ગાય પર નિબંધ તો તમે લખ્યો જ હશે! તો થઈ જાવ તૈયાર સરકાર લેશે પરીક્ષા

તમને બાળપણમાં ગાય પર લખાયેલા નિબંધો યાદ હશે, પણ શું તમે ક્યારેય વિચાર્યું હતું કે એક દિવસ સરકાર ગાયો પર પરીક્ષા લેશે.

image source

તમે સાચું વાંચ્યું છે, મોદી સરકાર ગાયો પર પરીક્ષાનું આયોજન કરી રહી છે, જેમાં કોઈપણ ભાગ લઈ શકે છે. કેન્દ્રીય પશુપાલન મંત્રાલય ( Union Ministry of Animal Husbandry )હેઠળ પરીક્ષા લેવામાં આવી રહી છે. તો આવો જાણીએ કે કેવી રીતે લેવાશે પરીક્ષાઓ અને તેમાં કઈ રીતે ભાગ લઈ શકાશે. નાના મોટા સૌ કોઈ આ પરીક્ષામાં ભાગ લઈ શકશે.

કેવી રીતે આપી શકાશે એક્ઝામ

image source

કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા રાષ્ટ્રીય કામધેનુ આયોગ ( Rashtriya Kamdhenu Aayog ) દ્વારા લેવામાં આવશે. આ પરીક્ષામાં ભાગ લેવા માટે તમારે ફક્ત કામધેનુ કમિશનની વેબસાઇટ ( http://kamdhenu.gov.in/ )પર પોતાને નોંધણી કરવી પડશે.

કોણ કોણ આપી શકશે પરીક્ષા

આ પરીક્ષાઓ ચાર વિભાગમાં યોજાવાની છે,

પ્રાથમિક કક્ષાએ, 8માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને રાખવામાં આવશે,

image source

દ્વિતિય કક્ષાએ 8થી 12 ધોરણાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

ત્રીજી કક્ષામાં 12થી ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

ચોથી કેટેગરીમાં ગ્રેજ્યુએશન બાદના તમામ લોકો પરીક્ષી આપી શકશે.

પરીક્ષા નિ: શુલ્ક રહેશે

સૌથી અગત્યની બાબત એ છે કે તમારે આ પરીક્ષા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. આ પરીક્ષા એકદમ નિ: શુલ્ક રહેશે. સરકાર દ્વારા 100 માર્કસ માટેની આ પરીક્ષા માટેની તૈયારીઓ તૈયાર કરવામાં આવી છે,

કઈ કઈ ભાષામાં યોજાશે પરીક્ષા

image source

રાષ્ટ્રીય ભાષા હિન્દી અને આંતરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીની સાથે અન્ય 12 પ્રાદેશિક ભાષાઓમાં આ પરીક્ષા યોજવામાં આવશે. ટૂંક સમયમાં કમિશનની વેબસાઇટ પર અભ્યાસક્રમ અને અધ્ધયાનની સામગ્રી મુકવામાં આવશે

પરીક્ષાનો હેતુ જાગૃતિ ફેલાવવાનો છે

image source

આ અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગ( Rashtriya Kamdhenu Aayog )ના અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથીરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે લોકોને ગાયો પ્રત્યે જાગૃત કરવા આ પરીક્ષા લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં અન્ય પ્રાણીઓ માટે પણ આવા જ કાર્યક્રમો યોજીને પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે.

એવોર્ડ અને સર્ટિફિકેટ મળશે

image source

આ પરીક્ષામાં ભાગ લેનારાઓને સરકાર દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જ્યારે ટોચના ત્રણમાં આવનાર વિજેતાઓને ખાસ એવોર્ડ મળશે. તે જ સમયે, આ પરીક્ષા માટે રાજકારણ પણ શરૂ થયું છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર આવી ઘટનાઓ સાથે હિન્દુત્વનો એજન્ડા વધારી રહી છે અને તેમને ગાયોની સુખાકારી સાથે કંઈ લેવાદેવા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત