ઘરની સકારાત્મક ઉર્જામાં લાવશે આ છોડ વૃદ્ધિ, લગાવતા પહેલા જરૂર રાખો આ સાવચેતી…

ધાર્મિક માન્યતા મુજબ જે ઘરમાં તુલસીના છોડની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. વાસ્તુમાં પણ તુલસીને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તે તમારા ઘરની આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો તમારે આ અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તુલસીને સૌભાગ્યશાળી માનવામાં આવે છે પરંતુ, જો તેની યોગ્ય સાર-સંભાળ ન રાખવામાં આવે તો તેની આડઅસર પણ જોવા મળે છે.

આ દિશામાં રાખો તુલસી :

image source

અગાઉના સમયમાં ઘરના પ્રાંગણની મધ્યમા તુલસી રોપવામાં આવતા હતા પરંતુ, પ્રવર્તમાન સમય આધુનિક બનવાના કારણે ઘરોના આકાર બદલાઈ ગયા છે, તેથી તુલસી માટે યોગ્ય સ્થળ પસંદ કરવું જરૂરી છે.ખોટી દિશામાં રોપવામાં આવેલી તુલસી ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. તુલસીને ઘરની પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં ના રાખવી જોઈએ. તુલસીના છોડને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો શુભ ગણાય છે.

તુલસી સુકાઈ જાય છે :

image soource

જો તમે ઘરમા તુલસીનો છોડ રાખો છો તો તે વાત ખુબ જ અગત્યની છે કે, તુલસી સુકાઈ નહિ. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં તુલસી સુકાઈ જાય તો તેને કુંડામાંથી બહાર કાઢીને તેને પાણીમાં પધરાવીને તેની જગ્યાએ નવી તુલસીનો છોડ લગાવો. જેથી તમારા ઘરની આર્થિક સ્થિતિ મજબુત બને અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે.

તુલસીની નજીક ના રાખો આ વસ્તુઓ :

image source

તુલસીને ખૂબ જ પવિત્ર અને આદરણીય માનવામાં આવે છે, તેથી તેની જાળવણીમાં વિશેષ કાળજી લેવી જરૂરી છે. તુલસીના છોડની આસપાસ હમેંશા સ્વચ્છતા રાખવી જોઈએ. આ છોડની આસપાસ ચંપલ, ગંદા કપડા કે સાવરણી વગેરે ના રાખવા જોઈએ. તુલસી હંમેશા સ્વચ્છ હાથથી જ તોડવી જોઈએ નહીતર તુલસીના પાન સુકાવા લાગે છે.

આ જગ્યાએ તુલસી ના રોપશો :

image source

કેટલાક લોકો પોતાના ઘરની આસપાસની જમીનમાં પણ તુલસી રોપતા હોય છે પરંતુ, આમ ના કરવું જોઈએ. તુલસી ક્યારેય પણ જમીનમાં ના લગાવવી જોઈએ. એક વાસણમાં તુલસીનો છોડ રોપવો હંમેશા યોગ્ય ગણાય છે.આ સિવાય તુલસીને ધાબા પર મુકવી પણ યોગ્ય ગણવામાં આવતી નથી. આમ, કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ કથળી શકે છે અને ઘરમાં ગરીબી પણ આવી શકે છે. તો આ અમુક બાબતો હતી જે તમારે તુલસી રોપતા પહેલા ધ્યાનમા રાખવી પડશે.