અક્ષય ખન્નાને સૌથી સુંદર અભિનેત્રી વિશે પૂછવામાં આવ્યું તો થયો મોટો ખુલાસો, એશ્વર્યા રાય વિશે કહ્યું-….

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની સુંદરતાનાં દીવાના માત્ર દેશ જ નહીં પરંતુ આખી દુનિયામાં છે. મિસ વર્લ્ડનો તાજ પહેર્યા પછી જ્યારે એશ્વર્યાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે બધી જગ્યાએ માત્ર એશ્વર્યાની સુંદરતાની ચર્ચા થઈ રહી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો ઘણીવાર તેમની સુંદરતા વિશે વાત કરતા જોવા મળે છે. આજે અહીં અક્ષય ખન્ના અને એશ્વર્યા વિશે કરવામાં આવી રહી છે. એક સમય હતો જ્યારે અક્ષય ખન્ના પણ એશ્વર્યાની સુંદરતા પર ફિદા હતો.

ऐश्वर्या राय की खूबसूरती पर फिदा अक्षय खन्ना. (फोटो साभार: aishwaryaraibachchan_arb/akshaye_khanna/Instagram)
image source

મળતી માહિતી મુજબ અક્ષય ખન્ના અને એશ્વર્યા રાયે મળીને તાલ અને આ અબ આ લોટ ચલે ફિલ્મોમાં સાથે જ કામ કર્યું હતું. આ દરમિયાન અક્ષયે જે વિચાર્યું તે એક શો દરમિયાન બહાર આવ્યું છે જેનાં વિશે હવે ચર્ચાઓ થઈ રહી છે. આ આગાઉ 2017ની ફિલ્મ ઇત્તેફાકના પ્રમોશન દરમિયાન અક્ષય ખન્ના, સોનાક્ષી સિંહા અને સિદ્ધાર્થ મલ્હોત્રા કરણ જોહરનાં ચેટ શોમાં ગયાં હતાં. આ દરમિયાન જ્યારે કરણે અક્ષયને પૂછ્યું કે તમે બોલિવૂડની સૌથી સુંદર છોકરી કોને માનો છો? અક્ષયે તરત એશ્વર્યા રાય કહ્યું હતું. અક્ષયે કહ્યું કે જ્યારે પણ હું તેને જોતો ત્યારે હું તેના પરથી મારી નજર હટાવી શકતો નહીં.

image source

આગળ વાત કરતાં તેણે કહ્યું હતું કે તે માનતો હતો કે આવું કરવું તે એક માણસ માટે તે શરમજનક વાત કહેવાય. જો કે હું કોઈ એવી વ્યક્તિ નથી કે જે સતત કોઈની સામે ઘુરતો રહ્યો હોય પરંતુ એશ્વર્યાનાં કિસ્સામાં હું તેની સામે એક જોતો રહેતો હતો. ફક્ત પુરુષો જ નહીં પણ મહિલાઓ પણ એશ્વર્યાની સુંદરતા વિશે ખુબ વખાણ કરતાં જોવા મળે છે. આ વિશે વાત કરતા સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે માત્ર પુરુષો જ નહીં પરંતુ હું પોતે પણ તેમનાં પરથી મારી નજર હટાવી શકતી ન હતી. તે સાચે જ ખૂબ સુંદર છે.

image source

અમિતાભ બચ્ચનનાં પુત્ર અભિષેક બચ્ચન સાથે એશ્વર્યાએ લગ્ન કર્યા છે. લગ્ન બાદ હવે તેને એક દીકરી પણ છે જેનું નામ આરાધ્યા બચ્ચન છે. આરાધ્યાની માતા બન્યા બાદ એશ્વર્યા રાય બચ્ચને ફિલ્મોમાં પોતાનું કામ ઓછું કર્યું છે. તેમનું આખું ધ્યાન આજકાલ પરિવાર અને પુત્રી પર છે.જો કે આ વચ્ચે સોશિયલ મીડીયા પર અને અનેક જગ્યાએ એશ્વર્યા તેનાં પરિવાર સાથે જોવા મળતી હોય છે.

image source

જાણવા મળ્યું છે કે ઘણાં લાંબા સમય પછી એશ્વર્યા રાય બચ્ચન મણિ રત્નમ દ્વારા નિર્દેશિત મેગા બજેટ તમિલ ફિલ્મ ‘પોન્નીન સેલ્વન’માં જોવા મળશે. આ ફિલ્મની પ્રેક્ષકોની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એશ્વર્યાનાં ફેન માટે આ સૌથી મોટા સમચાર છે કે તે ફરી એકવાર ખૂબ લાંબા સમય પછી ફિલ્મોમાં જોવા મળશે.