જો તમારી પાસે પણ છે iPhone 6, Phone 6S plus અને iPhone SE તો કરી લો આ કામ ફટાફટ

આજના સમયમાં એવું તો કોઈ નહીં જ હોય જેને વોટ્સએપ વિશે ખબર ન હોય કે પછી તેણે વોટ્સએપ વાપર્યું જ ન હોય. આવા લોકો હોય તો પણ ખૂબ ઓછા હશે. કારણ કે સતત વિકસતી ટેકનોલોજી અને ઈન્ટરનેટના વધેલા ઉપયોગના કારણે કરોડો લોકો માટે વોટ્સએપ હવે એક સામાન્ય વસ્તુ બની ગઈ છે અને સાથે જ જીવનનો એક ભાગ પણ.

image soucre

ઈંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સએપ મોટાભાગના લોકોના સ્માર્ટફોનમાં ઈંસ્ટોલ જ હોય છે. લોકો પોતાના મિત્રો, પરિજનો, ઓફિસના લોકો સાથે તેના માધ્યમથી કનેક્ટ રહે છે. ખાસ કરીને હવે તો ગૃપનું ચલણ વધ્યું છે તો દરેક વ્યક્તિના ફોનમાં અલગ અલગ પ્રકારના ગૃપ પણ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે 1 નવેમ્બરથી કેટલાક સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે ?

આજના સમયમાં આ વાત એક મોટા ઝટકા જેવી લાગે. પરંતુ તે હકીકત છે. જો તમારો પણ સ્માર્ટફોન આ યાદીમાંથી એક છે તો તમારી પાસે વોટ્સએપ વાપરવા માટે થોડા જ દિવસો બાકી બચ્યા છે. કારણ કે 1 નવેમ્બર પછી તમારા આ સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ નહીં કરે.

image soucre

વોટ્સએપ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે જૂના એન્ડ્રોયડ અને આઈઓએસ પર તે સપોર્ટ કરવાનું બંધ કરી રહ્યા છે. હવે વોટ્સએપ એન્ડ્રોયડ 4.1 અને તેનાથી ઉપરના વર્ઝન કે પછી જ આઈઓએસ 10 અને તેની ઉપરના વર્ઝન પર જ કામ કરશે. સામાન્ય શબ્દોમાં કહીએ તો જો તમારો સ્માર્ટફોન વર્ષ 2013નો કે તેનાથી પણ પહેલાનો છે તો તમારા ફોનમાં 1 નવેમ્બરથી વોટ્સએપ કામ કરશે નહીં.

image soucre

જો તમારો સ્માર્ટફોન પણ જૂનો છે અને તેમ છતાં તમારે વોટ્સએપ પણ વાપરવું છે તો તમારે સૌથી પહેલા સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ ચેક કરવી. સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ ચકાસવા માટે એન્ડ્રોયડ ફોનના સેટિંગમાં જવું. ત્યાં અબાઉટ ફોનમાં જઈ તેના ઓએસને ચેક કરો. અલગ અલગ ફોનમાં તે વિકલ્પ અલગ અલગ જગ્યાએ હોય છે.

image soucre

જો તમારો ફોન અપડેટ આપી રહ્યો છે તો તુરંત તમારા ફોનને અપડેટ કરી લો. જો તમારો ફોન 4.1 એન્ડ્રોયડ કે પછી તેનાથી ઉપરના ઓએસથી એપડેટ હશે અથવા તો થઈ જાય છે તો 1 નવેમ્બર પછી પણ તમે ફોનમાં વોટ્સએપ વાપરી શકો છો.

જો આઈફોનની વાત કરીએ તો આગામી 1 નવેમ્બરથી જે આઈફોન યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે તેમાં iPhone 6, Phone 6S plus અને iPhone SEનો સમાવેશ થાય છે.