શું છે ગણેશપૂરના ગણપતિજીનો ઈતિહાસ, શું તમે જાણો કઈ રીતે પડ્યું આ ગામનું નામ?

ગુજરાતના આ ગામનું નામ ગણેશપૂરા કેમ પડ્યુ! જાણો ગણેશપૂરાનો ઇતિહાસ

કોઈપણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા લોકો ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરતા હોય છે. જેથી કરીને તેના શુભ કાર્યની અંદર કોઈપણ પ્રકારનું વિઘ્ન નડે નહીં. સામાન્ય રીતે ભારત દેશની અંદર ગણપતિજીને દરેક દેવોમાં પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો ભારત દેશની અંદર ભગવાન ગણપતિના લાખો મંદિરો આવેલા છે.

image source

આમાંના ઘણાખરા મંદિરો પોતાની આગવી વિશિષ્ટતા માટે ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ ભગવાન ગણપતિજીના એવા જ એક મંદિર વિશે કે જેની વિશિષ્ટતા અને તેનો ઇતિહાસ જાણીને તમે પણ રહી જશો હેરાન. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ અમદાવાદની અંદર આવેલા ગણેશપુરા ગામના ગણપતિજીના મંદિર વિશે તથા તેના ઇતિહાસ વિશે.

image source

કહેવાય છે કે આ મંદિરની અંદર બિરાજમાન ગણપતિજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આ મંદિરની અંદર ભગવાન ગણપતિની ખૂબ જ ભવ્ય અને છ ફુટ જેવડી ઉંચી પ્રતિમા આવેલી છે. અમદાવાદની નજીક ધોળકાના કોઠની નજીક ગણેશપુર નામનું એક ગામ આવેલું છે. જ્યાં ભગવાન ગણપતિજીનું એક વિશેષ મંદિર આવેલું છે.

image source

કહેવાય છે કે આ મંદિરની અંદર રહેલી ગણપતિની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. અને તેની પાછળ પણ એક રોચક ઇતિહાસ છુપાયેલો છે. વાર-તહેવારે આ મંદિરની અંદર હજારો ભક્તોની ભીડ જામે છે. અને લોકો પોતાની દરેક મનોકામનાઓને પૂર્ણ કરવા માટે ગણપતિના આ મંદિરની મુલાકાત લે છે.

image source

ઇતિહાસકારોના કહ્યા અનુસાર આ મૂર્તિ જ્યારે પ્રગટ થઈ ત્યારે તે કંઈક દિવ્ય નજરે આવી રહી હતી. અને આથી જ લોકોએ ત્યાં ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી ભગવાન ગણપતિજીના મંદિરના નિર્માણની વાત રાખવામાં આવી. ત્યાંના સ્થાનિક લોકોએ આ મંદિરના ઈતિહાસ વિશે જણાવતાં કહ્યું કે આજથી અંદાજે એક હજાર વર્ષ પહેલાં જ્યારે આ જગ્યાએ ખોદકામ થઇ રહ્યું હતું ત્યારે ખોદકામ દરમિયાન ભગવાન ગણપતિજીની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઇ હતી. આ મૂર્તિ પ્રગટ થવાની સાથે તે મૂર્તિની વિશેષ વાત એ હતી કે તે મૂર્તિના કાનની અંદર પહેલેથી જ સોનાના કુંડળ , પગ ની અંદર પાયલ તથા માથા ઉપર મુગટ બિરાજમાન હતો.

image source

પરંતુ જે જગ્યાએ ગણપતિજીની આ મૂર્તિ પ્રગટ થઈ હતી તે જગ્યા ત્રણ ગામના સીમાડે આવેલી હતી. અને આથી જ આ ગામના લોકો આ મૂર્તિને પોતાના ગામમાં લઈ જવા માટે અંદરોઅંદર ઝઘડી પડ્યા. આથી ગામના લોકોએ નક્કી કર્યું કે આ મૂર્તિને એક માણસ વગરના બળદગાડાની અંદર જોડી દેવામાં આવે, અને બળદગાડું જે જગ્યાએ જઈને ઊભો રહે તે જગ્યાએ ભગવાન ગણપતિજીની આ મૂર્તિની સ્થાપના કરી દેવામાં આવે. અને આ જ રીતે ગાડા ઉપર ભગવાન ગણપતિની મૂર્તિ રાખી બળદને તેની રીતે ચાલતા કરી દેવામાં આવ્યા બળદ ચાલતાં-ચાલતાં ગણપતપુરા પાસે આવેલા એક ટેકરી ઉપર જઈને ઉભા રહી ગયા.

image source

આથી જ આસપાસના ગામના લોકો દ્વારા આ જગ્યાએ ભગવાન ગણપતિજીની એક ભવ્ય મંદિરના નિર્માણ કરવામાં આવ્યું. અને તેની આસપાસ લોકોનો વસવાટ ધીમે ધીમે વધતો ગયો અને તે ગામનું નામ ગણપતપુરા રાખી દેવામાં આવ્યું. કહેવાય છે કે ભગવાન ગણપતિજીના આ મંદિરની અંદર જો કોઈપણ ભક્ત સાચા મનથી કોઈપણ પ્રકારની પ્રાર્થના કરે છે તો ભગવાન ગણપતિજી તેની પ્રાર્થનાને અવશ્ય પૂર્ણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત