બ્લુ કલરનું હોય છે બાળકોનું વિશેષ “બાલ આધાર કાર્ડ”, જાણી લો ઘરે બેઠા કેવી રીતે કાઢી શકશો, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો તમે પણ

આધાર કાર્ડ આજનાં સમયમાં લગભગ દરેક લોકો જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. ફક્ત વૃદ્ધ કે યુવાન માટે જ નહીં પરંતુ નાના બાળકો માટે પણ આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. બાળકોના શાળા પ્રવેશ સહિતના અનેક કામોમાં આધાર કાર્ડની જરૂર પડે છે. જો તમારા ઘરમાં પણ 5 વર્ષથી નાના બાળકો હોય તો તમારે પણ તેનું 12 અંકો વાળું આધાર કાર્ડ જરૂર બનાવી લેજો કારણ કે તેની જરૂર ગમે ત્યારે પડી શકે છે. દેશમાં આ એક મહત્વપૂર્ણ આઈડી પ્રુફ તરીકે માન્ય રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સરકારે 5 વર્ષથી નાના બાળકો માટે ખાસ બ્લુ કલરનું અને 12 અંકો વાળું આધાર કાર્ડ જાહેર કર્યું છે જેને બાલ આધાર કાર્ડ ના નામે ઓળખવામાં આવે છે. તમારે પણ આ બાલ આધાર કાર્ડ બનાવડાવવું હોય તો તેના માટેની શું પ્રોસેસ છે ચાલો જાણીએ.

image source

પહેલા એ પણ જાણવું જરૂરી છે કે બાલ આધાર કાર્ડ અસલમાં એડલ્ટ આધાર કાર્ડ જેવું જ આવે છે અને તેમાં બાળકોનું ઇનરોલમેન્ટ કરાવવા માટે માતાપિતાએ નજીકના આધાર સેન્ટ ખાતે જવાનું રહે છે. ત્યાં જઈને માતાપિતાએ એક ઇનરોલમેન્ટ ફોર્મ ભરવાનું હોય છે. એ સ્પષ્ટ રહે કે તેમાં બાળકોનો કોઈ ડેટા કેપ્ચર કરવામાં નથી આવતી. તેમાં માત્ર 5 થી 15 વર્ષના બાળકના ફિંગરપ્રિન્ટ અને ફેશિયલ ફોટો લેવામાં આવે છે. સાથે જ એ પણ જાણવું જરૂરી છે કે બાલ આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવતો.

image source

બાલ આધાર કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ

1. બાળકનું જન્મ પ્રમાણપત્ર અથવા તેના સ્કૂલનું આઈડી કાર્ડ

2. માતાપિતાના આધાર કાર્ડની માહિતી

3. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યાનું ફોર્મ

બાલ આધાર કાર્ડ માટેની અરજી

image source

1. આ માટે તમારે નજીકના આધાર કાર્ડ સેન્ટર પર જવાનું રહેશે.

2. ત્યાં માતાપિતાના આધાર કાર્ડ સાથે બાળકના જન્મનું પ્રમાણપત્ર લઈ જવું.

3. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું બાયોમેટ્રિક નહીં લેવામાં આવે

4. 5 વર્ષથી ઓછી વયના બાળકોના આધાર કાર્ડને તેના માતાપિતાના આધાર કાર્ડ સાથે લિંક કરી દેવામાં આવે છે.

બાલ આધાર કાર્ડ માટે આ રીતે બુક કરી શકાય છે એપોઇન્ટમેન્ટ

image source

1. જો તમે બાલ આધાર કાર્ડ માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માંગતા હોય તો તેના માટે તમારે સૌપ્રથમ UIDAI ની ઓફિશિયલ વેબસાઈટની વિઝીટ કરવાની રહેશે.

2. ત્યાં તમારે આધાર રજિસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

3. અહીં તમારા બાળકની અમુક વિગતો માંગવામાં આવશે જેમ કે નામ, માતાપિતાના મોબાઈલ નંબર, ઇ મેલ આઈડી વગેરે..

4. પર્સનલ ડિટેલ ભર્યા બાદ એપોઇન્ટમેન્ટ ફિક્સ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારા સુવિધા મુજબના ટાઇમ અને સ્લોટ બુક કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!