હિટ હોવા છતાં, આ અભિનેત્રીઓની કારકિર્દી બોલિવુડમાં ના ટકી શકી લાંબા સમય સુધી

હિટ હોવા છતાં પણ આ અભિનેત્રીઓની કારકિર્દી બોલીવુડમાં લાંબો સમય માટે ટકી શકી નહિ

image source

સામાન્ય રીતે આપણે બધા જ જાણીએ છીએ કે ફિલ્મ જગત એ એવી દુનિયા છે જ્યાં કલાકાર સફળ હોવા છતાં પણ ઘણી વાર એવું બનતું હોય છે કે, એમણે અમુક જ ફિલ્મો ફ્લોપ થવાના કારણે ગુમનામીમાં જીવવું પડે છે. ફ્લોપ ફિલ્મની અસર એમના કરિયર પર પડે છે, તેમજ જીવન ટકાવવા એમણે બીજા ક્ષેત્રમાં જવું પડે છે. તો કેટલીક અભિનેત્રીના જીવનમાં તો હિટ ફિલ્મો આપવા છતાં પણ અત્યારે ફિલ્મ જગતમાં જોવા મળતી નથી. આજે આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે આપણે વાત કરીશું.

અનુ અગ્રવાલ

image source

આશિકી ફિલ્મની અભિનેત્રી અનુ અગ્રવાલે 21 વર્ષની ઉમરે ફિલ્મ જગતમાં પગ મુક્યો હતો. જો કે ત્યારબાદ અનેક ફિલ્મો કરવા છતાં આશિકી જેવી સફળતા એમને મળી નહિ. વર્ષ 1999માં એમની સાથે રોડ અકસ્માત થયો જેનાથી એમની યાદશક્તિ પર ગંભીર અસર પણ થઇ હતી. આ દરમિયાન તે ૨૯ દિવસ જેટલો સમય કોમામાં રહી હતી અને એના ચાલવા ફરવાની શક્તિ પણ છીનવાઈ ગઈ હતી. જો કે ત્રણ વર્ષે બધું જ ઠીક થતા અનુ અગ્રવાલ એક યોગા ટીચર બની ગઈ હતી.

અંતરા માલી

image source

અંતરા માલી જે ફિલ્મ ‘મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં’ દ્વારા લાઈમ લાઈટમાં આવી હતી, પણ હવે તે ફિલ્મ જગતથી દુર થઇ ગઈ છે. જો કે અંતરાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથની ફિલ દ્વારા કર્યું હતું. ત્યારબાદ તે બોલીવુડમાં આવી હતી અને વર્ષ 2010માં છેલ્લી વાર તે બોલીવુડ ફિલ્મ ‘એન્ડ વન્સ અગેન’માં જોવા મળી હતી.

ઉદિતા ગોસ્વામી

image source

પોતાના એક દશક જેટલા લાંબા ફિલ્મી કરિયરમા ઉદીતા ગોસ્વામીએ માત્ર 13-14 ફિલ્મોમાં જ અભિનય કર્યો છે. જો કે ફિલ્મ જગતમાં એ પોતાના અભિનય અને બોલ્ડ તેમજ દિલધડક દ્રશ્યોના કારણે ચર્ચામાં રહેતી હતી. જો કે ફિલ્મમાં સફળતા ન મળતા ઉદિતા ગોસ્વામીએ પોતાના પ્રોફેશનને બદલી નાખ્યું હતું. હાલમાં ઉદિતા ડિસ્ક જોકી છે અને અનેક શૉ પણ કરે છે. ઉદિતા ગોસ્વામીએ પછીથી પ્રોફેશનલ ડીજેની ટ્રેનિંગ પણ લીધી હતી.

સ્નેહા ઉલાલ

image source

સલમાન ખાન સાથેની લકી ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશેલી એશ્વર્યા રાયની આબેહુબ પ્રતિકૃતિ જેવી સ્નેહા ઉલાલ બોલીવુડમાં પોતાના કરિયરને સફળ બનાવી શક્યા ન હતા. જો કે સ્નેહાએ લકી ફિલ્મ પછી સલમાનના ભાઈ સોહેલ ખાન સાથે ફિલ્મ આર્યનમાં પણ કામ કર્યું હતું પણ એ ફિલ્મ ચાલી નહિ. ત્યારબાદ એમની તબિયત ઠીક ન રહેતા એમણે ફિલ્મોમાં કામ કરવાનું જ છોડી દીધું હતું. ઉલ્લેખનીય છે કે સ્નેહા ત્યાર પછીથી પણ કેટલાક મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે.

