હવે ખેડૂતો ખેતીની સાથે વધારાની આવક મેળવી શકશે અને પણ ઓછા મૂડી રોકાણ પર, સરકાર આપી રહી છે મોટી સબસીડી

હવે ખેડૂતો ખેતીની સાથે વધારાની આવક મેળવી શકશે અને પણ ઓછા મૂળી રોકાણ પર, સરકાર આપી રહી છે મોટી સબસીડી

વિજળીના બિલ પર થતા વધુ પડતા ખર્ચને ઓછો કરવા અને સોલાર પેનલ થકી ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ફ્રી સોલર પેનલ યોજના શરૂ કરી છે. જેમા ખેડૂતોને પોતાના ખેતર અથવા ઘરના ધાબાને ખાનગી કંપનીઓને ભાડા પર ઉપલબ્ધ કરાવવાની રહેશે. તેના બદલે તેમને સારા એવા પૈસા પણ મળશે. જેનાથી તેમની આવક પણ ચાર ગણી થઈ જશે. એટલુ જ નહી આ યોજના હેઠળ સોલર પેનલ બિલકુલ ફ્રીમાં લગાવવામા આવશે. તેનાથી ઉત્પન્ન થનાર વિજળીને વેચી પણ શકાય છે. તો શું છે આ યોજના અને કેવી રીતે તમે તમારી કમાણીને વધારી શકશો આવો જાણીએ…

image source

શું છે ફ્રી સોલર પેનલ યોજના?

આ યોજનામાં ખેડૂત પોતાના ખેતરના 1/3 ભાગને સોલર પેનલ લગાવવા માટે ભાડા પર આપી શકે છે. તેના બદલે ખાનગી કંપનીઓ તેમને 1 લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી ભાડુ આપષે. આ યોજનામાં ખેડૂત 25 વર્ષ માટે કંપનીને પોતાના ખેતર ભાડા પર આપશે. આ દરમિયાન કંપની નિયમિત રૂપથી દર વર્ષે પૈસા આપશે. તો 25 વર્ષ પૂર્ણ થયા બાદ ખેડૂતોને કંપનીઓ 4 લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી આપશે. તેનાથી તેમની કમાણી ચારગણી થઈ જશે.

image source

સૌર ઉર્જાથી વિજળી ઉત્પન થઈ શકે છે

સોલર પેનલ યોજના એવા ખેડૂતો માટે પણ ફાયદાકારક છે જેમની જમીન બંજર અને સૂકી છે. તેઓ જમીન પર સોલર પેનલ લગાવી સૌર ઉર્જાથી વિજળી બનાવી શકે છે તથા વિવિધ સરકારી અને ગેર સરકારી વિજળી કંપનીઓને વેચીને દર મહિને પૈસા પણ કમાઈ શકે છે. એક મેગાવોટનો સોલર પ્લાનટ લગાવવામાં 6 એકર જમીનની જરૂરિયાત પડે છે. તેનાથી 13 લાખ યૂનિટ વિજળી પણ બનાવી શકાય છે. ખેડૂત તેને વેચીને સારો નફો પણ કમાઈ શકે છે. પ્રધાનમંત્રી સોલર પેનલ યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવી લાભ પણ લઈ શકો છો.

image source

સોલર પેનલના ફાયદા

1 એકર જગ્યા આપવા પર ખેડૂતોને 1000 યૂનિટ ફ્રી વિજળી મળશે. સાથે જ જરૂરિયાતથી વધુ વિજળી પેદા થવા પર તેને કંપની અથવા સરકારને પણ વેચી શકે છે.

સોલર પેનલ લગાવવામાં ખેડૂતને કોઈ ખર્ચ કરવો પડશે નહી. પીપીપી મોડલ પર ખાનગી કંપનીઓ તેને પોતાના ખર્ચથી લગાવશે.

image source

સોલર પેનલ યોજના હેઠળ ખાનગી કંપનીઓ ખેડૂતોને ભાડા તરીકે 1 લાખ રૂપિયા પ્રતિ એકર આપશે. તો 25માં વર્ષથી 1 એકર ખેતરનું ભાડુ 4 લાખ રૂપિયા થઈ જશે.

સોલર પેનલ જમીનથી 3.5 મીટરની ઉંચાઈ પર લગાવવામાં આવશે. જેનાથી ખેડૂતોને ત્યાં ખેતી કરવામાં સમસ્યા આવશે નહી.

25 વર્ષનો કરાર કરવામાં આવશે

આ યોજનાનો લાભ લેશે તે ખેડૂતો સાથે 25 વર્ષનો કરાર કરવામાં આવશે. ખેડૂતોએ વીજ બિલના રૂપિયા ભરવા પડશે નહીં. ખેડૂતો જે પાંચ ટકા રકમ ભરશે તે તેમને 8 થી 12 મહિનામાં પરત આપવામાં આવશે. સોલર પેનલ લગાવ્યા બાદ ખેડૂતો પાક પણ વાવી શકશે. આ યોજનાથી પાણી અને વિજળીની બચત થશે.

image source

870 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે

આ યોજના હેઠળ રાજ્યમાં 137 ફીડર કરવામાં આવશે. રાજ્યના 12400 ખેડૂતો સુધી પહોંચીને પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. 870 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે. આ યોજના હેઠળ દર વર્ષે 16 હજારના રોકાણ સામે 11 હજારનો નફો ખેડૂતોને થાય છે. આ સાથે સરકારે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, જે ખેડૂતોના પેન્ડિંગ વીજ જોડાણ છે તેને તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત