પોતે ગર્ભવતી હોવા છતાં 3 બાળકોને ડૂબતા જોઈ પાણીમાં છલાંગ લગાવી, હું તમને મરવા નહીં દઉ કહીને બધાને બચાવી લીધા

અમેરિકાથી બહાદુરીના એક સમાચાર આવી રહ્યા છે. અહીં એક સગર્ભા મહિલાએ તળાવમાં ડૂબી રહેલા ત્રણ બાળકોનો જીવ બચાવ્યો. અમેરિકાના સૌથી મોટા તળાવોમાંના એક મિશિગન તળાવમાં આ ઘટના બની છે. DeWitt નામની આ મહિલા પાંચ મહિનાની ગર્ભવતી છે. તે તેના ત્રણ બાળકો સાથે આ તળાવ પર ગઈ હતી. જ્યારે તેણે દૂરથી કેટલાક હાથ લહેરાતા જોયા ત્યારે તે કિનારે બેઠી હતી.

image source

DeWitt કહ્યું કે જલદી તેને લાગ્યું કે કોઈ મદદ માટે તેનો હાથ ઉંચો કરી રહ્યું છે, તે તરત જ તેની તરફ દોડી ગઈ. પહેલા તેણે તેના બાળકોને સલામત સ્થળે બેસાડ્યા, પછી તે ઘાટ તરફ આગળ વધવા માંડી કે જ્યાંથી તે હાથ જોઈ શકતી હતી. જ્યારે તે નજીક ગઈ ત્યારે તે જોઈને આશ્ચર્ય થયું કે ત્રણ બાળકો તે ઘાટની દિવાલના સહારે ઉભા છે અને પરિસ્થિતિ એવી છે કે તે કોઈપણ સમયે ડૂબી શકતા હતા.

image source

તે આગળ વાત કરતાં કહે છે, ‘મેં આખા બીચ પર જોયું પણ ત્યાં કોઈ દેખાતું નહોતું, ત્યાં કોઈ જ નહોતું. હું જાણતી હતી કે હવે જો હું કાંઈ નહીં કરું તો આ બાળકો પાણીમાંથી બહાર નીકળી શકશે નહીં. ‘આ પછી તેણીના પેટ પર સૂઈ ગઈ અને મોજા ખૂબ ઝડપથી વધી રહ્યા હતા. એક પછી એક કરીને તેઓએ આ બાળકોને બહાર કાઢી લીધા.

તે કહે છે, ‘એક છોકરીએ મારી સામે જોયું અને કહ્યું કે અમને લાગે છે કે આજે આપણે મરી જઈશું. મેં છોકરીને વચન આપ્યું હતું કે હું છું ત્યાં સુધી તમને કઈ નહીં થવા દઉ. આ પછી મેં તેને કહ્યું કે હું તેમને મરવા નહીં દઉં, હું તેમને અહીંથી બહાર કાઢીશ, હું વચન આપું છું કે આપણા બધા જ જીવતા બહાર નીકળશું. જોકે તે પોતે ગર્ભવતી હતી. હાલમાં બાળકો સલામત છે અને તે મહિલા પણ એકદમ બરાબર છે. હવે આ વાત ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો તેના વખાણ કરી રહ્યાં છે.

મા વિશે એવું કહેવાય છે કે બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની અમૂલ્યવાન સેવાનો બદલો બાળક ૭ જન્મમાં ૫ણ ઉતારી શકે તેમ નથી. બાળક જ્યારે માના ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર સુખ ના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોત તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યું હોત ? કોણે આપણને સંસ્કાર આપ્યા હોત? કોણે આટલો પ્રેમ લુટાવ્યો હોત?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *