ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય, જાણી લો ધો. 10-12 બાદ હવે કયા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માસ પ્રમોશન

ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય, ધો. 10-12 બાદ હવે આ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માસ પ્રમોશન

ધોરણ 10માં માસ પ્રમોશન અંગે સરકારની જાહેરાતથી શાળા સંચાલકો અવઢવમાં મુકાયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ અવઢવ છે. ધો. 10 બાદ પ્રવેશ પ્રક્રિયાને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાયા છે, સાયન્સ – કોમર્સ અને ડીપ્લોમા તેમજ આઈટીઆઈમાં પ્રવેશ કેવી રીતે મેળવવો તે અંગે મુંઝવણ પ્રવર્તી છે, પ્રવેશ મામલે હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી.

image source

પ્રવેશ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવા માગ ઉઠી છે. કોરોનાની બીજી લહેરમાં અતિસંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે સીબીએસઈની ધો.10ની પરીક્ષા રદ કર્યા બાદ અંતે ગુજરાત સરકારે પણ ધો.10ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.નિયમિત રીતે માર્ચમા લેવાતી બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે મોકુફ કરી 10મીમેથી લેવાનુ જાહેર કરાયુ હતુ અને કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધતા સરકારે 10મી મેથી લેવનારી પરીક્ષા પણ મોકુફ કરી દીધી હતી. ગુજરાત સરકારની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં સીએમ રૂપાણીએ અધ્યક્ષતા કરી હતી.

રાજ્ય સરકારનો વધુ એક મોટો નિર્ણય

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યો છે. મહામારીના કારણે દેશના દરેક સેક્ટરને જોરદાર ફટકો પડ્યો છે જેમાં શિક્ષણ જગત પણ બાકાત નથી. વિદ્યાથીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવાની નોબત આવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓ માટે વધુ એક મોટો નિર્ણય કર્યો છે.

image source

CMના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ગુજરાત સરકારની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં સીએમ રૂપાણીએ અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ હાશકારો અનુભવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.

જો કે સરકારે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. ખાનગી અને રીપિટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહી અપાય અને તેઓની પરીક્ષા લેવાશે. ધો.10માં ૩0 ટકા કોર્સ ઘટાડી દેવાતા આ વર્ષે મોટી સંખ્યામા રીપિટર વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતા ૩.25 લાખ જેટલા રીપિટર વિદ્યાર્થી નોંધાયા છે.

image source

પરીક્ષા રદ સાથે માસ પ્રમોશનની જાહેરાત કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ કે થોડા દિવસથી રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને કેસો ઘટી રહ્યા છે પરંતુ દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાને લેતા રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યમંત્રીની અધ્યક્ષતામા સરકારે આ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે બોર્ડ પરીક્ષાના ઈતિહાસમાં પ્રથમવાર મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરવી પડી છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મીટિંગમાં ધો.10ની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય તો લેવાયો છે પરંતુ આ નિર્ણયને લઈને હાલ ભારે અટકળો શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે શિક્ષણમંત્રીની એક દિવસ પહેલા જ મીટિંગથઈ હતી અને તેમાં પણ અધિકારીઓની ચર્ચા બાદ શિક્ષણમંત્રી પોતે પણ પરીક્ષા રદ કરવા સહમત ન હતા.

image source

હાઈકોર્ટમાં પરીક્ષા રદની માંગ સાથે થયેલી પીટિશનમાં સરકાર તરફથી તૈયાર કરવામા આવનાર જવાબમાં પણ પરીક્ષા રદ કેમ ન કરવી અને પરીક્ષા લેવી તે બાબતો જ મુકવામા આવી હતી. ઉપરાંત અગાઉ સરકારના આદેશથી બોર્ડે પણ પરીક્ષાઓ અન્ય વિકલ્પમા કઈ રીતે લઈ શકાય તે અંગેની પણ ચર્ચા કરી હતી.એટલુ જ નહી મળતી માહિતી મુજબ સરકારે ખાનગી સ્કૂલો સંચલાક મંડળો સાથે વાતચીત કરી હતી અને સ્કૂલો સંચાલકોએ પણ સરકાર સાથેની ચર્ચા બાદ પરીક્ષા લેવી જોઈએ તેવી માંગણી સાથે પત્ર લખ્યો હતો.

ઉપરાંત સંચાલક મંડળને હાઈકોર્ટમાં પક્ષકાર તરીકે જોડવાની પણ વાત ચાલી રહી હતી.આમ પરીક્ષા રદ કરવી અને માસ પ્રમોશન આપવુ તેવુ કોઈ જ આયોજન ન હતુ તેમજ પરીક્ષા લેવા અંગે જ તમામ તૈયારીઓ-આયોજન થતા હતા અને એક દિવસ પહેલા જ શિક્ષણમંત્રી સાથે બોર્ડના અધિકારીઓની બેઠક થઈ હતી ત્યારે એકાએક પરીક્ષા રદના નિર્ણયને લઈને એવી ચર્ચા ચાલી છે કે દિલ્હી હાઈકમાન્ડથી નિર્ણય લેવાયો હોઈ શકે.

વડાપ્રધાન કે ગૃહમંત્રીન ાઆદેશથી રાજ્ય સરકારે આ નિર્ણય લેવો પડયો હોઈ શકે છે. કારણકે 18 વર્ષથી નીચેના બાળકોને હજુ સુધી રસી અપાઈ નથી અને ક્યારે અપાશે તે પણ નક્કી નથી ત્યારે કોરોનાની ત્રીજી લહેરના ડર વચ્ચે પરીક્ષા લેવી જોખમી હોવાના ભયસ્થાન સાથે કેન્દ્રના આદેશથી રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *