આ પાવરફૂલ યુવતીએ જગત જમાદાર જો બાઈડેનને ધમકી આપી, જાણો કોણ છે આ યુવતી

ચેન સે સોના ચાહતે હે તો…..” કિમ જોંગ ઉનની બહેને આપી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની ધમકી.

નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનની પ્રભાવશાળી બહેન કિમ યો જોંગે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઇડનને ધમકી આપી છે. એમનું કહેવું છે કે અમેરિકા એવા કોઈ પગલાં ન ભરે કે જેના કારણે એમને હવે પછી આવનારા 4 વર્ષો માટે પોતાની ઊંઘ હરામ કરવી પડે. મંગળવારે અહીંયાના સરકારી ન્યૂઝ પેપરે આ વિશે જાણકારી આપી છે. વાત જાણે એમ છે કે મંગળવારથી યુનાઇટેડ સ્ટેટ્સના નવા રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રશાસનના ઉચ્ચ અધિકારી જાપાન અને સાઉથ કોરિયાની યાત્રા પર પહોંચી રહ્યા છે.

image source

પેન્ટાગણના મુખીયા અને અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લીન્કેન સોમવારે જાપાન પહોંચ્યા હતા. અહીંયા એમનું ફોક્સ ચીન વિરુદ્ધ પોતાની સૈન્ય એકતાને વધારવા પર અને ન્યુક્લિયર પાવર નોર્થ કોરિયા વિરુદ્ધ પોતાનો મોરચો મજબૂત કરવા પર છે.

કિમ યો જોંગ, કિમ જોંગ ઉનના પ્રમુખ સલાહકારોમાંથી એક છે. આ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડનના વ્હાઇટ હાઉસ સંભાડયાના ચાર મહિના પછી પહેલી વાર આવેલી પ્રતિક્રિયા છે. જો કે એમને યુનાઇટેડ સ્ટેટ્સના નવા રાષ્ટ્ર પતિ જો બાઇડનને સંબોધીને સીધું સીધું કઈ જ નથી કહ્યું.

image source

અમેરિકા અને સાઉથ કોરિયાએ ગયા અઠવાડિયે સંયુક્ત સૈન્ય અભ્યાસ શરુ કર્યો છે એ પછી નોર્થ કોરિયાના ઓફિશિયલ ન્યૂઝ પેપર રોડોન્ગ સીનમુન પેપરમાં કિમ યો જોન્ગનું આ બયાન છપાયું હતું. કિમ યો જોંગે અમેરિકાને ધમકી સ્વરૂપ સલાહ આપતા કહ્યું હતું કે અમારા દેશમાં બારુદની ગંધ ફેલાવવા માટે સંઘર્ષ કરી રહેલા યુનાઇટેડ સ્ટેટ્સના નવા પ્રશાસનને સલાહ કે કે જો તમે હવે પછી આવનારા ચાર વર્ષો સુધી સારી રીતે ઊંઘ લેવા માંગતા હોય તો સારું થશે કે શરૂઆતથી જ એવા કોઈ કામ ન કરો જેના કારણે તમારે તમારી શાંતિની ઊંઘ ગુમાવવી પડે.”‘

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા ટ્રમ્પ પ્રશાસનમાં બંને દેશો વચ્ચે સંબંધ સુધારવાના અણસાર દેખાયા હતા. એકબીજા પર હુમલો કરનાર બંને નેતાઓએ ખૂબ જ નાટકીય અંદાજમાં એકબીજા તરફ મિત્રતાનો હાથ આગળ વધાર્યો હતો અને ઘણી મુલાકાતો પણ કરી હતી. જો કે આ મુલાકાતોનું કોઈ ચોક્કસ પરિણામ નીકળ્યું ન હોતું. અમેરિકા નોર્થ કોરિયાને ડીન્યુક્લિરાઈઝેશન કરવા માંગે છે.તમને જણાવી દઈએ કે નોર્થ કોરિયા પોતાના ન્યુક્લિયર વેપન પ્રોગ્રામના કારણે ઘણા ઇન્ટરનેશનલ પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકાએ કહ્યું હતું કે એ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઉત્તર કોરિયા સાથે રાજનૈતિક સંપર્ક સ્થાપિત કરવાના પ્રયત્ન કરી કર્યું છે. ઉત્તર કોરિયાએ હજી સુધી એ વાત નથી માની કે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!