કેરલ હાથી હત્યાકાંડ: આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું કે, તેમણે તે વિસ્ફોટક ભરેલું અનાનસ હાથણી માટે નહીં પણ..
કેરલ હાથી હત્યાકાંડમાં પકડાયેલા ત્રણે આરોપીએ જણાવી હકીકત
ગયા દિવસોમાં કેરળમાં વિસ્ફોટક ભરેલું પાઇનેપલ ખાવાથી ગર્ભવતિ હાથણીના મૃત્યુની ઘટનાએ આખાએ દેશને ઘમરોળી મુક્યો હતો. અને સામાન્ય માણસથી માંડીને જાણીતી હસ્તીઓએ તેનો વિરોધ પોતાના સોશયિલ મિડયા અકાઉન્ટ પર વ્યક્ત કર્યો હતો. અને ત્યાર બાદ તાબડતોડ તે બાબતની તપાસ હાથ ધરવામાં આવી હતી જે હેઠળ ત્રણ આરોપીની ધરપકડ કરવામા આવી હતી.

કેરળના પલક્કડ જિલ્લામાં આ ઘટના ઘટી હતી. હાલ ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે પણ બીજા બે આરોપીની શોધ ચાલું છે. વિસ્ફોટક ભરેલું અનાનસ ખાવાથી હાથણીના ઝડબાને ભારે ઇજા થઈ હતી અને તે સતત ત્રણ દિવસ સુધી નદીમાં કણસતી ઉભી રહી હતી. માત્ર તેટલું જ નહીં પણ તેના પેટમાં બચ્ચુ પણ હતું. ઝડબાની અસહ્ય પીડાના કારણ તે કશું જ ખાઈ નહોતી શકતી તે માત્ર પાણી પીને જ રાહત મેળવી રહી હતી.

આરોપીઓની જ્યારે આ બાબતે પુછપરછ કરવામા આવી ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે તે વિસ્ફોટક ભરેલું અનાનસ હાથણી માટે નહીં પણ અહીં રખડતા અને ઉપદ્રવ મચાવતા જંગલી સુવરો માટે રાખ્યું હતું જે ભૂલથી હાથણીએ ખાઈ લીધું હતું અને ત્યાર બાદ આ કરુણ ઘટના ઘટી હતી.
કોલમ પ્રદેશના વન વિભાગના અધિકારીએ એક અહેવાલમાં ઝણાવ્યું હતું કે અહીંના પથનપુરમમાં હાથણીની હત્યાના આરોપમાં કુલ પાંચ આરોપીઓની ભાળ મળી હતી જેમાંથી ત્રણને પકડી લેવામા આવ્યા છે જ્યારે બે હજુ પણ ભાગતા ફરે છે જેની હાલ શોધખોળ ચાલુ છે. ધરપકડ પામેલા ત્રણે આરોપીઓનું કહેવું છે કે તેમણે હાથીને મારવાના ઉદ્દેશથી તે વિસ્ફોટક ભરેલુ અનાનસ નહોતું મુક્યું પણ જંગલી સુવર કે રીંછ માટે મુક્યું હતું. પણ ભૂલથી હાથણીએ તે ખાઈ લીધું હતું.

જ્યારે બીજી ઘટના પલક્કડ જિલ્લામાં થઈ હતી તે હેઠળ પણ એક આરોપીની ધપકડ કરવામાં આવી છે. હાલ આ બન્ને કેસની તપાસ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક કમીટી કરી રહી છે. આ કરૂણ ઘટનાથી આખાએ દેશમાંથી ભારે વિરોધ ઉભો થયો હતો અને કેન્દ્ર સરકારને પણ તે બાબતે યોગ્ય તપાસ થાય તેવી અપીલ કરવામા આવી હતી.
હાથણીનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામા આવ્યુ ત્યારે જાણવા મળ્યું હતું કે તેણી સતત ત્રણ દિવસ પાણીમાં ઉભી રહી હતી અને તેની સુંઢ સતત પાણીમાં રહેલી હોવાથી અને પાણીમાં શ્વાસ લેતી હોવાથી તેના ફેફસામાં ખરાબ થઈ ગયા હતા. એવું પણ જાણવા મળ્યું હતું કે છેલ્લા 14 દિવસ તેણે ખાવાનું પણ બંધ કરી દીધું હતું. કારણ કે ઝડબાની અસહ્ય પીડાના કારણે તે ખાઈ નહોતી શકતી.

જો કે આ દરમિયાન તેણે સ્થાનીક લોકોને કોઈ જ નુકસાન પોહંચાડ્યું નહોતું. નહોતા તો તેમના ઘરોને નુકાસન પહોંચાડ્યું. આ કરુણ ઘટનાના આરોપીઓને કેટલાક લોકોએ તો ફાંસીએ ચડાવી દેવાની પણ માંગ કરી હતી. જોકે હજુ બે આરોપીને પકડવાના બાકી હોવાથી કશોજ નિર્ણય લઈ શકાયો નથી.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત