તીન પત્તીની લતે બે બહેનોનો એકનો એક ભાઈ અને બે સંતાનના પિતાને છીનવી લીધો

કહેવાય છે ને કે આદત લત બની જાય તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ આદત પછી ઓનલાઈન ગેમ રવાની પણ હોય તો તે વ્યક્તિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ વાતનું ઉદાહરણ તાજેતરમાં મધ્ય પ્રદેશમાં જોવા મળ્યું છે. અતિની કોઈ ગતિ નથી હોતી તેમ એક યુવાન જ્યારે હદથી વધારે ઓનલાઈન ગેમ રમવા લાગ્યો ત્યારે તેનું શું પરિણામ આવ્યું તેના વિશે જાણીને લોકોના કાળજા કંપી જાય છે.

image soucre

ઘટના છે મધ્યપ્રદેશના રાજગઢની. અહીં એક યુવાન ઓનલાઈન ગેમના રવાડે ચઢ્યા બાદ ગળાડૂબ કરજમાં ડુબી ગયો અને અંતે કરજદારોથી કંટાળી તેણે પોતાનું જીવન ટુંકાવી લીધું આ ઘટના અત્યંત દુ:ખદાયી છે. યુવકે ઓનલાઈન ગેમમાં હારેલા રુપિયાની રકમ 10 લાખ થઈ જતા યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

યુવકને ઓનલાઈન તીન પત્તી રમવાનો ચસકો લાગી ગયો હતો. આ ગેમના કારણે યુવક 10 લાખ રૂપિયા હારી ગયો હતો. પોતાના રૂપિયા પુરા થયા બાદ પણ તે અટક્યો નહીં અને લોકો પાસેથી કરજ કરી કરીને પણ ઓનલાઈન તીન પત્તી રમ્યા કરતો. આ લતનું પરિણામ એ આવ્યું કે કરજની રકમ 10 લાખ થઈ ગઈ અને પછી આ કરજની ચિંતામાં યુવકે આત્મહત્યા જેવું પગલું ભરી લીધું.

જાણવા મળતી માહિતી અનુસાર તેની ઉધારી 10 લાખે પહોંચી ગઈ હોવાથી તે છેલ્લા એક મહિનાથી સતત પરેશાન રહેતો હતો. તેવામાં ગત રવિવારે યુવકે રાત્રિના સમયે રેલ્વે ટ્રેક પર પડતું મુકી દીધું. આ ઘટનાની જાણ લોકોએ પોલીસને આપી અને પોલીસે તપાસ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

મૃતક યુવાનની ઓળખ વિનોદ તરીકે થઈ હતી. તેના મિત્રોનું કહેવું છે કે તેને છેલ્લા 3 મહિનાથી તીન પત્તી રમવાની લત લાગી ગઈ હતી. આ ગેમ રમવા માટે તે પોતાના કોમ્પ્લેક્સના દુકાનદારો પાસેથી પણ રૂપિયા ઉધાર લઈ ચુક્યો હતો. તે આ ગેમ પાછળ રીતસર પાગલ થઈ ગયો હતો જેના કારણે તેને ભાન જ ન રહ્યું કે તેણે 10 લાખની ઉધારી કરી લીધી છે. જ્યારે ઉધારીની રકમ વિશે ભાન થયું તો તેના હોશ જ ઉડી ગયા. તેના મિત્રોનું કહેવું છે કે તે તેની દુકાન પર બેઠા બેઠા પણ આ જ ગેમ રમે રાખતો હતો.

image soucre

ઉલ્લેખનીય છે કે વિનોદ ત્રણ બહેનોનો એક માત્ર ભાઈ હતો. તેના પણ લગ્ન થઈ ગયા હતા અને તેને બે દીકરા પણ હતા. પરિજનોનું કહેવું છે કે આ પહેલા પણ વિનોદે ઘરમાં ફાંસી લગાવી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તો ઘરના લોકો સમયસર આવી ગયા તો તે બચી ગયો પરંતુ રવિવારે તેને કોઈ બચાવી શક્યું નહીં અને ધસમસતી ટ્રેન તેના માથાને ધડથી અલગ કરી પસાર થઈ ગઈ.