ગુજરાતમાં આખી સરકારનું રાજીનામું, રાજ્યપાલે તમામ મંત્રીના રાજીનામા સ્વીકાર્યા

ગુજરાતમાં કોરોનાનો કહેર તો શાંત પડ્યો છે પરંતુ રાજકિયા ગરમાવો વધી ગયો છે. વિજય રૂપાણીએ શનિનારે અચાનક સીએમ પદ પરથી રાજીનામું આપતા સૌને આંચકો લાગ્યો હતો. જો કે પહેલા તો એવી જ વાત સામે આવી હતી કે માત્ર સીએમએ જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું પરંતુ પાછળથી જાણવા મળ્યું કે,રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી સહિત તેમના મંત્રીમંડળના પ્રધાનોએ આપેલા રાજીનામા સ્વીકારી લીધા છે.

image socure

નોંધનિય છે કે જ્યાં સુધી અન્ય વ્યવસ્થા ન થાય ત્યા સુધી મુખ્યમંત્રી રૂપાણી અને તેમના મંત્રીમંડળે તેમના હોદ્દા પર કામગીરી જાળવી રાખવા રાજ્યપાલે વિનંતી કરી છે. તો બીજી તરફ અગાઉ ફક્ત મુખ્યમંત્રી બદલાય અને આ પદ માટે નવા માનની ચર્ચાએ જોર પડક્યું હતું, પરંતુ હવે આખી સરકારના તમામ નેતાઓએ રાજીનામુ આપી દેતા હવે રાજ્યની આખી સરકાર જ નવી બનશે અને નવા પ્રધાનોની જાહેરાત કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ઘણા મંત્રીના પતા કટ થઈ શકે છે.

image soucre

તો બીજી તરફ રૂપાણીમા રાજીનામા બાદ ગુજરાતથી લઈને દિલ્હી સુધી શ્રેણીબદ્ધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ સમગ્ર ઘટના ક્રમ અંગે વાત કરીએ તો, શુક્રવારે રાત્રે 8.30થી 9ની વચ્ચે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા હતા અને ગહન ચર્ચા થઈ. ત્યાર બાદ શનિવારે સવારે 10 વાગે સરદાર ભવનના કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી બપોરે સવા 2 વાગે વિજય રૂપાણી રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને કહ્યું- આભાર વ્યક્ત કરવા આવ્યો છું. આટલું કહીને રૂપાણીએ હિન્દીમાં લખેલું રાજીનામું આપ્યું. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોઇ પણ અગાઉ જાહેરાત વિના અચાનક રાજીનામું આપી દેતાં ગુજરાત રાજકીય ગરમાવો આવી ગયો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા વિજય રૂપાણી, નીતિન પટેલ, પાટીદાર, ગાંધીનગર જેવા હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્ય હતાં.

image soucre

નોંધનિય છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. તો બીજી તરફ કમલમ્ ખાતે પણ બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ-પ્રમુખ સી. આર. પાટીલની બેઠકો દોર ચાલુ રહ્યો હતો, જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર હતા. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમનાં બહેનના ત્યાં ગયા હતા, ત્યાર બાદ આજે સવારે રવાના થઈ ગયા હતા, નોંધનિય છે કે, સામાન્ય રીતે પરિવારના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે.