ઓહહહ..5 સ્ટાર હોટલમાં બંધ દરવાજા પાછળ થતું હોય છે આટલું બધું, જાણો સ્ટાફે કહેલી આ ડરામણી કહાની

જો તમે હોટલમાં જઈને સીધા જ ત્યાં ટેબલ પર રાખવામાં આવેલ ગ્લાસમાં પાણી પીવાની આદત ધરાવો છો તો જરા થોભી જજો. ડેઇલી મેલના એક અહેવાલ મુજબ એક હોટલના સ્ટાફે જણાવ્યું હતું કે તમારા હોટલના રૂમમાં રાખવામાં આવેલ ચકચકાટ ગ્લાસ કેટલો ગંદો હશે તેની તમે કલ્પના પણ નથી કરી શકતા.

image source

સ્ટાફના કહેવા મુજબ રૂમ એટેન્ડન્ટ કામ અને ડેડલાઇનના બોજથી એટલા કંટાળી જાય છે કે તેઓ જે સ્ક્રબથી બાથરૂમ સાફ કરે છે તે સ્ક્રબથી જ ગ્લાસ પણ સાફ કરી નાખતા હોય છે. કારણ કે તેમનો હેતુ ફક્ત રૂમને સારો દેખાડવાનો જ હોય છે. સ્ટાફના એક વ્યક્તિએ જણાવ્યું કે, મેં વર્ષો સુધી વિશ્વના એક ટોપ રિસોર્ટમાં કામ કર્યું, ત્યાં હોટલના રૂમમાં ડિશ વોશર નહોતા ત્યારે અમે બાથરૂમના સ્ક્રબથી જ ગ્લાસ ધોઈ લેતા હતા.

image source

એક હોટલ કર્મચારીએ જણાવ્યું કે, વિશ્વમાં ઘણા લોકો એવા હોય છે જે પોતાની જીવન લીલા સંકેલવા માટે વેકેશન પર જાય છે અને એક દિવસ તેઓ કોઈ હોટલના રૂમમાં મૃત્યુ પામેલી અવસ્થામાં મળી આવે છે. હોટલ રૂમના બંધ દરવાજાઓ પાછળ એવું ઘણું બધું થતું હોય છે જે ક્યારેય સમાચારોમાં જાહેર નથી થતું.

image source

હોટલના એક કર્મચારીએ જે વાતો જણાવી તે તો ભારે ભયજનક હતી. તેના દાવા મુજબ હોટલમાં ઓછામાં ઓછા 40 ટકા બેડ એવા હોય છે જેના પર કોઈનું મૃત્યુ નીપજ્યું હોય છે. તેણે જણાવ્યું કે બની શકે કે હોટલના રૂમમાં જે બેડ પર તમે સુઈ રહ્યા હોય તે બેડ પર ક્યારેક કોઈનું મૃત્યુ પણ થયું હોય. તેણે એમ પણ જણાવ્યું કે, આ બાબત હોટલના પ્રકાર અને ગ્રાહકો પર પણ આધાર રાખે છે પરંતુ વિશ્વમાં એવા પણ અનેક હોટલ છે જ્યાં દર સપ્તાહે એક મૃત્યુ થાય છે.

image source

એક હોટલ સ્ટાફએ જણાવ્યું કે તમે ગમે તેટલી મોંઘી હોટલમાં કેમ ન ગયા હોય પરંતુ ત્યાં તમે તમારા લગેજને બેડ પર રાખવાની ભૂલ ક્યારેય ન કરતા કારણ કે હોટલની બેડમાં અમુક જીવાતો હોય છે જો તમે આ જીવાતો પર તમારો સામાન રાખી દીધો હોય એટલે તેનો અર્થ એ થાય કે તમે જ્યારે ઘરે પરત ફરશો ત્યારે તમારા સામાન સાથે બે ચાર જીવાતો પણ ઘરે લાવશો.

image source

એક સ્ટાફના જણાવ્યા મુજબ, હોટલોના રૂમમાં એટેન્ડન્ટ ક્યારેય ગેસ્ટનો સામાન ચોરી નથી કરતા. તેના કહેવા મુજબ ગેસ્ટનો સામાન ખોવાઈ જવાની સ્થિતિમાં સામાન શોધવા પર તે રૂમની અંદર જ મળી આવે છે. શું તમને એવું લાગે છે કે તમારા એક જુના આઇપેડ માટે કોઈ હોટલ સ્ટાફ પોતાની નોકરી છૂટવાનું જોખમ લઈ શકે ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!