ગુજરાતના આ અનોખા ગામ વિશે સાંભળીને આંખો ચાર થઈ જશે, લોકોને હાથ-પગમાં 6-6 આંગળી છે બોલો

આપણે દેશમાં અને દુનિયાના અનોખા ગામ વિશે ખુબ વાતો કરી છે. અનેક એવા ગામડાઓ છે જે બીજા કરતા એકદમ અલગ છે. આ ગામડાઓ પાસે વિશેષ કહી શકાય તેવું કંઇક છે. આપણા દેશમાં પણ આવા ઘણા અનોખા કહી શકાય તેવા ગામડાઓ છે. અરે દેશ જ નહીં પણ ગુજરાતમાં એવા અનોખા ગામડા છે. થોડા સમય પહેલાં જ એક ગામડું ચર્ચામાં આવ્યું હતું તે જ્યાં માત્ર એક જ મહિલા રહે છે. આ મહિલા છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામમાં એકલી જ રહે છે. ત્યારે હવે ગુજરાતના એક અનોખું ગામ વિશે વાત કરવી છે કે જે આંગળીની સંખ્યાના કારણે ચર્ચામાં આવ્યું છે.

image source

ઘણા એવા ગામડા હોય કે જ્યાં કુદરતની કરામતનો ભેદ ઉકેલવામાં વિજ્ઞાન પણ પાછુ પડી જાય છે એવી એક અલૌકિક ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અંતરિયાળ એવા ગોલીડા ગામમાં બનવા પામી છે. જેમાં માત્ર 1790ની વસ્તી ધરાવતા આ ગામમાં 500થી વધુ લોકોને હાથ અને પગમાં 6-6 આંગળીઓ મળી કુલ 20ના બદલે 24 આંગળીઓ જોવા મળતાં લોકો માટે આ ગામ ખુબ ચર્ચામા આવ્યું છે અને હાલમાં આ ગામની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. કોઇ વ્યક્તિના હાથ કે પગમાં 6 આંગળીઓના તો અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે. પણ કોઇ ગામના 30 % લોકોની હાથ અને પગની આંગળીઓની સંખ્યા 6-6 હોવાની સાથે હાથ અને પગની મળીને 20ના બદલે 24 આંગળીઓ હોવાની આશ્ચર્યજનક જ નહીં પણ આ ઘટનાને તો દુર્લભ ઘટના કહી શકાય. કારણ કે આવું તો કોઈ જ ગામમા હજુ સુધી સામે નથી આવ્યું

image source

જો આ ગામ વિશે ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ગામ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં વસતા કેટલાક સીસા જ્ઞાતિના પરિવારોમાં ઘરના મોટાભાગના દરેક સભ્યોના હાથ અને પગમાં 6-6 આંગળીઓ કુદરતી બક્ષિસ રૂપે જોવા મળે છે. આ નજારો જોઈને ત્યાં હાજર સૌ ક્ષણભર માટે આશ્ચર્યમાં પડી જાય છે અને આંખો ફાડી ફાડી જોવા લાગે છે. આ સાથે જ એક પિરવાર વિશે જો વધારે વાત કરીએ તો ગોલીડા ગામના સીસા જ્ઞાતિના એક જ પરિવારના દાદા-દાદી, માતા-પિતા, ભાઇ, પુત્ર, પૌત્ર અને પૌત્રી સહિત પરિવારના સભ્યોને હાથ અને પગમાં મળી 20ના બદલે 24 આંગળીઓ જોવા મળે છે. ચોટીલા તાલુકાના ગોલીડા ગામના 500થી વધુ લોકોના બંને હાથ અને પગમાં 6-6 આંગળીઓ હોવા છતાં તેઓ ઘરકામ સહિત દરેક પ્રકારનું કામ સહેલાઈથી કરી શકે છે.

image source

આ સિવાય એક આ ગામ પણ ચર્ચામાં છે. કઝાકિસ્તાનના એક અનોખા ગામમાં ઉંડુ રહસ્ય છુપાયેલું છે. અહીંના લોકો ઘણા દિવસો સુધી સૂઈ જાય છે. ઉત્તરી કઝાકિસ્તાનના કાલાચી ગામના લોકો રહસ્યમય રીતે ઊંઘની બીમારીથી પીડાઈ રહ્યા છે. જ્યારે આ લોકો એકવાર સૂઈ જાય છે, ત્યારે તેઓ ઘણા દિવસો અને મહિનાઓ સુધી ઉઠતા નથી. આ કારણોસર બહારના રહેવાસીઓને અહીંના લોકો કુંભકર્ણના સબંધી કહે છે. ઘણા દિવસોથી સૂવાનો પહેલો કિસ્સો વર્ષ 2010માં કલાચી ગામમાંથી આવ્યો હતો. કેટલાક બાળકો અચાનક સ્કૂલમાં પડી ગયા હતા અને સૂઈ ગયા હતા. આ પછી આ રોગનો ભોગ બનેલા લોકોની સંખ્યા વધવા માંડી. ત્યારથી, વૈજ્ઞાનિકો આ ગામ પર સંશોધન કરી રહ્યા છે. જો કે, વૈજ્ઞાનિકો કે, ડૉક્ટર કોઈ પણ પ્રકારની ચોક્કસ તારણ પર આવ્યા નથી કે, કંઈ રીતે શક્ય બને.તો વળી સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ સ્લીપિંગ ડિસઓર્ડરનું એક કારણ છે યુરેનિયમ માઈંસ. યુરેનિયમમાંથી નિકળતો ગેસ આપણા શરીર પર ખૂબ અસર કરે છે. આ ગેસથી લોકો બેભાન પણ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત