આ કંપનીની લોકપ્રિય કારનું CNG વર્ઝન ટૂંક સમયમાં આવશે બજારમાં, શરૂ થયું બુકીંગ

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની tata મોટર્સ પોતાની બેસ્ટ સેલિંગ કાર tiago નું સીએનજી વર્ઝન ટૂંક સમયમાં જ લોન્ચ કરી શકે છે. પરંતુ એ પહેલા કંપનીએ કારનું બુકિંગ શરૂ કરી દીધું છે. ટિયાગો સીએનજી વર્ઝન માટે ગ્રાહક પોતાના નજીકના ડીલરશીપ પોઇન્ટ પર જઈને તેનો બુકિંગ કરાવી શકે છે. આ કાર માટેનું ટોકન બુકિંગ અમાઉન્ટ 5000 રૂપિયા રાખવામાં આવેલ છે.

image source

આ સાથે જ જો તમે ટાટા ટિયાગો નું ઈલેક્ટ્રીક વર્ઝન એટલે કે ઇલેક્ટ્રિક કાર ખરીદવા ઈચ્છતા હોય તો તેને પણ માત્ર પાંચ હજાર રૂપિયાના બુકિંગ ટોકન પર બુકિંગ કરાવી શકો છો. tata tiago cng ને તાજેતરમાં જ ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન તેના ઘણા ફીચર્સ અને સ્પેસિફિકેશન ની ડિટેલ મળી હતી. ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન સ્પોટ કરવામાં આવેલી tata tiago cng ને હાલની કાર કરતા અલગ બનાવતા કંપનીએ તેમાં એકદમ નવું બમ્પર, ક્રોમ સાથે નવું front grill, પ્રોજેક્ટર હેડલેમ્પ, એલઈડી ડીઆરએલ, આકર્ષક એલઇડી ટેલ લાઇટ્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

image soure

Tata tiago સીએનજીમાં આપવામાં આવેલા એન્જિન ની વાત કરીએ તો મીડિયા અહેવાલો અનુસાર કંપની આ કારમાં 1.2 લીટર રેવોટ્રોન એન્જિન આપી શકે છે. આ એન્જિન 85 bhp નો પાવર અને 113 એનએમનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઓટોમેટીક ગેઅરબોક્સ નો વિકલ્પ મળી શકે છે.

image source

ટાટા મોટર્સ દ્વારા તાજેતરમાં જ ટાટા ટિયાગો ને tata tigor ઇલેક્ટ્રિક કાર રજૂ કરવામાં આવી હતી. જેના માટે કંપનીએ અમુક પસંદગીના ડીલરશીપ પોઇન્ટ પર આ બંને કારનું પ્રી-બુકિંગ શરૂ કર્યું છે. જો તમે પણ આ કાર ખરીદવા ઈચ્છતા હોય તો કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી તમારા નજીકના ડીલરશીપ વિશેની માહિતી મેળવી શકો છો જે આ કારનું બુકિંગ કરે છે.

આ કારના ફિચર્સની વાત કરીએ તો મીડિયા અહેવાલો અનુસાર આ કારમાં 8.0 ઇંચનું ટચ સ્ક્રીન ઇન્ફોનમેંટ સિસ્ટમ જેની સાથે એપલ કાર play અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટ નુ ફીચર આપવામાં આવશે. આ સાથે જ કારમાં ફ્રન્ટ સીટો પર ડ્યુલ એરબેગ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, સીટબેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ alert, મેન્યુઅલ એસી, ઓટોમેટીક ક્લાઇમેટ કંટ્રોલ, રિવર્સ પાર્કિંગ સેન્સર જેવા અનેક ફીચર આપવામાં આવશે.

image source

આ કારની કિંમત ને લઈને કંપનીએ હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત નથી કરી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ કાર હાલની tata tiago કરતા અંદાજે એક લાખ રૂપિયા જેટલી વધુ કિંમતની હશે. લોન્ચ થયા બાદ આ કારની સીધી સ્પર્ધા મારુતિ વેગન આર, maruti celerio અને hyundai i10 સીએનજી સાથે થવાની શક્યતા છે.