દિલિપ કુમારના પરિવારમાં કોઈ બન્યુ એક્ટર તો કોઈ રહ્યુ અનમેરિડ, જાણો 12 ભાઈ-બહેનના પરિવારની કહાની

હિન્દી સિનેમાના મહાન અભિનેતા દિલીપકુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. ટ્રેજેડી કિંગે ગઈકાલે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિલીપકુમારનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો અને તેનું અસલી નામ યુસુફ ખાન હતું. ઘણા લોકોને ખબર નથી હોતી કે દિલીપ કુમારે બોલીવુડમાં સુપરસ્ટાર બનવા માટે લાંબી મંજીલ કાપી હતી.

image source

દિલીપકુમારનો જન્મ લાલા ગુલામ સરવાર (પિતા) અને આયેશા બેગમ (માતા) ના ઘરે થયો હતો, જે ફળોના વેપારી હતા. દિલીપ સાહબના પિતાનો પેશાવરમાં એક બગીચો હતો. આ ફળોનું વેચાણ કરીને તેમના ઘરની આજીવિકા ચાલતી હતી. દિલીપ કુમારના 12 ભાઈ-બહેનોનો હતા તેમનું બાળપણ ખૂબ જ કંગાળીમાં વિત્યું હતું. કારણ કે ઘરમાં વધારે લોકો હતા અને કમાણી કરનાર માત્ર એક વ્યક્તિ હતા.

દિલીપકુમારને 6 બહેનો અને 6 ભાઈઓ હતા

દિલીપકુમાર સહિત તેના 6 ભાઈઓ હતા. જેના નામ નસીર ખાન, એહસાન ખાન, અલસમ ખાન, નૂર મોહમ્મદ, અયુબ સરબાર હતા. તે જ સમયે, દિલીપ સાહબની 6 બહેનોમાં ફૈઝિયા ખાન, સકીના ખાન, તાજ ખાન, ફરિઝા ખાન, સઇદા ખાન અને અખ્તર આસિફ હતા.

image source

એવું કહેવામાં આવે છે કે દિલીપકુમારની માતા આયેશા બેગમને અસ્થમાનો રોગ હતો અને 1948 માં જ તેમનું નિધન થયું હતું. બાદમાં 1950માં તેમના પિતાનું પણ નિધન થયું. પિતાના અવસાન પછી પરિવારની જવાબદારી દિલીપકુમાર ઉપર આવી પડી અને મોટી બહેન સકીનાએ ઘરનો હવાલો સંભાળી લીધો. એવું કહેવામાં આવે છે કે સકીનાએ લગ્ન નથી કર્યા અને તેનો અંતિમ સમય અજમેર શરીફમાં સેવા આપવામાં પસાર થયો હતો.

image source

દિલીપના ભાઈ અયુબ ખાનનું 1954માં માંદગીના કારણે અવસાન થયું હતુ. નૂર મોહમ્મદે 1991 માં વિશ્વને અલવિદા કહ્યું હતું. દિલીપની જેમ તેમના ભાઈ નાસિર ખાન પણ એક ફિલ્મ અભિનેતા હતા. તેણે સુરૈયા અને બેગમ પરા સાથે બે લગ્ન કર્યા હતા. બાદમાં, નસીરની ફિલ્મ કારકીર્દિ ત્વચા રોગને કારણે સમાપ્ત થઈ. હાર્ટ એટેકને કારણે 1976 માં અમૃતસરમાં તેમનું અવસાન થયું હતું. દિલીપ સાહેબના 2 ભત્રીજા ઇમરાન અને અયુબ છે.

દિલીપકુમારના ભાઈઓનું નિધન થયું છે

image source

ગયા વર્ષે સપ્ટેમ્બર 2020 માં, તેના બીજા નાના ભાઈ એહસાન ખાનનું કોરોનાની પ્રથમ લહેરમાં અવસાન થયું. તે 92 વર્ષના હતા. એહસાન ખાન કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તે હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને અલ્ઝાઇમરથી પણ પીડિત હતા. એહસાન ખાન પહેલાં 21 ઓગસ્ટે દિલીપકુમારના અન્ય નાના ભાઈ અસલમ ખાનનું 88 વર્ષની વયે અવસાન થયું હતું. તેને કોવિડ 19 થી પણ ચેપ લાગ્યો હતો. અસલમ ખાનને પણ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

image source

‘તો બીજી તરફ મુઘલ-એ-આઝમના પ્રોડ્યૂસર કે આસિફ સાથે દિલીપ કુમારની બહેન અખ્તરે લગ્ન કર્યાં હતાં. જો કે દિલીપ કુમારને આ લગ્ન પસંદ નહોતા. નોંધનિય છે કે, આસિફના મોત બાદ અખ્તર ભાઈના ઘરે રહેવા આવી ગઈ હતી. તો બીજી તરફ સૌથી નાની બહેન ફૌઝિયાએ 1967માં દિલીપ સુર્વે સાથે લગ્ન કર્યાં હતાં. તમને જમાવી દઈએ કે ફૌઝિયાની દીકરી સાથે નાસિર ખાન-બેગમ પારાના દીકરા તથા એક્ટર અયુબ ખાને લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન લાંબા ચાલ્યા નહોતા.જ્યારે દિલીપ કુમારની એક બહેન ફરીદાએ ફિલ્મફેર મેગેઝિનમાં ઘણાં વર્ષો સુધી કામ કર્યું હતું અને પછી તે અમેરિકા જતી રહી હતી. તો બીજી તરફ દિલિપ કુમારની બહેન સઈદાએ ડિરેક્ટર-પ્રોડ્યૂસર મહેબૂબ ખાનના પુત્ર ઈકબાલ ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન પણ વધુ ચાલ્યા ન હતા અને બંને અલગ થઈ ગયા હતા. સઈદા પોતાના દીકરા-દીકરી સાથે જુહૂમાં જ રહે છે. તેમના સંતાનો કપડાંનો બિઝનેસ કરે છે. જ્યારે મુમતાઝને એક પુત્ર તથા બે પુત્રીઓ છે. તેઓ હાઉસવાઈફ છે.

image source

દિલીપ કુમારે 11 ઓક્ટોબર 1966 ના રોજ સાયરા બાનુ સાથે પ્રથમ લગ્ન કર્યા. અભિનેતાએ તેમની આત્મકથા ‘ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો’ માં જણાવ્યું હતું કે 1972 માં સાયરા બાનુ પહેલીવાર ગર્ભવતી થઈ હતી, પરંતુ કેટલાક કારણોસર તે બાળકને જન્મ આપી શકી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ કુમારે સંતાન ન હોવાને કારણે 1980 માં બીજી વાર અસ્મા રેહમાન સાથે લગ્ન કર્યા. અસ્મા હૈદરાબાદની હતી અને છૂટાછેડા લીધા બાદ, તેને સંતાન પણ નહોતું. જો કે, આ લગ્ન લાંબા ચાલ્યા નહીં અને 1983 માં દિલીપે અસ્માને છૂટાછેડા આપીને ફરી સાયરા પાસે આવી ગયા. દિલીપકુમાર અને સાયરા બાનુને સંતાન નથી.