ઇઝરાયલના ટેકનોલોજીકલ આતંકવાદ ફેલાવતા NSO સમૂહના Apple સામે હાથ હેઠા, કંપનીએ તેના ડિવાઇસની સુરક્ષા વધારી

આજના આ આધુનિક સમયમાં વૈજ્ઞાનિકો રોજે રોજ અનેક અવનવા અને અલગ અલગ કામોને સરળ બનાવતા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ શોધતાં રહેતા હોય છે. હા, એ વાત જુદી છે કે એ દરેક નવા ગેજેટ્સ ને આપણા સુધી પહોંચવામાં બહુ સમય લાગે છે અને આપણા સુધી જ્યારે એ પ્રોડકટ પહોંચે છે ત્યારે સંશોધકો માટે એ પ્રોડકટ જૂની પણ બની ગઈ હોય છે.

image source

ખેર, અમુક પ્રોડકટ એવી પણ હોય છે જેમાં સમયાંતરે નવી નવી અપડેટ જરૂરી હોય છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આધુનિક ટેકનોલોજીના ગેજેટ્સ જેટલી સુવિધા આપે છે સામે તેને વાપરવામાં જોખમ પણ એટલું જ હોય છે. આજના સમયના સૌથી લોકપ્રિય ગેજેટ્સ પૈકી એક એટલે કે સ્માર્ટફોન તેનો જીવતો પુરાવો છે.

image source

અમેરિકાની દિગ્ગજ કંપની એપ્પલ એ આઈફોનમાં એ સુરક્ષા ખામીને ઠીક કરી લીધી છે જેને હેકર્સ યુઝરના ઉપયોગ વિના જ આઈફોન અને એપ્પલના અન્ય ડિવાઇસને સીધા જ હેક કરી શકતા હતા. ટોરંટોયુનિવર્સિટીના સીટીઝન લેબના રિસર્ચરે જણાવ્યું હતું કે, સાઉદી અરબના એક કાર્યકર્તાએ આઈફોનની જાસૂસી માટે આ સુરક્ષા ચૂકનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, તેને પૂર્ણ વિશ્વાસ છે કે વિશ્વની સૌથી કુખ્યાત અને નામચીન હેકર કંપની ઇઝરાયલના nso સમૂહ આ હુમલા પાછળ છે.

image source

રિસર્ચર એ જણાવ્યું હતું કે આ સુરક્ષા ખામી એપલના બધા પ્રમુખ ડિવાઇસ આઈફોન, મેક્સ અને એપલ વોચમાં પણ હતી. Nso સમૂહે એક સંદેશ બહાર પાડી જણાવ્યું હતું કે, તે આતંક અને અપરાધ સામે લડવા માટે ઉપકરણ ઉપલબ્ધ કરાવતા રહેશે. રિસર્ચર એ સાર સપ્ટેમ્બરના રોજ એક શંકાસ્પદ કોડ મેળવ્યો અને તરત એપ્પલને તેની સૂચના આપી હતી. આ પ્રથમ વખત બન્યું હતું કે તથાકથિત જીરો ક્લિક ના દુરુપયોગ વિશે જાણવા મળ્યું હોય. જેમાં ઉપયોગ કરનારને શંકાસ્પદ લિંક કે હેક ફાઈલોને ખોલવા માટે તેના પર ક્લિક કરવાની જરૂર નથી હોતી.

સીટીઝન લેબ એ પહેલા જીરો ક્લિકના દુરુપયોગ અલ જજીરાના પત્રકારો અને અન્ય લોકોના ફોનને હેક કરવાના માટેના પુરાવા મેળવ્યા હતા. એક બ્લોગ પોસ્ટમાં એપ્પલ એ જણાવ્યું હતું કે, તે આઈફોન અને આઇપેડ માટે સુરક્ષા અપડેટ કરી રહ્યું છે કારણ કે એક શંકાસ્પદ pdf ફાઇલ દ્વારા તેનો ફોન હેક થઈ શકતો હતો.

image source

જુલાઈ મહિનામાં એક આંતરરાષ્ટ્રીય મીડિયા તપાસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે અનેક સરકારોએ nso સમૂહ દ્વારા બનાવવામાં આવેલ પેગાસસ માલવેરનોઉપયોગ કાર્યકર્તાઓ, પત્રકારો અને રાજનેતાઓની જાસૂસી કરવા માટે કર્યો હતો. પેગાસસ ફોનના કેમેરા કે માઇક્રોફોનને ચાલુ કરી શકે છે અને તેના ડેટાને કાપી શકે છે.