હળદરનુ દૂધ પીવાથી મળશે માસિકના દુઃખાવામાં રાહત, વાંચો આ લેખ અને જાણો આ ફાયદા…

ભારતીય મસાલામાં હળદર નું એક મહત્વનું સ્થાન છે, તે આહારમાં સ્વાદ સાથે સ્વાસ્થય ને પણ તંદૂરસ્ત રાખવામાં મદદ કરે છે. હળદર એક એવું એન્ટિસેપ્ટિક છે જેના નિયમિત ઉપયોગ થી શરીરમાંથી અનેક તકલીફ દૂર થઈ શકે છે. આમ, જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હોવ તો એકલી હળદર ખાવાથી તમારી ફેટ ઓછી થઈ જાય છે. આ સિવાય શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. આવો હળદર અને દૂધને ભેળવીને પીવાથી શું ફાયદા થાય છે તે જાણીએ.

દુ:ખાવામા રાહત મળે :

image soucre

હળદરવાળા દૂધ નું સેવન કરવાથી સાંધા ના દુખાવાથી લઈને કાનના દુખાવામાં આરામ મળે છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે, જેથી દુખાવો ઝડપથી દૂર થાય છે.

અસ્થમાથી લઈને બ્રોંકાઈટિસ જેવા રોગ :

image soucre

હળદર એન્ટિમાઈક્રોબિયલ હોય છે, જેથી તેને ગરમ દૂધમાં નાખીને પીવાથી અસ્થમા, બ્રોંકાઈટિસ, ફેફસામાં કફ અને સાઈનસ જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. આ બેક્ટેરિયલ અને વાઈરલ સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.

સારી નીંદર માટે :

image soucre

હળદરમાં એમિનો એસિડ હોય છે. જેથી દૂધ સાથે હળદર નાંખીને પીવાથી સારી ઉંઘ આવે છે. જો તમને અનિદ્રાની સમસ્યા સતાવતી હોય તો રાત્રે સૂવાના અડધા કલાક પહેલા ગરમ દૂધમાં હળદર નાખી દૂધ પીવાથી સારી ઉઘ આવશે.

લોહી અને લિવરની સફાઈ :

આયુર્વેદમાં હળદરવાળા દૂધ નો ઉપયોગ સંશોધન પ્રક્રિયામાં કરવામાં આવે છે. આ લોહીમાં રહેલા ટોક્સિન્સ ને દૂર કરે છે, અને લિવરને સાફ રાખે છે. હળદરવાળું દૂધ પીવાથી પેટ સંબંધી સમસ્યાઓ થી પણ છુટકારો મળે છે.

માસિક સ્ત્રાવમાં આરામ :

image soucre

માસિક સ્ત્રાવ દરમિયાન હળદરવાળું દૂધ પીવાથી ક્રેમ્પ્સ સામે રક્ષણ મળે છે અને સ્નાયુઓમાં થતાં દુખાવા પણ રાહત મળે છે.

મજબૂત હાડકા :

દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને હળદરમાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેથી દૂધમાં હળદર નાખીને સેવન કરવાથી હાડકા મજબૂત બને છે અને શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

વજન ઘટાડવા માટે :

image soucre

ગરમ દૂધ સાથે હળદર નાખીને પીવાથી શરીરમાં જામેલા ચરબી ના થર દૂર થવા લાગે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને મિનરલ્સ વજન ઘટાડવામાં મદદ કરે છે.

કેન્સરના દર્દીઓ માટે બેસ્ટ :

હળદરમાં જોવા મળતો પદાર્થ કર્ક્યુમિન, કેન્સરના દર્દીઓ માટે પુન:પ્રાપ્તિમાં ઘણી મદદ કરે છે.

રક્ત પ્રવાહ વધારે :

હળદર નું દૂધ રક્ત પરિભ્રમણ વધારવામાં નિષ્ણાત છે. એટલે જ દુધ સાથે હળદર કોઈ પણ પ્રકારના દુખાવામાં આપવામાં આવે છે જેથી દુખાવામાં રાહત મળે.

કરચલીઓ દૂર ભગાવે :

image soucre

ચહેરા પર પડેલી કરચલીઓના કારણે તમે સમયથી વહેલા વૃદ્ધ દેખાવા લાગો છો. હળદર વાળું દૂધ પીવાથી તે પણ દૂર થાય છે. કાચું દૂધ, વટાણાનો રસ, ચોખાનો લોટ અને હળદર ભેળવીને તેની પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવીને થોડું સૂકાવા દો. દૂધમાં રહેલા લેક્ટિક એસિડ તમારી ડેડ થયેલી સ્કિનને રિપેર કરશે.