અમદાવાદની આ બહેન PM મોદીને છેલ્લા 25 વર્ષથી બાંધે છે રાખડી, જાણો કોણ છે આ મહિલા

રક્ષાબંધનએ ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને હાથ પર રાખડી બાંધી તેનું રક્ષણ કરવાનું વચન પણ આપે છે. આજે અમે એક એવા સંબધની તમારી સાથે વાત કરી રહ્યાં છે કે જેમાં એક બહેનનો ભાઇ સાથે લોહીનો સંબંધ નથી. પરંતુ છતાં છેલ્લાં 24 વર્ષથી રાખડી બાંધે છે. આ ભાઇ બહેનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મુસ્લિમ બહેન કમર શેખ.

image source

રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમને જણાવી દઈએ કે આ વર્ષે મહામારીના કારણે આ વર્ષે આ મુસ્લિમ બહેન પીએમ મોદીને રાખડી બાંધી શકશે નહીં. પરંતુ છેલ્લા 24 વર્ષથી ખાસ રીતે શરૂ થયેલો આ સંબંધ આજે પણ કાયમ રહ્યો છે.

આ રીતે શરૂ થયો હતો આ ખાસ સંબંધ

image source

કમર મોહસિન શેખ મૂળ પાકિસ્તાનના છે. પરંતુ લગન પછી તેઓ ભારત આવી ગયા હતા. હાલ તેઓ અમદાવાદમાં રહે છે. મોહસિન અને પીએમ મોદીની મુલાકાત ત્યારે થઇ હતી જયારે તેઓ RSSમાં જોડાયા હતા. એક વખત રક્ષાબંધનના દિવસે કમર મોહસિન પોતાના પતિ સાથે દિલ્હીના કોઈ કામ માટે આવ્યા હતા. ત્યારે પીએમ મોદીને રાખડી બાંધવાનો આગ્રહ કર્યો હતો. PM મોદીએ હા પાડી હતી અને મોહસિને તેમને રાખડી બાંધી હતી. મહત્વનું છે કે, કમર મોહસિનને કોઈ ભાઈ નથી આથી તેઓ મોદીજીએ તેમને જ્યારથી બહેન માન્યા છે ત્યારથી તેમના સગાભાઈ જેવી ભાવના સાથે રક્ષાસૂત્ર બાંધે છે.

કોરોનાના કારણે આ વર્ષે કમર શેખ નહીં બાંધે પીએમ મોદીને રાખડી

image source

જો કે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે તેઓ PM મોદીને નહી મળી શકે પરંતુ તેમણે પોસ્ટ દ્વારા રાખડી મોકલીને PM મોદીના લાંબા આયુષ્ય માટે દુઆ માગી છે. આમ, આ 25મું વર્ષ હશે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના મુસ્લિમ બહેન કમર મોહસિન શેખની રાખડી પોતાના હાથ પર બાંધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત