શું વાત છે ? આગામી સમયમાં ફાસ્ટેગ દ્વારા જ ચૂકવી શકાશે પાર્કિગ પેમેન્ટ

Paytm દ્વારા હવે ટોલ ચાર્જ જ નહીં ઓન પાર્કિંગ ચાર્જ પણ ચૂકવી શકાશે. આ માટે દિલ્હી મેટ્રોએ મોટું પગલું ભરી પહેલ કરી છે. હવે દિલ્હી મેટ્રોની પાર્કિંગનું પેમેન્ટ પેટીએમ વોલેટ દ્વારા કરી શકાશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અને પેટીએમ એ મળીને આ નવી વ્યવસ્થા શરૂ કરી છે. તેમાં પાર્કિંગ ને ફાસ્ટેગ રીડરથી સજ્જ કરવામાં આવશે. તેનો ફાયદો કાર ચાલકો ઉઠાવી શકશે. બાઈક માટે UPI આધારિત પેમેન્ટની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.

image source

પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ ને દેશની પ્રથમ ફાસ્ટેગ પાર્કિંગ ફેસિલિટી દિલ્હીમાં શરૂ કરી છે. આ માટે ppbl એ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન સાથે ભાગીદારી કરી છે. કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન પર હવે ફાસ્ટેગથી પાર્કિંગ નું પેમેન્ટ થશે અને આ માટેએકવાયરિંગ બેંક પેટીએમની પસંદગી કરવામાં આવી છે. આ મેટ્રો સ્ટેશનના પાર્કિગ પર ફાસ્ટેગ આધારિત જે પણ ટ્રાન્ઝેક્શન થશે તેને ppbl જોશે. આ સિસ્ટમ એ જ રીતે કામ કરશે જે રીતે ટોલ બુથ પર કાર તેમજ અન્ય ગાડીઓ પર ફાસ્ટેગ સ્ટીકર લગાવીને કરવામાં આવે છે. ટોલથી થોડા અંતરે ફાસ્ટેગ રીડર સ્ટીકર વાંચી લે છે અને તે ટોલ ચાર્જ કાપી લે છે અને તેનો મેસેજ જે તે ગાડી માલિકને આવી જાય છે.

દિલ્હી મેટ્રો પાર્કિંગમાં ફાસ્ટેગ શરૂ

image source

ફાસ્ટેગ લગાવવાથી ગાડી ધારકોને પેમેન્ટ કરવા માટે ઉભા રહેવું પડતું નથી પરંતુ આપોઆપ જ ટોલની રકમ તેના અકાઉન્ટમાંથી કપાઈ જાય છે. આ સિસ્ટમથી ભ્રષ્ટાચારમાં પણ ઓછપ આવશે કારણ કે પાર્કિંગને લઈને અનેક પ્રકારની અનિયમિતતા આવતી હોય છે. કારની જેમ પેટીએમ પેમેન્ટ્સ બેંક એ એક ખાસ પ્રકારની સુવિધા શરૂ કરી છે. આ પેમેન્ટ સુવિધા upi પર આધારિત છે. આ પ્રકારે કાશ્મીરી ગેટ મેટ્રો પાર્કિંગને પૂર્ણ રીતે ડિજિટલ કરી દેવામાં આવ્યું છે. હવે ત્યાં પાર્કિંગ માટે કેશમાં પૈસા આપવાની જરૂર નથી. ગાડી પર લાગેલા ફાસ્ટેગ સ્ટીકરથી આપોઆપ જ પૈસા કપાઈ જશે અને તેના માટે ગાડી ધારકે રોકડા પૈસા રાખવાની જરૂર નહિ પડે.

બાઈક સવારો માટે upi ની સુવિધા

image source

બાઈક સવારોને પણ આવી જ કોઈ સુવિધા આપવામાં આવે તે માટે પેટીએમ પેમેન્ટ્સને યુપીઆઈ આધારિત ડિજિટલ ટ્રાન્ઝેક્શન શરૂ કર્યું છે. મેટ્રો.સ્ટેશનના પાર્કિંગ પર upi દ્વારા પૈસા ભરી શકાશે.

image source

દિલ્હી મેટ્રોનું કહેવું છે કે, જ્યારે આખી દુનિયા કોન્ટેકટલેસ ટ્રાન્ઝેક્શન અપનાવી રહી છે ત્યારે દિલ્હી મેટ્રો કેમ પાછળ રહે. ગ્રાહકોને સુવિધા મળે તે દ્રષ્ટિએ ફાસ્ટેગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. દિલ્હી મેટ્રો MD મંગુ સિંહ એ જણાવ્યું હતું કે3, સંપર્ક રહિત લેવડ દેવડ આજના સમયની માંગ છે જેને અમે ઝડપથી લાગુ કરી રહ્યા છીએ.

આખા દેશમાં ફાસ્ટેગથી જોડાશે પાર્કિંગ

દિલ્હીના કાશ્મીરી ગેટ થી પાર્કિંગમાં ફાસ્ટેગ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. આવનારા સમયમાં આ વ્યવસ્થા આખા દેશમાં એક સમાન રીતે લાગુ કરવામાં આવશે. Paytm આ વ્યવસ્થાને બધી જગ્યાએ લાગુ કરશે. paytm દેશના અલગ-અલગ શહેરોમાં આ નગર નીગમો સાથે આ બાબતે વાતચીત કરી રહ્યું છે. જેથી ફાસ્ટેગ આધારિત પાર્કિંગ વ્યવસ્થા શરૂ થઈ શકે. paytm દેશના અલગ-અલગ શોપિંગ મોલ, હોસ્પિટલ અને એરપોર્ટ પર ડિજિટલ પેમેન્ટ કરવાની તૈયારી પણ કરી રહ્યું છે. અત્યારે આની શરૂઆત દિલ્હી મેટ્રો સાથે થઈ છે. જેનો વિસ્તાર વધારે ને આખા દેશમાં લાગુ કરવાનો છે. હાલના સમયમાં paytm ભારતમાં સૌથી મોટું ફાસ્ટેગ આપનારું નેટવર્ક છે.