બસ આટલું ધ્યાન રાખશો તો બાઇકમાં વારંવાર ખરાબ નહિં થઇ જાય જમ્પર, જાણી લો આ નાનકડી ટ્રિક તમે પણ

કોઈપણ મોટરસાયકલમાં સસ્પેન્શન એટલે કે તેના જંપર મહત્વનો ભાગ ગણાય છે. સસ્પેન્શન અનેક પ્રકારે આપણને ઉપયોગગી થાય છે અને તેના ઘણા ફાયદાઓ પણ છે. તે બાઇકની હેન્ડલિંગ અને બ્રેકીંગમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે અને મોટરસાયકલ પર સવાર યાત્રીઓને રોડ રસ્તા પરના ખાડા, બમ્પર પર ઉછળવા દરમિયાન વાઈબ્રેશનથી મુક્ત રાખે છે જેના કારણે સુરક્ષા અને આરામદાયક યાત્રાનો આનંદ મળે છે.

image source

બાઈકનો આ મુખ્ય ભાગ જો ખરાબ થઈ જાય તો મોટરસાયકલની રાઈડ દરમિયાન રસ્તામાં આવતા ખાડા અને પથ્થરોને કારણે મોટરસાયકલમાં નુકશાન થઈ શકે છે. એટલું જ નહીં વાહન ચાલક માટે પણ બાઈક ચલાવવી મુશ્કેલ બની જાય છે. તમને કદાચ ખબર ન હોય પણ જો બાઈકનું સસ્પેન્શન ખરાબ થઈ જાય તો બાઈક માંડ અમુક કિલોમીટર સુધી જ ચાલી શકે છે. તમારી બાઈકનો આ જરૂરી પાર્ટ જો જલ્દી ખરાબ થઈ જતો હોય તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તેની કઈ રીતે સંભાળ રાખવી જરૂરી છે. અને આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક એવી ટિપ્સ આપી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા બાઈકનું સસ્પેન્શનને સારી સ્થિતિમાં રાખશે.

image source

નિયમિત રીતે કરાવો સર્વિસ

બાઈકને સારી સ્થિતિમાં રાખવા માટે તમારે તેની સમયસર સર્વિસ કરાવવી જરૂરી છે. પરંતુ માત્ર બાઈકનું સર્વિસ કામ કરાવવું જ જરૂરી નથી. તમારે તેના જરૂરી સ્પેરપાર્ટની સર્વિસ કરાવવી પણ જરૂરી છે. મોટરસાયકલના આ પાર્ટ્સમાં સસ્પેન્શન પણ શામેલ છે. ઘણી વખત એવું થતું હોય છે કે સસ્પેન્શનમાં ખરાબી આવવા લાગે છે અને રાઈડરને તેની ખબર પણ નથી હોતી. એટલા માટે એ ખાસ મહત્વનું છે કે તમે તમારા બાઈકના સસ્પેન્શનની દર બે મહિને એક વખત સર્વિસ અથવા ચેકઅપ કરાવી લો. જેથી ક્યારેક આવી પડતી અણધારી મુશ્કેલી ટાળી શકાય.

image source

સસ્પેન્શન ફ્લુઇડ

અનેક વખત જ્યારે બાઈકનું સસ્પેન્શન વ્યવસ્થિત રીતે કામ ન કરે તો તેમાં નાખવામાં આવતા ફ્લુઇડની તપાસ કરાવવી જોઈએ. આ ફ્લુઇડના કારણે જ સસ્પેન્શન સારી રીતે સ્મૂથ થઈને કામ કરે છે. એટલે જો તેમાં કોઈ પ્રકારની ક્ષતિ સર્જાય તો બાઈક ચલાવતા અને બ્રેકીંગ કરતા સમયે ઝટકા લાગે છે. આ મુશ્કેલી ન પડે તે માટે બાઈક સસ્પેન્શનના ફ્લુઇડની તપાસ કરાવતા રહેવું.

image source

ખરાબ રસ્તાઓ પર ઓછી સ્પીડ રાખો

જો તમે ઉબડ ખાબડ રસ્તાઓ પર તમારી બાઈક સ્પીડથી ચલાવી રહ્યા છો તો તમારે આમ કરવાની આદત કાઢી નાખવી જોઈએ. અસલમાં આ જ એ કારણ છે કે જેના કારણે સસ્પેન્શનની સ્પ્રિંગ વહેલા જ નબળી પડી જાય છે અને વ્યવસ્થિત રીતે કામ નથી કરતી. આગળ જતાં આ સ્પ્રિંગ સાવ બેસી જાય છે અને સસ્પેન્શન કામ કરતા બંધ થઈ જાય છે. આવી સ્થિતિ ઉભી ન થાય તે માટે બાઇકને ખરાબ અને ખાડા ટેકરા વાળા રસ્તાઓ પર ખૂબ ગતિથી ચલાવવાના બદલે સામાન્ય ગતિએ ચલાવવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!