મધમાખી અને માખીની આ વાતો જાણીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં, શું તમને ખબર છે આ વિશે?

મધમાખી તો તમે જોઈ જ હશે. મધમાખી ફક્ત કોઈ એક પ્રકારની નથી હોતી પણ તેની અનેક જાતો હોય છે

image source

વળી, તેના વિષે અમુક વાતો બિલકુલ સામાન્ય હોય છે જેમ કે તેનો રંગ પીળો અને કાળો જ હોય છે અને તે મુખ્યત્વે મધનું ઉત્પાદન જ કરતી હોય છે અને તેનો ડંખ ઝેરી હોય છે વગેરે… પરંતુ તેના વિશેની બધી પ્રચલિત વાતો અમુક અંશે ખોટી પણ હોઈ શકે. જેના વિષે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. તો ચાલો જાણીએ મધમાખીની રોચક વાતો.

image source

તમને કદાચ ખબર ન હોય પણ માખીની લગભગ 20000 થી વધુ પ્રજાતિઓ પૃથ્વી પર વસે છે જેમાં ઘરમાં જોવા મળતી સાધારણ માખીનો પણ સમાવેશ થાય છે. જો કે મધમાખીની મધ બનાવતી પ્રજાતિઓ વિષેની માહિતી સર્વમાન્ય અને વધુ પ્રચલિત છે. તમને કદાચ જાણ નહીં હોય કે મધમાખીની ફક્ત અમુક પ્રજાતિઓ જ મધ બનાવવાની કામગીરી કરી જાણે છે. અને મધ બનાવતી મધમાખી પૈકી યુરોપની હની-બી પ્રજાતિની મધમાખી શ્રેષ્ઠ મધ બનાવે છે. દક્ષિણ એશિયામાં વસતી મધમાખીની છ પ્રજાતિઓ પણ એવી છે જે મધ બનાવે છે.

image source

ભારતમાં જોવા મળતી અને ભૂનગા તથા ડંભર નામે ઓળખાતી મધમાખી સૌથી નાનો આકાર ધરાવે છે અને તે સૌથી ઓછું મધ બનાવનારી મધમાખી પણ છે. આ પ્રજાતિની મધમાખીએ બનાવેલું મધ સ્વાદમાં સહેજ ખાટ્ટું હોય છે છતાં આયુર્વેદમાં આ પ્રકારના મધને શ્રેષ્ઠ મધ ગણવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે આ પ્રકારનું મધ બનાવવા મધમાખી એવી જડી-બુટીઓ અને નાનકડા ફૂલો પરથી પરાગ એકઠું કરે છે જ્યાં અન્ય મધમાખીઓ નથી પહોંચી શકતી. ભૂનગા તથા ડંભર પ્રજાતિની આ મધમાખીનું વૈજ્ઞાનિક નામ ” એપીસ મેલિપોના ” છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે માખીની વધુ પડતી પ્રજાતિઓ ડંખ નથી મારતી ફક્ત મધમાખી જ ડંખ મારે છે. વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ નર મધમાખી ક્યારેય ડંખ નથી મારતી પરંતુ માદા મધમાખી જ ડંખ માટે છે.

image source

મધમાખી અને માખી ફક્ત કાળા રંગની જ નથી હોતી પણ તે દુધિયા રંગની પણ હોય છે. ઉત્તર અમેરિકામાં જોવા મળતી એગા પોસ્ટેમોન સ્પલેન્ડેન્સ નામક માખી લીલા અને દુધિયા રંગની પણ હોય છે જયારે અહીં જ જોવા મળતી વૈલી કાર્પેન્ટર બી નામક માખી કાળા અને પીળા રંગની હોય છે જેમાં માદા માખીનો રંગ કાળો જયારે નર માખીનો રંગ પીળો હોય છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત