સુશાંત સ્યુસાઇડ કેસ: કુક નીરજે આપી દીધા નામ એ લોકોના નામ, કે જેઓ સુશાંતને ડ્રગ્સ આપવાનું કરતા હતા કામ

રીયાનો ભાઈ શોવિક અને સેમ્યુઅલ મિરાંદા તેમજ દિપેશ સાવંત સુશાંતને ડ્રગ્સ આપતા હતા – દિશાની આત્મહત્યા બાદ આ પરિવર્તન આવ્યું હતું સુશાંતમાં

સુશાંતના મૃત્યુના મામલાને હાલ ડ્રગ્સના એંગલથી જોવામાં આવી રહ્યો છે. અને તે હેઠળ કેટલાક ડ્રગ પેડલર્સની પણ ધરપકડ કરવામાં આવી છે તો વળી મુંબઈથી ગોવા સુધીમાં ઘણી બધી જગ્યાઓ પર એનસીબીએ રેડ પાડી છે. આ દરમિયાન સુશાંતના કૂક રહી ચુકેલા નીરજે એવો દાવો કર્યો છે કે 13મી જૂનની રાત્રે સુશાંતના ઘરમાં કોઈ પણ પ્રકારની પાર્ટી નહોતી થઈ, અને તે રાત્રે કોઈ ઘરે પણ નહોતું આવ્યું કે સુશાંત પણ બહાર નહોતો ગયો. તો બીજી બાજું તેણે એવું પણ કહ્યું છે કે 8મી જૂન બાદ રિયા ચક્રવર્તિ ક્યારેય સુશાંતના ફ્લેટ પર પાછી નહોતી આવી.

image source

નીરજે એ વાતનું પણ ખંડન કર્યું છે કે તે સીબીઆઈનો સરકારી સાક્ષી નથી બન્યો. તમને જણાવી દઈ કે નીરજ કેટલાક દિવસોથી ગાયબ થઈ ગયો હતો તેવા સમાચાર મળ્યા હતા પણ વાસ્તવમાં તે પોતાના દિલ્લીના ઘરે રહેતો હતો અને તે દરમિયાન તેણે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપ્યો છે.

નીરજે પોતાના ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તે થોડા જ સમયમાં મુંબઈ આવી જશે અને જો તપાસ એજન્સીઓ તેને બોલાવશે તો તે પૂર્ણ સહકાર આપવા તૈયાર છે. નીરજે 14મી જૂન વિષે માહિતી આપતા જણાવ્યું હતું. કે તેણે સવારે સુશાંતને પાણી આપ્યું હતું. અને કેશવે સુશાંતને જ્યૂસ આપ્યો હતો. અને સવારે 8 વાગે સુશાંત સરને તે છેલ્લીવાર મળ્યો હતો. ત્યાર બાદ તેઓ પોતાના રૂમાં જતા રહ્યા હતા અને પછી ક્યારેય પાછા નહોતા આવ્યા.

દિશાની આત્મહત્યા બાદ નિરસ રહેતા હતા સુશાંત

image source

નીરજે જણાવ્યું કે સુશાંત ક્યારેય પોતાની અંગત વાતો ઘરના સ્ટાફ સાથે શેર નહોતા કરતા. પણ તે એટલું જાણતો હતો કે સુશાંત દિશા સલિયાનના મૃત્યુના સમાચારથી આઘાતમાં હતા. તમને જણાવી દઈએ કે 8-9 જૂનની રાત્રે દિશાએ આત્મહત્યા કરી લીધી હતી. અને ત્યાર બાદ થોડા દિવસોમા સુશાંત પણ બીમાર પડ્યા હતા.

સુશાંત સર ગાંજાનું સેવન કરતા હતા

image source

તમને જણાવી દઈએ કે નીરજે આ ઇન્ટર્વ્યુ એક જાણીતા સમાચારપત્રને વિડિયોકોલ થ્રૂ આપ્યો હતો. તેણે પોતાના આ ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે સુશાંત સર ગાંજાનું સેવન કરતા હતા. અને તેમના માટે ગાંજાની વ્યવસ્થા શોવિક ચક્રવર્તી તેમજ સેમ્યુઅલ મિરાન્ડા કરતા હતા. તમને જણાવી દઈએ કે આ બન્નેની હાલ એનસીબીએ ધરપકડ કરી છે.

13મી જૂને કોઈ જ પાર્ટી નહોતી થઈ

image source

એવી પણ અફવા ફેલાઈ હતી કે સુશાંતના મૃત્યુની આગલી રાત્રે એટલે કે 13મી જૂનની રાત્રીએ પાર્ટી થઈ હતી. પણ નીરજે તેવી કોઈ જ પાર્ટી થઈ હોવાની વાતને રદીયો આપ્યો છે. તેણે જણાવ્યું હતું કે સુશાંત સર ઘરમાં જ હતા અને મોટા ભાગનો સમય તેમણે પોતાના રૂમમાં જ પસાર કર્યો હતો. અને તે દિવસે રિયા પણ ત્યાં નહોતી આવી કે કોઈ પણ પાર્ટી પણ નહોતી થઈ. અને 13મી જૂના રોજ કોઈ બહારની વ્યક્તિ પણ સુશાંત સરના ઘરમાં આવી નહોતી.

તમને જણાવી દઈએ કે કૂક નીરજ સિંહને રિયા ચક્રવર્તીએ જ સુશાંતના ઘરમાં નોકરીએ રાખ્યો હતો. તે છેલ્લા 8 મહિનાથી ત્યાં કામ કરતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત