રસી લીધાનું સર્ટિફિકેટ બતાવો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ, ગુજરાતના વેપારીની અનોખી પહેલ

સમગ્ર ભારતમાં હાલમાં કોરોનાને નાથવા માટે રસિકરણ અભિયાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ કોરોનાના કેસમાં પણ બહુ મોટો ઉછાળો આવી રહ્યો છે. જેને કારણે આકરા પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે. ક્યાંક આશિંક લોકડાઉન તો ક્યાંક નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. તો આ અંગે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે નાઈટ કર્ફ્યૂ કે લોકડાઉન એ કોરોનાને રોકવાનો ઠોસ ઉપાય નથી. કોરોના સંક્રમણથી બચવા માટે તમારે વેક્સિન લેવી એ જ સૌથી કારગર ઉપાય છે. જેથી સરાકર કોરોના રસી લેવા માટે લોકોને વાંરવાર અપીલ કરી રહી છે અને જાગૃતતા અભિયાન ચલાવી રહી છે.

image source

જો વાત કરીએ ગુજરાતની તો હાલમાં રાજ્યમાં પણ કોરોનાને માજા મુકી છે જેને કારણે વડોદરમાં એક વેપારીએ રસિકરણ અંગે જાગૃતતા ફેલાવવા માટે અનોખી સ્કિમ બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે, સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી બાદ વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે રાજ્ય સરકારે સામાન્ય નાગરીકો પર અનેક નિયમો લાગુ કરી દીધા છે અને બીજી તરફ કોરોનાની રસી વધુમાં વધુ લોકો મૂકાવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં વડોદરાના ગેંડા સર્કલ સ્થિત સ્ટેશનરીના એક વેપારીએ કોરોનાની રસી લેવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મોટી જાહેરાત કરી છે. તેમની દુકાને ખરીદી કરવા માટે આવતા લોકો જો રસી લીધાનું સર્ટિફિકેટ બતાવશે તો તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. નોંધનિય છે કે હાલમાં ઘણા લોકો હજુ કોરોના રસી અંગે ઉદાસિનતા સેવી રહ્યા છે તે લોકોમાં જાગૃતતા લાવવા આ વેપારીએ અનોખી પહેલી કરી છે. હાલમાં સમગ્ર દેશંમાં કોરોનાને નાથવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા કોરોનાની રસી વધુ લોકો સુધી પહોંચાડવા માટે વય મર્યાદા ઘટાડીને 45 વર્ષ કે, તેથી વધુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત લોકોની ભીડ જમા ન થાય તે માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે, આવા સમયે વડોદરાના વેપારી દ્વારા રસિકરણને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી છે જેની આજે લોકો પ્રશંશા કરી રહ્યા છે.

આ અંગે ગેંડા સર્કલ નજીક સ્ટેશનરીના ડિસ્ટ્રીબ્યુટર રાજ ટ્રેડર્સના સંચાલક કમલેશ શાહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, કોરોનાને કારણે હાલમાં સ્થાનિક વેપાર ધંધા પર ભારે અસર પડી છે. જો આપણે કોરોના ઉપર કાબૂ મેળવીશું તો જ ફરી વેપાર ધંધ પુન: ચાલુ થશે.

image source

તેમણે વધુમાં કહ્યું કે, એક વેપારી તરીકે લોકોને કોરોનાની રસી લેવા માટે પ્રોત્સાહન આપવા માટે એક પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યુ કે, અમારે ત્યાં સ્ટેશનરીની ખરીદી કરવા આવતા લોકો કોરોનાની રસી લીધાનું સર્ટિફિકેટ બતાવશે તો તેઓને 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જ્યાં સુધી સરકાર દ્વારા કોરોનાની વેક્સિન આપવાની કામગીરી ચાલુ રહેશે ત્યાં સુધી અમારા દ્વારા આ પ્રકારે પ્રોત્સાહનરૂપી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

image source

કમલેશ ભાઈએ વધુમાં કહ્યું કે, સરકારના ધારાધોરણ પ્રમાણેની ઉંમર ધરાવતા લોકોએ વેક્સિન જરૂરથી મૂકાવવી જોઇએ તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવું જોઇએ. કારણ કે હાલમાં સમયમાં કોરોનાને કાબુમાં લેવા માટે રસીએ સૌથી બેસ્ટ ઉપાય છે આ સાથે તેમણે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવા માટે અપીલ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!