ગ્રેસી સિંહ

image source

ગ્રેસી સિંહે પ્રથમ વખત આમીર ખાન સાથે ફિલ્મ લગાનમાં કામ કર્યું હતું. આ પછી અનેક ફિલ્મોમાં તે જોવા મળી હતી છતાં ખાસ અસર જમાવી શકી ન હતી. જો કે એને ફિલ્મોમાં લાંબુ ભવિષ્ય ન દેખાતા એણે બોલીવુડ છોડીને માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી સાથે જોડાઈ જવાનું પસંદ કર્યું હતું.

કોયના મિત્રા

image source

વર્ષ 2002માં કોયનાએ રોડ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી એણે ‘એક ખિલાડી એક હસીના’ અને ‘અપના સપના મની મની’ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જો કે કોયના ઘણી જલ્દી બોલીવુડમાંથી અદ્રશ્ય થઇ ગઈ હતી. જો કે કોયના અભિનય કરતા વધારે એના નાકની સર્જરીના કારણે ચર્ચામાં રહી હતી. જો કે છેલ્લે કોયના ‘બિગ બોસ’ સીઝન 13માં જોવા મળી હતી.

ગાયત્રી જોશી

image source

ગાયત્રી જોશીની પ્રથમ ફિલ્મ સ્વદેશ હતી, જેમાં એમણે શાહરૂખ ખાન સાથે કામ કર્યું હતું. જો કે આ ફિલ્મમાં લોકોએ શાહરુખના હોવા છતાં ગાયત્રીના અભિનયને વધારે વખાણ્યો હતો અને એને જ નોટીસ કરી હતી. સ્વદેશ ફિલ્મ દ્વારા લોકોને એમાં આગામી સુપર સ્ટાર દેખાઈ હતી, તેમ છતાં અચાનક જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

પ્રીતિ ઝાંગિયાની

image source

પ્રીતિ ઝાંગિયાનીએ પોતાના કરિયરની શરુઆત ફિલ્મ મહોબતે દ્વારા વર્ષ 2000માં કરી હતી. જો કે મહોબ્બતે એમની દેબ્યું ફિલ્મ હતી. આ ફિલ્મની સફળતા પછી પ્રીતિના ફેન્સની આશાઓ વધી ગઈ હતી, પણ જલદી જ પ્રીતિએ બોલિવૂડને અલવીદા કહી દીધું હતું. જો કે પ્રીતિએ વર્ષ 2008માં અભિનેતા પરવીન ડબાસ સાથે લગ્ન કરી લીધા હતા.

રિમી સેન

image source

હંગામા ફિલ્મ દ્વારા રીમી સેન ઘણી ચર્ચામાં આવી હતી. જો કે ત્યારબાદ એમણે ‘બાગબાન’, ‘ધૂમ’, ‘દીવાને હુએ પાગલ’ અને ‘ગોલમાલ’ જેવી એંક ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રિમી બિગબોસમાં પણ ભાગ લઈ ચૂકી છે. જો કે ઘણા સમયથી હવે તે ફિલ્મોમાં જોવા મળી નથી.

મયૂરી કાંગો

image source

પાપા કહેતે હૈ ફિલ્માં મયૂરી કાંગોએ લીડ રોલ ભજવ્યો હતો, આ ફિલ્મમાં એમની સાથે હંસરાજ પણ હતા. આ ફિલ્મ દ્વારા જ મયુરીને બોલીવુડમાં ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી. મયૂરીએ 2009ના વર્ષમાં પોતાની છેલ્લી ફિલ્મ કુર્બાનમાં અભિનય કર્યો હતો. જો કે ત્યાર બાદ મયૂરી કાંગોએ ગૂગલ ઇન્ડિયા જોઈન કરી લીધું છે. જેમાં તેઓ ઇન્ડસ્ટ્રી હેડ તરીકે કામ કરી રહ્યા છે. જો કે આ પહેલાં તેઓ ‘પબ્લિસિસ ગ્રુપ’ની ‘Performix.Resultrix’માં પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર રહી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત