અમદાવાદના આ યુવાનો PPE કીટ પહેરીને દર્દીઓને રોજ આપી રહ્યા છે મ્યુઝિકલ થેરાપી

કોરોના સામેની લડાઈમાં જેટલુ મહત્વ દવાનું છે તેટલુ જ મહત્વ માનસિક સ્વાસ્થ્યનું છે પણ છે. જો માણસ મનથી મતબૂત હશે તો રિકવરી ઝડપી આવશે. જો કોઈ વ્યક્તિ મનથી જ નબળો પડી જશે તો દાવ પર યોગ્ય રીતે અસર નહી કરે. કોરોનાકાળમાં જો મનથી મજબૂત થવું હોય તો સારા વિચારો અને આસપાસ પોઝિટિવ વાતાવરણ ઉભુ કરવું પડે.

image source

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાને હરાવવા ડોક્ટરો દિવસ રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે ત્યારે કેટલાક યુવાનો પણ છે જે કોરોનાકાળમાં દર્દીઓના ચહેરા પર સ્માઈલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેથી સારવાર લઈ રહેલા દર્દીમાં માનસિક તાણ ન આવે અને મનથી મજબૂત બને. નોંધનિય છે અમદાવાદના એક યુવાને હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ માનસિક રીતે મતબૂત રહે અને કોરના સામે માનસિક રીતે પડી ન ભાગે તે માટે મ્યુઝિકલ થેરાપી આપવાની શરૂઆત કરી છે.

નોંધનિય છે કે, આ 3 યુવાનોના ગ્રુપે હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓના મુખ પર આ મ્યુઝિક થેરાપીની મદદથી હાસ્ય લહેરાવ્યું છે.

image source

નોંધનિય છે કે જ્યારે કોરોના વોર્ડના તમામ દર્દીઓ આ મ્યુઝિક થેરાપીથી પ્રભાવિત થઈને જુમી ઉઠ્યા હતા તેમની સાથે ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ પણ ઉત્સાહિત થયો હતો. તમને જણાવી દઈએ કે, આ યુવાનોના ગ્રુપના સિંગર જોલ મોગેરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, થોડા દિવસ પહેલા મારા પિતાને શહેરના મેમકો બ્રિજ નજીક આવેલી આનંદ સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કંડિશન થોડી વધારે ખરાબ હોવાથી ICU વોર્ડમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ત્યાર બાદ તેમણે મને કહ્યું કે, મને અહીયા ગમતું નથી. તું કાઈ પણ કરીને મને મળવા આય.

image source

તો બીજી તરફ આ અંગે મેં જ્યારે ડોક્ટરને કહ્યું કે મારે મારા ફાધરને મળવું છે ત્યારે ડૉક્ટરએ મળવાની ના પાડી કારણકે તેઓ ICU વોર્ડમાં છે. ત્યાર બાદ મેં અને મારા ગ્રુપના ફ્રેન્ડ્સએ વિચાર્યું કે, આપણે ડૉક્ટરની રજા લઈને મારા પિતાને એક-બે ગીતો સંભળાવીશું અને સાથે ગિટાર પણ લઈને જઈશું. જેથી તેઓને માનસિક શાંતિ મળશે અને તેમનું મન પ્રફુલિત થશે. ત્યાર બાદ અમે આ નિર્ણય ડોક્ટરને કહ્યું અને એમણે રજા આપી.

image source

ત્યારા બાદ અમે બધા મિત્રો PPE કીટ પહેરીને ICU વોર્ડમાં ગયા. જ્યારે અમે મારા પિતાને ગીત સંભળાવ્યું તો બીજા દર્દીઓએને પણ આનંદ થયો અને અમને એક-બે ગીતો ગાવા માટે વિનંતી કરી ત્યાર બાદ અમે ડૉક્ટરની પરવાનગી લઈને તમામ દર્દીઓ પાસે ગયા અને તેઓની પંલદગી પ્રમાણે બોલિવૂડ, રેટ્રો અને ભક્તિના ગીતો ગાયા અને લોકોને મ્યુઝિક થેરાપી આપી. તેઓ ગીત શાંભળીને અતી પ્રસન્ન થયા. તેમણે વધુમાં કહ્યું કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉંમરલાયક દર્દીઓ ભક્તિમય ગીત સાંભળીને ભાવુક થઈ ગયા જેમાં એક 85 વર્ષના વૃદ્ધ જે ઓક્સિજન પર હતા. તેઓ હલનચલન પણ ન હતા કરતા તેઓ”હરે રામાં હરે ક્રિષ્ના ” સાંભળીને નાચી ઉઠ્યા હતા.

image source

તો બીજી તરફ આ વોર્ડમાં કેટલાક યંગસ્ટર પણ સારવાર લઈ રહ્યા હતા તેઓ ને પણ અમે બૉલીવુડ અને રેટ્રોના ગીતો સંભળાવ્યા તેઓ પણ અમારી સાથે ગીત ગાવા લાગ્યા. ત્યારબાદ આ હોસ્પિટલનું આખુ વાતાવરણ બદલાઈ ગયું હતું અને આ જોઈને અમને ડોકટર હવે દરરોજ આવી રીતે તમામ લોકોને મ્યુઝિક થેરાપી આપવાની મંજૂરી આપી. ત્યાર હાદ અને અમે થોડા દિવસથી રોજ 1 કલાક જઈએ છીએ અને આવી પરિસ્થિતિમાં આવા ગંભીર દર્દીઓને ચહેરા પર હાસ્ય જોઈને અમને ઘણો આનંદ થાય છે.