લો બોલો ઋત્વિક રોશનના ઘરમાં પણ આવે છે ભેજ, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ ફોટા

અભિનેતા ઋત્વિક રોશનની ગણતરી બોલીવુડના ટોચના કલાકારોમાં થાય છે અને તેની કમાણી પણ કરોડોમાં છે. ચાહકો અને અન્ય લોકો એવું વિચારશે કે જો ઋત્વિક કરોડોમાં કમાય છે, તો તે તેના પોતાના આલિશાન અને વૈભવી ઘરમાં રહેતો હશે, પરંતુ એવું નથી. ઋત્વિક રોશને હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી બાબતમાં આ વાતનો ખુલાસો થયો હતો.

image source

વાત જાણે એમ છે કે ઋત્વિક રોશને હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે નાસ્તાના ટેબલ પર બેઠેલો જોવા મળે છે અને તેની માતા બાલ્કનીમાં ઉભી છે. તસવીરની સાથે ઋત્વિક રોશને લખ્યું, ‘મમ્મી સાથે એક આળસ ભરેલી બ્રેકફાસ્ટની ડેટ પર.’

image source

સોશિયલ મીડિયા પર ઋત્વિક રોશનની આ તસવીર પર ટ્રોલર્સે ઘણી બધી કમેન્ટ કરી છે. કેટલાકએ લખ્યું, ‘તમારા ઘરની દિવાલો પર પણ પોપડો છે’, પછી કોઈએ લખ્યું, ‘મારા અને ડુગ્ગુ ભૈયાના ઘરની વચ્ચે એક વસ્તુ સમાન છે અને તે છે ભેજવાળી ભીંત’, ‘ ધ્યાનથી જુઓ ઋત્વિક રોશનના ઘરમાં ભેજ. ‘ ફક્ત સોશિયલ મીડિયા યુઝર્સે જ નહીં ઘણી જાણીતી પેઇન્ટ બ્રાન્ડે પણ આ અંગે કમેન્ટ કરી છે એકે તો લખ્યું છે કે ભેજને દૂર કરવા માટે “જાદુ”ની રાહ ન જુઓ

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

આના જવાબમાં રિતિકે લખ્યું, ‘હાલમાં ઘર પણ ભાડે છે. હું બહુ જલ્દી મારું ઘર લઈ રહ્યો છું.તો ઋત્વિક રોશને, જવાબ આપતી વખતે લખ્યું, ‘જો કોઈ ભેજ ન હોય, તો ભેજને ઠીક કરવામાં મજા કેવી રીતે આવશે ભાઈ? ઋત્વિક રોશનની આ કમેન્ટે લોકોનું દિલ જીતી લીધું છે અને લોકો એમના વખાણ કરી રહ્યા છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડા સમય પહેલા ઋત્વિક રોશને મુંબઈના જુહુ વિસ્તારમાં 8 લાખ 25 હજાર રૂપિયાના માસિક ભાડા પર એક એપાર્ટમેન્ટ લીધું હતું. અગાઉ ખબર આવી હતી કે તેણે લગભગ 98 કરોડની કિંમતના બે એપાર્ટમેન્ટ લીધા છે. તેમાં પેન્ટહાઉસ અને સિંગલ સ્ટોરી હાઉસ છે.

image source

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો ઋત્વિક રોશન વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વોર’માં જોવા મળ્યો હતો. તે હવે તેની ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘ક્રિશ 4’ની તૈયારી કરી રહ્યો છે, જેનું નિર્દેશન તેના પિતા રાકેશ રોશન કરશે.

તમને જણાવી દઈએ કે ઋત્વિક રોશન હવે એમની આવનારી ફિલ્મ ફાઈટરમાં દીપિકા પાદુકોણ સાથે દેખાશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ બનાવી રહ્યા છે.