ભૂલથી પણ ઘરની છત પર ના મુકો તુલસીનો છોડ, પડે છે અશુભ પ્રભાવ, આ છે યોગ્ય સ્થાન

તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં મળી આવે છે. તુલસીનો છોડ બુધનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ માનવામાં આવે છે. કેટલાય ઘરમાં તુલસીની પૂજા પણ કરવામાં આવે છે પરંતુ જો તુલસી યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે તો તે અશુભ ફળ પણ આપે છે. જાણો, વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ક્યાં ન રાખવો જોઇએ.

image source

નાનું ઘર હોય, બાલ્કની ન હોય અથવા તો સરખો તડકા માટે કેટલાય લોકો તુલસીના છોડને પોતાના છત પર રાખે છે. વાસ્તુ અનુસાર, તુલસીનો છોડ છત પર રાખવાથી દોષ લાગે છે. પોતાની કુંડળીમાં બુધની સ્થિતિ વિશે જાણી લો. જે લોકોના બુધ ધન સાથે સંબંધ રાખે છે અને તે લોકો તુલસીને છત પર રાખે છે તે તેમને આર્થિક હાનિ થવાની શરૂઆત થઇ જાય છે.

હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ વિશેષ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ રોપવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે જ છે. આ છોડમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે, જેનો ઉપયોગ રોગોને મટાડવા માટે થાય છે.

image source

ઘણા લોકો માને છે કે તુલસીનો છોડ રાધા રાણીનો અવતાર છે. જો તુલસીનો છોડ યોગ્ય દિશામાં અથવા જગ્યાએ ન રાખવામાં આવે તો તેના ખરાબ પ્રભાવો ઘરમાં જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેનાથી સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ચાલો તેમના વિશે જાણીએ.

તુલસીનો છોડ મુકવાનું આ છે યોગ્ય સ્થાન

ઘણા લોકો તુલસીને સારો સૂર્યપ્રકાશ મળે, તેથી તુલસીનો છોડ તેમના ઘરની છત પર અથવા બાલકનીમાં રાખે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડને છત પર રાખવાથી દોષ લાગે છે. તેનાથી તમારી કુંડળીમાં બુધની સ્થિતિને નબળી પડે છે. બુધ નબળો હોવાનો અર્થ ઘરમાં પૈસાની કમી. જે લોકો ઘરની છત પર તુલસી મૂકે છે તેમની કુંડળીમાં કુદરતી દોષ જોવા મળે છે. તેની સીધી અસર બુધથી થાય છે.

image source

શાસ્ત્રોમાં બુધ બુદ્ધિ અને સંપત્તિનો ગ્રહ માનવામાં આવે છે. તે તમારા ધંધાને પણ અસર કરે છે. તુલસીના છોડને ભૂલથી પણ પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. તમે તેને ઉત્તર અને દક્ષિણ દિશામાં રાખી શકો છો. શ્યામ તુલસી ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે.

આ રીતે મેળવો વાસ્તુ દોષથી છૂટકારો

જો તમારા ઘરમાં છત સિવાય બીજું કોઈ સ્થાન ન હોય તો તમારે તેની સાથે કેળાનું ઝાડ વાવવું જોઈએ. નાડાછડી દ્વારા આ બંને વૃક્ષોને બાંધી દો. આ કરવાથી તમે વાસ્તુ દોષથી છૂટકારો મેળવશો. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, બારસ, રવિવાર અને મંગળવારે તુલસીના પાન ન તોડવા જોઈએ. આ સિવાય તુલસીને સ્નાન કર્યા વિના સ્પર્શ ન કરવો જોઇએ.

image source

જો તમારી પાસે તુલસીજીને છત પર રાખ્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી તો એક વિશેષ ઉપાય કરો. તુલસીને ક્યારેય પણ એકલા ન રાખશો. હંમેશા તેને કેળાના છોડની સાથે રાખો. બંને છોડને એકદમ સાથે રાખો અને તેન મૌલીથી બાંધી લો. તેનાથી તમારો વાસ્તુદોષને હાનિ પહોંચશે નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *