જન ધન ખાતાના ગ્રાહકો માટે આવ્યો છે ખાસ મોકો, આ 1 કામ કરીને મેળવી લો 1.30 લાખ રૂપિયાનો લાભ

પ્રધાન મંત્રી જન ધન યોજનાના આધારે એકાઉન્ટ હોલ્ડરને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળશે. તો તમે પણ હજુ સુધી જન ધન ખાતુ ખોલ્યું નથી તો તરત જ ખોલાવી લો. આ એક એવી યોજના છે જેના આધારે દેશના ગરીબોને ખાતું ઝીરો બેલેન્સ હોવા પર લાભ મળશે. પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રિય કૃત બેંકમાં ખાતું ખોલાવી શકાય છે. આ સરકારની તરફથી શરૂ કરાયેલી સૌથી મહાત્વાકાંક્ષી યોજનામાંની એક છે. આ યોજનાના આધારે વ્યક્તિ પોતાના બેંક ખાતાને સરળતાથી ખોલાવી શકે છે. તો જાણો આ યોજનાનો લાભ કેવી રીતે મળી શકે છે અને તેના માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર રહે છે.

મળશે 1.30 લાખ રૂપિયા

image source

આ યોજનાના આધારે અનેક રીતના નાણાકીય લાભ મળે છે. પીએમ જન ધન યોજનાના આધારે ખોલવામાં આવેલા એકાઉન્ટમાં એકાઉન્ટ હોલ્ડરને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે. આ સિવાય તેમાં દુર્ઘટના વીમો પણ બને છે. એકાઉન્ટ હોલ્ડરને 1,00,000 રૂપિયાનો દુર્ઘટના વીમા અને સાથે તેમાં 30,000 રૂપિયાનો જનરલ ઈન્શ્યોરન્સ મળે છે. એવામાં કોઈ ખાતા ધારકની સાથે કોઈ ઘટના બને છે અને તેનું મૃત્યુ થાય છે તો પરિવારને એક લાખ રૂપિયા મળે છ.

કેવી રીતે ખોલશો એકાઉન્ટ

image source

જો તમે તમારું જન ધન એકાઉન્ટ ખોલવા ઈચ્છો છો તો તમે નજીકની બેંકમાં જઈને ફોર્મ લાવો અને તેને ભરો. તેમાં નામ, મોબાઈલ નંબર, બેંકની બ્રાન્ચનું નામ, અરજીનું એડ્રેસ, નોમિની, વ્યવસાય કે રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ કે વોર્ડ નંબર, વિલેજ કોડ કે ટાઉન કોડની માહિતી આપવાની રહેશે. ભારતમા રહેતા કોઈ પણ નાગરિક, તેમની ઉંમર 10 વર્ષ કે તેનાથી વધારે છે તેઓ આ જન ધન ખાતું ખોલાવી શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

image source

પ્રધાનમંત્રી જન ધન યોજના (PM Jan Dhan Yojana Documents)ના આધારે ખાતુ ખોલાવવા માટે આધારકાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મતદાન કાર્ડ, NREGA જોબ કાર્ડ, ઓથોરિટીનો લેટર, નામ, એડ્રેસ અને આધાર નંબર લખેલો હોય તે જરૂરી છે. આ સિવાય ગેઝેટેડ ઓફિસર દ્વારા જાહેર કરાયેલા લેટર જેની પર ખાતુ ખોલાવવા માટે ફોટો પણ એટેસ્ટેડ હોવો જરૂરી છે.

જાણો શું છે PM Jan Dhan એકાઉન્ટના ફાયદા

આ એકાઉન્ટ ખોલાવ્યાના 6 મહિના બાદ ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે.

2 લાખ રૂપિયા સુધીનું એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવર

30000 રૂપિયા સુધીનું લાઈફ કવર

કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનામાં પેન્શન માટે ખાતું ખોલવું થશે સરળ

image source

ખાતા સાથે ફ્રી મોબાઈલ બેંકિંગની સુવિધા

રૂપે ડેબિટ કાર્ડની સુવિધા જેનાથી ખાતામાંથી રૂપિયા કાઢવા અને ખરીદી કરવાનું સરળ બને છે.

વીમા પેન્શન પ્રોડ્કટસ ખરીદવાનું સરળ બનશે.

ડિપોઝિટ પર વ્યાજ દર મહિને

દેશભરમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની સારી સુવિધા

સરકારી યોજનાઓના ફાયદાના રૂપિયા સીધા એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં મળે છે.