.

અમારે ત્યાં તો નાના બાળકો ને પણ શ્રાવણ મહિના ના સોમવાર કરવા ના એટલે હવે બાળકો તો ઉપવાસ કરે નહિ. એટલે પછી તેમના માટે ફરાળ તો બનાવું પડે પણ એ લોકોને મોરિયો અને સાબુદાણા ઓછા ભાવે.બધા જ બાળકો ને બટેટા બહુ જ ભાવે અને જોડે પનીર પણ તો મે બને વસ્તુ મિક્સ કરી ને એ લોકો માટે પેટીસ બનાવી.કેમ કે આલુ ટીકી તો બધા બાળકો ને ભાવે જ એટલે એમાં જ ટવીસ્ટ કરીને ફરાળી કાજુ પનીર પેટીસ બનાવી. તો આ તમે પણ તમારા બાળકો માટે ઘરે જરૂર થી ટ્રાય કરજો.

સામગ્રી

  • ૩ ચમચી લીલા ધાણા
  • ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  • ૨ ચમચી તલ
  • ૩ ચમચી શેકેલા સીંગદાણા નો પાઉડર
  • મીઠુ સ્વાદાનુસાર
  • ૩ ચમચી કોપરાનું છીન
  • ૩ લીલા મરચા
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૪ બાફેલા બટાકા
  • ૧ નાનો બાઉલ મોરિયા નો લોટ
  • ૩ ચમચી શિંગોડા નો લોટ
  • તેલ તળવા માટે
  • ૮ થી ૧૦ ફાડા કાજુ

રીત

એક બાઉલ માં બાફેલા બટેટા ને છીણી લો.

ત્યારબાદ તેમાં પનીર, મીઠું ધાણા, મરચા, તલ,આમચૂર પાઉડર, કોપરાનું છીણ, સીંગદાણાનો ભૂકો શિંગોડાનો લોટ અને મોરૈયાનો લોટ એડ કરો.

હવે આ બધું મિક્સ કરી લો. અને લોટ બાંધી લો.

હવે તેની ગોળ ગોળ પેટીસ વાળી તેની ઉપર કાજુ થી ગાર્નિશ કરો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

તેલ ગરમ થાય એટલે પનીર કાજુ પેટીસ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

ત્યારબાદ તેને ખજૂર આમલીની ચટણી જોડે ગરમ ગરમ સર્વ કરો.

નોધ: તમે શિંગોડા અને મોરિયા નો લોટ જરૂર પ્રમાણે ઓછી વધારે માત્રા કરી શકો છો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.