બોલિવૂડમાં કોરોનાનો પ્રકોપ, હવે કંગના આવી પોઝિટિવ, કહ્યું-મને ખબર જ નહોતી કે એ મારા શરીરમાં…

બોલિવૂડમાં પણ કોરોનાએ ભારે પ્રકોપ મચાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની સેકન્ડ વેવમાં અનેક બોલિવૂડ સેલેબ્લ ચપેટમાં આવી ગયા છે. અક્ષય કુમાર, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, સંજય લીલા ભણસાલી, તારા સુતરિયા સહિત અનેક સેલેબ્સને કોરોના થયો હતો. ત્યારે હવે હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનૌતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

image source

કંગનાએ સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને આ માહિતી શેર કરી છે. કંગનાએ કહ્યું કે તેણે પોતાને ક્વોરન્ટાઇન કરી છે. કંગનાએ તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો અને લખ્યું કે, ‘હું છેલ્લા કેટલાક દિવસોથી નબળાઇ અને થાકની અનુભવી રહી હતી. આ સિવાય મારી આંખોમાં સહેજ બળતરા પણ થતા હતા. હું હિમાચલ પ્રદેશ જવા માંગતી હતી, તો મેં મારો ટેસ્ટ કરાવ્યો, જે આજે પોઝિટિવ આવ્યો. હું ક્વોરન્ટાઇન થઇ ગઇ છું.

આ સાથે જ કંગનાએ કહ્યું કે, મને ખબર નહોતી કે વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યો છે. કંગના રનોતે પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘મને હવે ખબર પડી ગઈ છે કે હવે હું તેને હરાવીશ. આપ સૌને મારી વિનંતી છે કે તમે હાર ન માનો. જો તમને ડર લાગે છે, તો તે તમને વધુ ડરાવે છે. ‘મેં મારી જાતને ક્વૉરન્ટીન કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

મને ખ્યાલ નહોતો કે મારા શરીરમાં આ વાઈરસ કેવી રીતે આવ્યો. મને ખ્યાલ છે કે હું તેને ખત્મ કરી દઈશ. પ્લીઝ તમે લોકો કોઈ પણ બાબતને તમારી પર હાવી ના થવા દો. જો તમે આનાથી ડરી જશો તો આ તમને વધારે ડરાવશે. આ કંઈ જ નથી. સામાન્ય ફ્લૂ છે. આવો આ કોવિડ 19 વાઈરસને ખત્મ કરીએ. હર હર મહાદેવ’

image source

આ સાથે જ લોકોને સલાહ આપતાં કંગનાએ લખ્યું કે ચાલો કોવિડ 19 ને એક સાથે હરાવીએ. આ એક નાનો ફ્લૂ સિવાય કંઈ નથી. ફક્ત મીડિયા પર ઘણું બતાવવામાં આવી રહ્યું છે અને કેટલાક લોકો ડરતા હોય છે. હર-હર મહાદેવ. કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું હતું. આ અંગે કંગનાએ કહ્યું, ‘ટ્વિટર દ્વારા મારો મુદ્દો સાબિત થયો કે તે અમેરિકન છે.

image source

જન્મ સાથે જ એક ગોરો માણસ વિચારે છે કે તે ભૂરા રંગની વ્યક્તિને તેનો ગુલામ બનાવી શકે છે. પં. બંગાળની ચૂંટણી બાદ કંગનાએ એક પોસ્ટમાં કહ્યું હતું, ‘પ.બંગાળમાં બાંગ્લાદેશી તથા રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે હિંદુ ત્યાં બહુમતીમાં નથી. ડેટા પ્રમાણે, બંગાળી મુસ્લિમ ઘણાં જ ગરીબ તથા વંચિત છે. સારું છે કે બીજું કાશ્મીર બનવા જઈ રહ્યું છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!