હથેળીમાં રહેલી આ ભાગ્યરેખા પરથી જાણી લો તમે નસીબદાર છો કે પછી…

હસ્તરેખા : હથેળીમાં રહેલી ભાગ્યરેખા દ્વારા જાણી શકો છો, કે તમે કિસ્મત વાળા છો કે નહિ

image source

આપણા શાસ્ત્રોમાં અનેક વિજ્ઞાન અને શાસ્ત્રોનો સમાવેશ થાય છે. એવા અનેક શાસ્ત્રો છે જે માણસના જીવનના રહસ્યોને રજુ કરે છે. જેવા કે જ્યોતિષ શાસ્ત્ર જે ગ્રહો નક્ષત્રો દ્વારા માણસના ભવિષ્યને રજુ કરે છે, ખગોળ શાસ્ત્ર જે અંતરીક્ષ સાથેના રહસ્યો દર્શાવે છે, વાસ્તુ શાસ્ત્ર ઘર અને ભવન નિર્માણમાં મદદરૂપ થાય છે, આયુર્વેદ દવા અને ઉપચારમાં ઉપયોગી છે, સામુદ્રિક શાસ્ત્ર માણસના અંગો અને ચિન્હો દ્વારા ભવિષ્યની માહિતી આપે છે. એવી જ રીતે હસ્તરેખા શાસ્ત્ર માણસના હથેળીઓમાં રહેલી રેખાઓના આધરે ભવિષ્ય અંગે માહિતી આપે છે.

‘મારો હાથ જોઈ આપો ને?’

image source

હસ્તરેખા શાસ્ત્રનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. જ્યારે પણ આપણે કોઈ ભુવાજી, પંડિત કે જાણકાર પાસે જઈએ છીએ તો એમને આપણો હાથ દેખાડવાની આદત આપણામાં પહેલાથી જ આવી ગઈ છે. આપણે સહજ જ કહેતા હોઈએ છીએ ‘મારો હાથ જોઈ આપો ને?’.

એક પ્રકારે તો આ આપણી ઉત્સુકતાને આભારી છે. માણસ તરીકે ભવિષ્ય જાણવાની ઈચ્છા માણસમાં હંમેશા હોય જ છે. આપણને વર્તમાન કરતા ભવિષ્ય જાણવાની ઉતાવળ હંમેશા વધારે હોય છે. જો કે હસ્તરેખા શાસ્ત્રમાં હાથ જોનારનું જ્ઞાન મહત્વનું હોય છે. કારણ કે રેખાઓ સમજવાની શક્તિ હોય તો જ સાચું ભવિષ્ય જાણી શકાય છે.

image source

હસ્તરેખા જ્યોતિષના આધારે ભાગ્યની રેખા આપણને બતાવે છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે કે નહી. તો અહી જાણો ભાગ્ય રેખા સાથે જોડાયેલી અનેક અવનવી વાતો.

ભાગ્ય રેખા હાથમાં ક્યાં હોય છે

સામાન્ય રીતે આપણા હાથની હથેળીમાં આપણા જીવન સાથે જોડાયેલી બધી જ રેખાઓ આવેલી હોય છે. ભાગ્ય રેખા સામાન્ય રીતે જીવન રેખા, મણીબંધ, મસ્તિષ્ક રેખા, હ્રદય રેખા અથવા ચંદ્ર પર્વતથી શરુ થઈને શાની પર્વત એટલે કે મધ્યમાં આંગળીની નીચે વાળા ભાગને શની પર્વત કહેવાય એની તરફ જાય છે.

image source

ભાગ્ય રેખા મુજબ ફળપ્રાપ્તિ

• જો કોઈ માણસની હથેળીમાં ભાગ્ય રેખા મણીબંધથી પ્રારંભ થઈને શની પર્વત સુધી આવે તો અને દોષ રહિત હોય તો એ વ્યક્તિને ભાગ્યશાળી ગણવામાં આવે છે. એવા લોકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે.

• જો હથેળીમાં ભાગ્ય રેખા જીવન રેખાથી શરુ થાય તો વ્યક્તિ પોતાની મહેનતથી વધુ ધન સંપતિ મેળવે છે.

• જે લોકોની હથેળીમાં ભાગ્ય રેખા ચંદ્ર ક્ષેત્રથી શરુ થાય છે, એ બીજાની સહાય અથવા પ્રોત્સાહન દ્વારા સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

image source

• જો ચંદ્ર પર્વતથી નીકળીને કોઈ અન્ય રેખા ભાગ્ય રેખા સાથે સાથે ચાલે તો એવા વ્યક્તિના લગ્ન અત્યંત ધનવાન પરિવારમાં થાય છે. એવી વ્યક્તિ કોઈ સ્ત્રીની મદદથી સફળતા પ્રાપ્ત કરે છે.

Source: AsiaNetNews

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત