માસ્ક પહેરીને જમવા જતાં ગ્રાહકો પાસેથી આ રેસ્ટોરન્ટમાં વસૂલવામાં આવે છે વધારાનાં પૈસા, જાણો આવું કેમ?
વિશ્વ આખામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વાયરસનાં સંક્રમણની આ ચેઇનને તોડવા માટે લોકોને કોરોના નિયમોનું પાલન કરવાનું કહેવાય રહ્યું છે. ભારતમાં પણ ઘણાં રાજ્યોએ લોકડાઉન જાહેર કર્યું છે. આ સમયે બહાર નીકળતા લોકોને માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની ખાસ જરૂર છે કારણ કે કોરોના ચેપ ચેપગ્રસ્ત વ્યક્તિની ખાંસી અથવા છીંક દ્વારા જ ફેલાય છે. આવી સ્થિતિમાં માસ્ક સૌથી અસરકારક નિવારક પગલું લાગે છે. જો કોઈ વ્યક્તિને ખાંસી આવે છે અથવા છીંક આવે છે અથવા ચીસો પાડે છે તો પછી તેના મોં અને નાક દ્વારા ઘણા ટીપાં હવામાં ફેલાય છે અને આ ચેપનું જોખમ વધારે છે.
આવી સ્થિતિમાં માસ્ક મોટા પ્રમાણમાં સુરક્ષા આપે છે. જીવલેણ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ભારત સહિત ઘણા દેશોએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આપણા દેશના ઘણા રાજ્યોમાં માસ્ક ન પહેરવા બદલ દંડ પણ ફટકારવામાં આવે છે. પરંતુ યુ.એસ.માં એક રેસ્ટોરન્ટના માલિકે માસ્ક વિશે એક વિચિત્ર નિયમ બનાવ્યો છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે.
આ રેસ્ટોરન્ટમાં માસ્ક પહેરીને આવતા ગ્રાહકોને 5 ડોલર (લગભગ 363 રૂપિયા)નો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. આ નિયમ અંગે રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે લોકડાઉનને કારણે ‘સામૂહિક નુકસાન’ની ભરપાઈ કરવા ગ્રાહકો પાસે આ રીતે વસૂલાત કરવી જોઈએ.
મળતી માહિતી મુજબ કેલિફોર્નિયાના મેન્ડોસિનોમાં ફિડલહેડ કાફેના માલિક ક્રિસ કેસલનું આ બાબતે માનવું છે કે લોકો સમાજના ઉત્કર્ષ માટે માસ્ક પહેરે છે. આવા લોકોને $ 5નો વધારાનો ચાર્જ આપવામાં કોઈ સમસ્યા નહીં હોય. આ વધારાના ચાર્જમાંથી એકત્રિત થયેલ નાણાં ચેરિટીમાં જશે. આથી મને નથી લાગતું કે સમાજની સંભાળ રાખવાનો દાવો કરનારા માસ્ક પહેરેલા લોકો પાસેથી ચેરિટી માટે 5 ડોલર લેવા એ કઈ ખોટી વાત કહેવાય અને તે કોઈ મોટી રકમ પણ નથી.
કોરોના વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનથી રેસ્ટોરન્ટના વ્યવસાયને ખૂબ અસર થઈ છે. આવી સ્થિતિમાં તેની અસર કેસલમેનના વ્યવસાય પર પણ પડી છે. લોકડાઉનને કારણે થતા નુકસાનની ભરપાઇ માટે આવા પગલા લેવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે કેસલમેન વ્યક્તિગત રૂપે માસ્ક પહેરવાની તરફેણમાં નથી.
તેમનું કહેવું છે કે મોટાભાગના ગ્રાહકો પણ તેમના જેવા જ વિચારો ધરાવે છે. કસેલમેન આ વિશે આગળ કહ્યું હતું કે હું તેમને તેમની પસંદગી પ્રમાણે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપું છું એટલે કે ગ્રાહક પોતાની પસંદગી મુજબ પૈસા આપી શકે છે. આટલું જ નહીં કેસલમેન સરકારના ‘બિનઅસરકારક’ પગલાઓના ભાગરૂપે માસ્ક પહેરવાનું ફરજિયાત માને છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!