નોકરી કરતાં લોકો માટે સૌથી સારા સમાચાર, હવે રજાને કારણે નહીં અટકે સેલરી કે પેન્શન, 1 ઓગસ્ટથી નિયમ લાગુ

અત્યાર સુધી એવું હતું કે રજાના દિવસે કોઈ પણ કંપની પગારનો દિવસ આવતો હોય તો ન આપી શકતી. કારણ કે બેંકમા ક્રેડિટના પ્રોમ્લેબ હતા. ત્યારે હવે 1 ઓગસ્ટ પછી આ નિયમ બદલાવા જઈ રહ્યો છે અને જે નોકરિયાત માટે ખરેખર ખુબ જ સારુ કહી શકાય. મળતી માહિતી પ્રમાણે પગાર, પેન્શન, વ્યાજ અને ડિવિડન્ડની ચૂકવણી હોય કે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) મારફતે મોટા પાયે થનાર કોઈ અન્ય પેમેન્ટ, હવે આ તમામ કામ અઠવાડિયાના સાત દિવસ સુધી ચાલુ રહેશે એવી માહિતી મળી રહી છે.

image source

હાલમાં જ એક નોટિફિકેશન દ્વારા ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, NACH મારફતે અઠવાડિયાના તમામ દિવસો પેમેન્ટની સુવિધા 1 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત દ્વિમાસિક મોનિટરી પોલિસી રિવ્યૂની જાણકારી આપતાં કરી છે અને જેના કારણે લોકોમા આનંદ છવાઈ ગયો છે. NACH વિશે વાત કરીએ તો આ સિસ્ટમ એક બલ્ક પેમેન્ટ સિસ્ટમમાં પેમેન્ટ કરવાની સિસ્ટમ છે. જેને NPCI એટલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

image source

વઘારે પ્રાપ્ત વિગત અનુસાર NACH મારફતે પગાર, પેન્શન, ઈન્ટરેસ્ટ અને ડિવિડન્ડના પેમેન્ટ સાથે વીજળી, પાણી, ગેસ, ટેલિફોનથી લઈને લોનની EMI સુધીનું પેમેન્ટ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ ભરવાના કામ પણ તેના મારફતે થઈ શકે છે. હાલ NACH મારફતે ચૂકવણીની સુવિધા ફક્ત બેંકોના કામકાજના દિવસો પર જ ઉપલબ્ધ હોય છે. રિઝર્વ બેંકે NACHને અઠવાડિયાના તમામ દિવસો સુધી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણયો ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કર્યો છે.

આરબીઆઈ મુજબ એકથી વધારે સંખ્યામાં લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે પૈસા મોકલાવના મામલે NACH એક મહત્વપુર્ણ માધ્યમ બનીને સામે આવ્યું છે. આ ઉપરાંત કોરોના મહામારીમાં સરકારી સબસિડીને સમય પર અને પારદર્શી રીતે પણ ટ્રાન્સફર કરવામાં મદદગાર સાબિત થયું છે.

image source

આ અગાઉ RTGSની સુવિધા પણ પણ ચોવીલ કલાસ ઉપલબ્ધ કરાવી હતી. જો કે હવે લોકોમાં આ બીજા એક સારા નિયમના કારણે આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે જ્યારે મોટા શહેરોમાં રહેતા લોકોના હપ્તા ચાલતા હોય ત્યારે જો એક દિવસ પણ વહેલો પગાર આવે તો એ ઘણું સારુ કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *