એનિમલ રેસ્ક્યૂ ટીમે સમય પર પહોચીને બચાવી લીધો શિયાળનો જીવ, જોઇ લો તસવીરોમાં તમે પણ

એનિમલ રેસ્ક્યૂ ટીમે સમય પર પહોચી અને શિયાળનો જીવ બચાવી લેવાયો

image source

આપણા જીવનમાં ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જે આપણે જાણી જોઇને નથી કરવા ઈચ્છતા પણ એ ઘટી જતું હોય છે. પ્રાણીઓ સાથે પણ આવા અનેક પ્રસંગો બનતા હોય છે. સામાન્ય બુદ્ધિ ધરાવતા જીવો માણસો જેટલા ચતુર નથી હોતા આથી અવારનવાર તેઓ માનવ જાતિ દ્વારા નિર્મિત સાધનોનો અજાણતા શિકાર બનતા હોય છે. જો કે આવા પ્રસંગો માત્ર જાનવર સાથે જ નહિ પણ માણસો સાથેય ઘટતા જ હોય છે. અજાણતા અથવા જીજ્ઞાસાવશ થતા ઘણા કર્યો જાણકારીના અભાવે આપણને મુશ્કેલીમાં મુકે છે.

શિયાળનો જીવ બચાવી લેવામાં આવ્યો

 

image source

આ ઘટના ઇંગ્લેન્ડની છે, ત્યાં સાઉથ લંડનમાં એક શિયાળે ભૂલથી એક ગાર્ડનમાં આવીને તેનું માથું જુના પડેલા કારનાં એક વ્હીલમાં નાખી દીધું હતું અને તે ત્યાં જ ફસાઈ ગયું. ઘણી વાર આવા જુના સમાન આપણને અથવા અન્યોને મુશ્કેલીમાં મુકે છે. અહી આ એક શિયાળ માટે મુશ્કેલીનું કારણ બન્યું હતું. જો કે નસીબજોગ ત્યાં એનિમલ રેસ્ક્યૂ ટીમ અને લંડન ફાયર બ્રિગેડની ટીમ આવી પહોચી હતી અને એમની સહાયક મદદથી આ શિયાળનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

શિયાળ જેનું માથું વ્હીલની વચ્ચે ફસાઈ ગયું હતું

image source

લંડનના એક ગાર્ડનમાં આ ઘટના ઘટી હતી. જ્યારે ત્યાના ગાર્ડનરને આ અંગે પૂછવામાં આવ્યું હતું, ત્યારે એણે આ ઘટના અંગે જણાવ્યું હતું. એણે કહ્યું હતું કે આ ઘટના 21 મેના રોજ ઘટી હતી, જયારે અહી એક શિયાળનું માથું ગાડીના જુના પડેલા વ્હીલમાં ફસાઈ ગયું હતું. કદાચ ઉત્સુકતા વશ જ એણે આમ માથું વ્હીલમાં નાખ્યું હશે. જો કે મેં જોયું કે માથું ફસાઈ ગયા પછી એ નીકળી રહ્યું ન હતું, અને તે આ વ્હીલને કાઢવા માટે ઘણા ધમપછાડા પણ આકરી રહ્યું હતું.

મેટલનો ભાગ તોડીને શિયાળને મુક્ત કર્યું હતું

image source

વધુમાં એમણે કહ્યું કે મેં આ જોઇને તરત જ ફાયર બ્રિગેડ અને એનીમલ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો. હું લંડન ફાયર બ્રિગેડ ટીમ અને એનિમલ રેસ્ક્યૂ ટીમની આભારી છું, કારણ કે તેઓ માહિતી મળતા જ સમયસર અહી આવી પહોચ્યા હતા. જો કે આ ટીમ આવે ત્યાં સુધી મેં મદદરૂપ થવા માટે શિયાળને પાણી પણ આપ્યું હતું. ફાયર બ્રિગેડ તેમજ એનીમલ રેસ્ક્યુ ટીમના ઓફિસરે આવીને વ્હીલમાં જે મેટલનો ભાગ હોય છે એને તોડીને શિયાળને મુક્ત કર્યું હતું. સારી વાત તો એ છે કે, આ દરમિયાન તેને કોઈ જ પ્રકારની ઈજા થઇ ન હતી. આ કામ માટે એમને અન્ય લોકોની પણ મદદ જોઈતી હવાથી અમે મદદરૂપ થયા હતા જેનો અમને પણ આનંદ છે. શિયાળ હવે મુક્ત કરી દેવાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત