LPG સબસિડીનો નિયમ બદલવાની તૈયારીઃહવે ડાયરેક્ટ ખાતામાં પૈસા જમા કરવાની રીતમાં કરાયો ફેરફાર

જે રીતે મોંઘવારી વધી રહી છે તેને જોઈ સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન ઊભો થયો છે કે શું આવનારા સમયમાં રસોઈ ગેસ સિલિંડરના ભાવ 1000 રૂપિયા સુધી પહોંચી જશે ? સિલિંડરના વધતા ભાવ પર સરકાર શું વિચારી રહી છે તેની સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં એક વાત સામે આવી છે કે ઉપભોક્તા સિલિંડર માટે 1000 રૂપિયા આપવા પણ તૈયાર છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર એલપીજી સિલિંડરને લઈ સરકારે કડક વલણ સાથે વિચાર શરુ કર્યો છે. જો કે હાલ આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ બે રસ્તા નીકળી શકે છે જેમાં એક કે સરકાર વિના સબસિડીના સિલિંડર સપ્લાય કરે અને ગણતરીના ઉપભોક્તાઓને સબસિડીનો પણ લાભ આપે. જો કે સબસિડી આપવાને લઈ કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે 10 લાખ રૂપિયાની ઈનકમનો નિયમ લાગુ કરવામાં આવશે. આ સિવાય કેટલાક પસંદગીના ઉજ્જવલા લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. અન્ય લોકોની સબસિડી ખતમ થઈ શકે છે.

સબસિડી ચાલુ કે બંધ ?

image source

જણાવી દઈએ કે કેટલીક જગ્યાઓએ છેલ્લા ઘણા સમયથી એલપીજી પર સબસિડી બંધ છે અને આ નિયમ મે 2020થી ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કોવિડ મહામારી દરમિયાન કાચા તેલના અને ગેસના ભાવમાં ઘટાડો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સરકારે એલપીજી સિલિંડર પર સંપૂર્ણ સબસિડી બંધ કરી નથી. આ લાભ દેશના આંતરીત વિસ્તારો માટે યથાવત રાખ્યો છે.

image source

હાલના મહિને દેશના 15 પ્રાંતના પસંદગીના જિલ્લામાં એલપીજી સિલિંડર પર સબસિડીનો લાભ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે આ સંખ્યા ઘટીને 8 રાજ્યોની થઈ ગઈ છે. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશનો પણ સમાવેશ થાય છે. આ પ્રદેશોમાં લદ્દાખ, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર અને ઉત્તર પૂર્વીય રાજ્યોનો સમાવેશ થાય છે. અહીં સબસિડીની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.

સબસિડી પર થાય છે કરોડોનો ખર્ચ

image source

સબસિડી પર સરકારને કેટલો ખર્ચ થાય છે તે આંકડા પર નજર કરીએ તો વર્ષ 2021 દરમિયાન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર એટલે કે ડીબીટી હેઠળ 3,559 રૂપિયા ખર્ચ કર્યા હતા. નાણાકીય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયા હતો. ડીબીટી સ્કીમની શરુઆત જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી જે હેઠળ ગ્રાહકના ખાતામાં સબસિડી જમા કરવામાં આવતી હતી.

સબસિડી વિનાના સિલિંડર માટે ગ્રાહકે પુરા પૈસા ચુકવવા પડતા જ્યારે જેમને સબસિડી મળતી તેમના ખાતામાં રિફંડ જમા થઈ જાય છે. આ રિફંડ ડાયરેક્ટ હોય છે.

image source

1 સપ્ટેમ્બરે સરકારે ગેસ સિલિંડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. આ વધારો 14.2 કિલોના ઘરેલુ સિલિંડર માટે કરાયો હતો. આ વધારા સાથે ગેસ સિલિંડરના ભાવ 884થી 900 રૂપિયા સુધી વધ્યા છે. તેવામાં સબસિડી ખતમ કરવાથી સૌથી વધુ અસર સામાન્ય અને નબળા વર્ગને થઈ રહી છે. ઘણા લોકોએ સબસિડી બંધ થવાથી સિલિંડરનો ઉપયોગ બંધ કરી દીધો છે અને કરોસિન કે લાકડાનો ઉપયોગ કરી ભોજન બનાવી રહ્યા છે. કારણ કે એવો મોટો વર્ગ છે જે લોકો સિલિંડરના ભાવ 800 રૂપિયા આપી શકે તેમ નથી.