ક્રૂડ ઓઇલ 7 વર્ષની હાઈએસ્ટ સપાટી પર, પેટ્રોલ ડીઝલ પણ થયા મોંઘા

વધતી મોંઘવારીની વચ્ચે લોકોને મોટો ઝટકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત 7 વર્ષમાં એના રિકોર્ડ લેવલ પર છે. એવામાં ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ ડીઝલની વધતી કિંમતે સામાન્ય માણસની ચિંતા વધારી દીધી છે. એજ ક્રમમાં મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 91.08 રૂપિયા થઈ ગઈ છે. તો ડીઝલની કિંમતમાં 91. 08 રૂપિયા થઈ ગઈ છે. તો ચાલો જાણી લઈએ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત.

image source

જાણી લો પેટ્રોલના નવા રેટ્સ

શહેર – પેટ્રોલ પ્રતિ લીટર – ડીઝલ પ્રતિ લીટર

દિલ્લી – 102.64 રૂપિયા – 91.08 રૂપિયા

મુંબઈ – 108.64 રૂપિયા – 98.76 રૂપિયા

કોલકાતા – 103.33 રૂપિયા – 94.14 રૂપિયા

ચેન્નઈ – 100.02 રૂપિયા – 95.56 રૂપિયા

હૈદરાબાદ – 106.73 રૂપિયા – 99.33 રૂપિયા

બેંગલુરુ – 106.17 રૂપિયા – 96.62 રૂપિયા

પટના – 105.51 રૂપિયા – 97.42 રૂપિયા

રાંચી – 97.30 રૂપિયા – 96.11 રૂપિયા

લખનઉ – 99.68 રૂપિયા – 91.46 રૂપિયા

ભોપાલ – 111.10 રૂપિયા – 100.10 રૂપિયા

ચંદીગઢ – 98.77 રૂપિયા – 90.87 રૂપિયા

ગુજરાતમાં પણ પેટ્રોલ સરેરાશ ૨૪ પૈસા અને ડીઝલ ૩૨ પૈસા જેટલું મોંઘું થયું છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૮.૯૪ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૭.૪૭ થયો છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં છે, જ્યાં પેટ્રોલ ૨૪ પૈસા વધીને રૂ. ૧૦૦.૮૪ અને ડીઝલ ૩૩ પૈસા વધીને રૂ. ૯૯.૩૭ થયું હતું.

ક્રૂડ ઓઈલે બનાવ્યો મોંઘવારીનો રિકોર્ડ

image source

સોમવારે ક્રૂડ ઓઈલના ઉત્પાદન અને એક્સપોર્ટ કરનાર દેશોના સંગઠન ઓપેકની બેઠક મળી. આ બેઠકમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય થયો છે. આ બેઠકમાં નવેમ્બરમાં 4 લાખ બેરલ પ્રતિ દિન ઉત્પાદન વધારવા પર ચર્ચા કરવામાં આવી પણ ઉત્પાદન વધારવા છતાં કિંમતોમાં વધારો છે. ધીમા3 ધીમે ઉત્પાદન વધારવાથી પણ કિંમતોમાં ઘટાડો નહિ થાય.

પેટ્રોલની કિંમત અઠવાડિયામાં છઠ્ઠી વાર વધી

image source

થોડા સમયના અંતર પછી એક અઠવાડિયામાં ઓછા સમયમાં પેટ્રોલની કિંમત 6 વાર વધી ચુકી છે. એટલું જ નહીં 10 દિવસમાં ડીઝલની કિંમતમાં 9 વાર વધારો થયો છે. એક અઠવાડિયામાં ડીઝલ 2.15 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. તક એક અઠવાડિયામાં પેટ્રોલની કિંમત 1.25 રૂપિયા પ્રતિ લીટર વધી ચુકી છે..

image source

તમને જણાવી દઈએ કે દરમિયાન કુદરતી ગેસના ભાવમાં પણ ૬૨ ટકાનો વધારો કરાયો છે. આ સાથે દિલ્હીમાં સીએનજી ૨.૨૮ રૂપિયા પ્રતિ કિલો થયો છે અને ઘરોમાં પાઈપ મારફત પચોંડાવામાં આવતો ગેસ રૂ. ૨.૧૦ મોંઘો થયો છે. દિલ્હીમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૨.૨૮ અને નોઈડા, ગ્રેટર નોઈડા તથા ગાઝિયાબાદમાં સીએનજીમાં રૂ. ૨.૫૫નો વધારો કરાયો છે.