જાણો તમે પણ સુરતથી ગુજરાતના કયા શહેરમાં જવા કેટલુ ભાડું ચુકવવું પડશે?
ગુજરાત એસ.ટી.

દેશમાં કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે દેશ વ્યાપી લોકડાઉન તા. ૨૬ માર્ચ, ૨૦૨૦ના રોજથી લાગુ કરી દેવામાં આવ્યું હતું. તેમજ આ લોકડાઉન સૌપ્રથમ ૧૭ એપ્રિલના રોજ ખુલવાની શક્યતા હતી પણ પછીથી કોરોના વાયરસનો કહેર વધતા લોકડાઉનને ૩ મે સુધી લંબાવવામાં આવ્યું હતું.
તેમછતાં ૩ મેના રોજ લોકડાઉન ખોલવાના બદલે ફરીથી બે અઠવાડિયા માટે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે સુરત શહેરમાં ફસાઈ ગયેલ રોજીંદા કામ કરતા મજુર અને ડાયમંડ વર્કર્સને પોતાના માદરે વતન પહોચાડવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપની અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્ય્ક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્રના લોકોને પોતાના માદરે વતન મોકલવા માટે ૨૦૦ કરતા વધારે સરકારી બસો શરુઆતમાં દોડાવવામાં આવી શકે છે. સુરતથી પોતાના ગામમાં જવા ઈચ્છતા લોકોને ફક્ત એક જ બાજુનું ભાડું લેવામાં આવશે. આ સાથે જ સુરતથી જુદા જુદા શહેરોમાં પહોચવા માટે લેવામાં આવતા ભાડાનું લિસ્ટ જાહેર કરી દીધું છે.
ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જેમ દિવાળીના તહેવાર પર ગીફ્ટ આપીને તે મુજબ જ પ્રવાસ કરાવવામાં આવ્યો હતો તેવી રીતે જ આ વખતે પણ ગુજરાત સરકારે આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના એક જીલ્લા માંથી બીજા જીલ્લામાં પ્રવાસ કરવા માટે આ રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસ સંક્રમણના કારણે ૩૦ વ્યક્તિઓનું એક ગ્રુપ બનાવીને સુરતથી અન્ય સૌરાષ્ટ્રના શહેરોમાં પહોચાડવામાં આવશે. જો ગ્રુપમાં બુકિંગ કરાવવામાં આવશે તો જે વિસ્તારમાં થઈ બુકિંગ કરાવામાં આવી હશે તે વિસ્તારમાં સરકારી બસને પહોચાડવામાં આવશે અને ત્યાંથી દરેક પ્રવાસીઓને પોતપોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડી દેવામાં આવશે.
સુરત શહેરથી સરકારી બસમાં અન્ય શહેરોમાં મુસાફરી કરવા માટે લેવામાં આવતું ભાડું.

શહેર ભાડું
અમદાવાદ- ૩૧૫ રૂપિયા.
અમરેલી- ૪૨૫ રૂપિયા.
બોટાદ- ૩૭૫ રૂપિયા.
ભાવનગર- ૩૭૦ રૂપિયા.

જુનાગઢ – ૪૮૦ રૂપિયા.
જામનગર- ૪૯૫ રૂપિયા.
ગારીયાધાર- ૪૧૦ રૂપિયા.
સાવરકુંડલા- ૪૫૫ રૂપિયા.
પાલીતાણા- ૩૯૫ રૂપિયા.

રાજકોટ- ૪૧૦ રૂપિયા.
મહુવા- ૪૩૫ રૂપિયા.
ઝાલોદ- ૩૫૦ રૂપિયા.
ગોધરા- ૨૫૦ રૂપિયા.
પાલનપુર- ૪૦૦ રૂપિયા.
મહેસાણા- ૩૫૦ રૂપિયા.

જયારે સુરતથી ઉપડતી પ્રાઈવેટ બસોમાં લેવામાં આવતા ભાડા કિલોમીટર પર વસુલવામાં આવશે.૪૦૦ કિલોમીટર સુધી મુસાફરીના ૧૦૦૦ રૂપિયા.
૫૦૦ કિલોમીટર સુધી મુસાફરીના ૧૨૦૦ રૂપિયા.
૬૦૦ કિલોમીટર સુધી મુસાફરીના ૧૫00 રૂપિયા.

ભાડું વસુલવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત