કોરોના વેક્સિનને લઇને કંઇક આવો છે ભારત સરકારનો પ્લાન, આ પડોશી દેશોને આપશે પ્રાથમિકતા

કોરોના વેક્સિનના પૂરવઠાને લઇને ભારત સરકારનનું આયોજન કંઈક આવું છે – ભારત આ દેશોને આપશે પ્રાથમિકતા

16મી જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે આ સંજોગોમાં ભારતનો વેક્સિન પુરવઠાને લઈ એક વિશિષ્ટ પ્લાન છે. ભારત દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનની માંગ વિશ્વના અન્ય દેશો દ્વારા પણ કરવામા આવી છે. તેને ધ્યાનમાં રાખતા ભારતે બ્રાઝિલ, સાઉદી અરબ, મ્યાનમાંર, દક્ષિણ આફ્રિકા, મોરોક્કો જેવા દેશોએ ભારત પાસેથી વેક્સિનની માંગ કરી છે. જો કે મળેલી માહિતી પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે ભારત સરકાર ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ તેમજ અફઘાનિસ્તાન જેવા પાડોશિ દેશોને પ્રાધાન્ય આપશે.

image source

ભારત દ્વારા બે કોરોના વેક્સિન બનાવવામા આવી છે અને હવે ગણતરીના દિવસોમાં જ ભારતમાં વેક્સિનેશન અભિયાન શરૂ કરી દેવામા આવશે. બીજી બાજુ અમેરિકા, ચીન ઉપરાંતના દેશોએ પણ વેક્સિન શોધી છે પણ વિશ્વના કેટલાક દેશો ભારત પાસેથી વેક્સિનની આશા રાખી રહ્યા છે. જો કે તે માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુસાર શ્રીવાસ્તવે જણાવ્યું છે કે ભારત પહેલેથી જ કોરોનાની વૈશ્વિક મહામારી વિરુદ્ધ લડવામાં એકધારુ સક્રિય રહ્યું છે. અને તે બાબતે બીજા દેશોને સહયોગ આપવો પણ તે આપણા દેશનું કર્તવ્ય હોવું જોઈએ.

વડાપ્રધાન મોદી દ્વારા આ પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવી

image source

શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ભારત દ્વારા 2 વેક્સિન તૈયાર રવામાં આવી છે. કોવિશિલ્ડ અને કોવેક્સીન અને તે બન્નેના ઇમરજન્સી યુઝની મંજૂરી આપી દેવામા આવી છે. તેમણે ભારતની સક્ષમતાઓ વિષે જણાવતા કહ્યું હતું કે થોડા સમય પહેલા ભારત વિદેશમાંથી પીપીઈ કીટ, વેન્ટિલેટર, ટેસ્ટિંગ કિટ તેમજ માસ્ક મંગાવતું હતું પણ હવે દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. અને હવે ઘણા બધા દેશોએ ભારતને અરજ કરી છે કે તેઓ ગવર્નમેન્ટતી ગવર્નમેન્ટના આધારે વેક્સિન વિકસાવનારાઓને આદેશ આપે કે જેઓ ભારતમાં કોરોનાની વેક્સિનનું નિર્માણ કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે તાજેતરમાં નેપાળે ચીનની વેક્સિનને નકારીને ભારત પાસે 12 મિલિયન કોરોના વેક્સીન ડોઝની માંગ કરી છે. તો બીજીબાજુ ભૂટાનને પણ પૂનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનના 10 લાખ ડોઝની માંગ કરી છે, તો મ્યાનમારે પણ વેક્સિન મેળવવા માટે કોન્ટ્રાક્ટ સાઇન કર્યા છે. બાંગ્લાદેશ પણ કોવિશીલ્ડ વેક્સિનની 3 કરોડ ડોઝ માટે વાત કરી રહ્યું છે. તમને એ પણ જણાવી દઈએ કે માત્ર એશિયાના દેશો જ નહીં પણ એશિયા બહારના દેશોએ પણ કોરોના વેક્સિન માટે ભારત સામે અપેક્ષા ભરી નજર કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત