ગરીબ પિતાની દીકરીએ આ રીતે પરિવારનું નામ કર્યુ રોશન, વાંચો તો ખરા કેવી પરિસ્થિતિનો કરવો પડ્યો સામનો

ગરીબ પિતાની દીકરી ભણતરમાં આવી અવ્વલ – 12માં ધોરણમાં મેળવ્યું ઉજ્વળ પરિણામ, ફૂટપાથ પર ચપ્પલ વેચતા પિતાના દીકરી આવી બોર્ડમાં ત્રીજા ક્રમે

જ્યારે જ્યારે પણ બાળકોના પરિણામ આવતા હોય છે ત્યારે જો તેના પરિણામથી માતાપિતાને અસંતોષ હોય ત્યારે માતાપિતા બાળકોને કહેતા હોય છે કે તેમને આટલી બધી સગવડો મળવા છતાં પણ તેઓ સારા પરિણામ નથી લાવી શકતા ? પણ વાસ્તવમાં સગવડો અને ભણતરના પરિણામને કંઈ ખાસ લેવા દેવા નથી હોતા.

image source

કારણ કે આપણી નજર સામે એવા ઘણા બધા કિસ્સાઓ બને છે કે સાવજ ગરીબ ઘરના બાળકો કે જેમને બે ટંક ખાવાના પણ ફાંફા હોય છે, જેમની પાસે અભ્યાસ માટે પુરતા સાધનો પણ નથી હોતા તેવા બાળકો પણ પરિક્ષામાં ઉજ્જવળ પરિણામ લાવતા હોય છે અને માતાપિતાને ગર્વ અપાવતા હોય છે. માટે અભ્યાસમાં તેજસ્વી પરિણામ માત્રને માત્ર વિદ્યાર્થીની ધગસ, લગન તેમજ તેમની ઇચ્છાશક્તિથી આવતું હોય છે નહીં કે કોઈ સગવડ આપવાથી.

image source

આવી જ એક સુંદર ઘટના મધ્યપ્રદેશમાં બની છે. અહીંની એક કીશોરીએ બારમાં ધોરણમાં ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ બોર્ડના પરિણામો જાહેર થયા છે. અને આ કિશોરીનું નામ પ્રથમ દસ સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીનીઓમાં આવ્યું છે. આ કીશોરીનું નામ છે મધુ આર્યે, તેણીએ બોર્ડમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. તેણી પોતે ફૂટપાથ પર ચપ્પલ વેચીને પોતાના પરિવારને આર્થિક રીતે સહાય કરે છે અને સાથે સાથે અભ્યાસ પણ કરે છે.

image source

કિશોરીના ઉત્તમ પરિણામથી તેનો પરિવાર ખુશખુશાલ થઈ ગયો છે. મધુ હવે ડોક્ટર બનીને લોકોની સેવા કરવા માગે છે. મધુના પિતા ફૂટપાથ પર ચપ્પલ વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે અને મધુ તેમાં તેમની મદદ કરે છે. મધુના આગળના અભ્યાસ માટે તેણીના પિતાએ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે.

image source

તેણી મધ્યપ્રદેશના શ્યોરપુરના ગાંધીનગર વિસ્તારની એક ચાલીમાં રહે છે. પિતાને પોતાની તેજસ્વી દીકરી પર ભારે ગર્વ છે. મધુએ બારમાં ધોરણમાં સાયન્સના જીવ વિજ્ઞાન ગૃપમાં સમગ્ર રાજ્યમાં ત્રીજુ સ્થાન મેળવ્યું છે. મધુને બોર્ડમાં 500 માર્ક્સમાંથી 485 માર્ક્સ મેળવ્યા છે.

image source

મધુ પોતાના તેજસ્વી પરિણામ માટે પોતાના માતાપિતા તેમજ પોતાના શિક્ષકોનો આભાર માને છે. મધુ પોતાના અભ્યાસ વિષે વાત કરતા જણાવે છે કે તેણી રોજના 5થી 8 કલાક અભ્યાસ કરતી હતી અને તેના જ પરિણામ સ્વરૂપ આજે તેણી રાજ્ય કક્ષાએ ત્રીજા સ્થાન પર આવી છે. અને હવે આગળના ઉચ્ચત્તર અભ્યાસ માટે તેના પિતા સરકાર પાસે આર્થિક સહાયની આશા રાખી રહ્યા છે. પણ જ્યાં ચાહ હોય છે ત્યાં રાહ હોય જ છે. અત્યારસુધી મધુને તેની આર્થિક તંગી નથી રોકી શકી તો આગળ પણ તેણી બધી જ અડચણોનો સામનો કરીને પોતાના લક્ષ સુધી પોહોંચીને જ રહેશે. આવી દીકરીઓને ખરેખર લાખો સલામ છે. મધુ જીવનમાં હંમેશા મક્કમ રીતે આગળ વધતી રહે અને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરતી રહે તેવી શુભેચ્છાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત