દુ:ખદ: મૂળ ગુજરાતના પટેલ પરિવારની કારને USમાં અકસ્માત, માતા-પિતાની નજર સામે જ 2 દિકરાઓએ દમ તોડ્યો

અમેરિકામાં મૂળ ગુજરાતના એવા પટેલ પરિવારને એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જેના કારણે તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુએસમાં છેલ્લા 25 વર્ષથી સ્થાયી થયેલા આ પરિવારના બે કુળ દિપકનો જીવનદીપ આ અકસ્માતમાં બુઝાઈ ગયો છે. સૌથી આઘાતજનક વાત તો એ બંને દિકરાના મોત માતા-પિતાએ પોતાની નજર સામે જોવા પડ્યા.

image source

ગુજરાતના વ્યારાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના પટેલ પરિવારના 4 સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે. અહીંના સુરેશભાઈ કરશનભાઇ પટેલના પુત્ર ધર્મેશભાઈ અને હિતેષભાઇ 25 વર્ષથી અમેરિકામાં વસે છે અને ત્યાં તેઓ મોટેલનો બિઝનેસ કરે છે. છેલ્લા 25 વર્ષથી પરિવાર સાથે સુખેથી જીવતા પરિવાર પર અચાનક કાળ ભમ્યો અને પરિવાર હતો ન હતો થઈ ગયો છે. કારણ કે તેમની કારને હોસ્ટન શહેરમાં સાંજના સમયે ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં કારને પાછળથી એક પિકઅપ વાન ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત સમયે કારમાં પાછળની સીટમાં પટેલ પરિવારના 2 લાડકા દીકરા બેઠા હતા અને વાનની કાર સાથે જોરદાર ટક્કર થતાં બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી.

image source

ગંભીર રીતે ઇજાગ્રસ્ત દિકરાને હેલિકોપ્ટર મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. પરિવારના 2 દીકરાના મોત માતા-પિતાની નજર સામે જ થતા કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં મોતને ભેટેલો 19 વર્ષી નીલ કોલેજમાં હતો જ્યારે 14 વર્ષનો રવિ શાળામાં અભ્યાસ કરતો હતો.

image source

અકસ્માત સમયે બંને બાળકો સાથે માતાપિતા મોટેલથી ઘરે પરત ફરતાં હતા. કારમાં ધર્મેશભાઈ અને માતા જાગૃતિબેન આગળ હતા જ્યારે બંને દીકરા પાછળ બેઠા હતા. તેમની કાર જ્યાંથી પસાર થઈ રહી હતી ત્યાં નજીક એક અન્ય વાહનને અકસ્માત નડ્યો હતો તેથી તેમણે પોતાની કાર પણ અટકાવી.

image source

તે જ સમયે પાછળથી એક પિકઅપ વાન ધડાકાભેર કારમાં ઘુસી ગઈ. કારની પાછળના ભાગનો બુકડો બોલી ગયો અને જેમાં નીલ તેમજ રવિને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઈજાના કારણે એક દીકરાનું મોત ઘટનાસ્થળ પર જ નીપજ્યું જ્યારે બીજા દીકરાનું મોત સારવાર માટે ખસેડતી વખતે નીપજ્યું હતું.

image source

આ ઘટનાની જાણ તેમના વતનમાં રહેતા દાદા-દાદીને થતાં તેમના પર પણ આભ ફાટ્યું હતું. કારણ કે તેઓ વિઝાની મુદત પૂરી થઈ જવાના કારણે પૌત્રની અંતિમ વિધિમાં પણ જઈ શકે તેમ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત