સતત બીજા વર્ષે કોરોનાના કારણે સૌરાષ્ટ્રના લોકમેળા થયા રદ્દ, જાણો શું અપાયા છે આદેશ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હાલમાં ધીમી પડી છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આ સારા સમાચાર વચ્ચે એક માઠા સમાચાર પણ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં દર વર્ષેજન્માષ્ટમીમાં યોજાતો સૌથી મોટો લોકમેળો સતત બીજા વર્ષે પણ બંધ રહેશે. તમને જણાવી દઈએ કે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળા ભરાય છે, જો કે કોરોનાની ત્રીજી લહેરની આશંકાના કારણે આ વર્ષ પણ આ લોકમેળાનું આયોજન નહીં થાય. સતત બીજી વર્ષે આ મેળાનું આયોજન રદ કરાયું છે. જેના કારણે લોકોએ જન્માષ્ટમીની ઉજવણી હવે ઘરમાં જ કરવી પડશે.

image source

નોંધનિય છે કે સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ જન્માષ્ટી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં ઘેલા સોમનાથ, ઈશ્વરિયા, ઓસમ ડુંગર સહિતના એકપણ લોકમેળાનું આયોજન કરાશે નહીં. આ અંગે રાજકોટના નવનિયુક્ત કલેક્ટર અરૂણ મહેશબાબુ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ છે. તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી લોકો લોકમેળાના આયોજનની છૂટછાટ માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે કોરોનાને કારણે તંત્રએ તેને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

image source

નોંધનિય છે કે, શ્રાવણ મહિના દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવે હોય છે. જેમાં લોકમેળો 5 દિવસ અને ખાનગી મેળાઓ 20 દિવસ સુધી ચાલુ રેહતા હોય છે. નોંધનિય છે કે મેળાની સાચી મજા એટલે ચગડોળ પણ આ વખતે તહેવારોમાં મેળા બંધ રહેતા બાળકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે નાના બાળકોથી લઈને મોટા લોકો જન્માષ્ટમીનાં મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. પણ આ વખતે મેળો યોજાશે નહીં. જેથી નાના બાળકોમાં નિરાશા જોવા મળી છે.

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી ધાર્મિક ગતિવિધીઓને ગ્રહણ લાગી ગયું છે, ગયા વર્ષથી એક પણ મોટો ધાર્મિક કાર્યક્રમ થઈ શક્યો નથી. તેમ હવે આ વર્ષે પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇને લોકોની ભીડ એકઠી ન થાય તે જરૂરી છે. જેથી રાજ્યમાં આ વર્ષે પણ કોઈ મોટા ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી હવે નહીં મળે તે નક્કી છે.

image source

તમને જણાવી દઈએ કે, જન્માષ્ટમીના તહેવારોમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કહેરને લઇને આ મેળો રદ કરવાનો નિર્ણય લેવાતા હજારો લોકો નિરાશ થયા છે. નોંધનિય છે કે, રાજકોટમાં યોજાતા 100થી વધુ ખાનગી મેળા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રાજકોટના ઇતિહાસમાં બીજીવાર 51 વર્ષ બાદ લોકમેળો રદ કરવામાં આવી રહ્યો છે. નોંધનિય છે કે, દર વર્ષે રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા લોકમેળામાં અંદાજે 10 લાખ લોકો હાજરી આપતા હોય છે અને પરિવાર સાથે મસ્તી કરતા હોય છે.

image source

તમને જણાવી દઈએ કે, દર વર્ષે રાજકોટના રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોજાતા આ લોકમેળાની શરૂઆત રાંધણ છઠ્ઠના દિવસેથી જ કરવામાં આવે છે અને છેક દશમ સુધી એટલે કે સતત 5 દિવસ સુધી આ મેળો ચાલે છે. જો કે આ વર્ષે કોરોનાને કારણે મેળો રદ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મેળાનું આયોજન રદ થતા રાઈડ્સ, રમકડા, આઇસ્ક્રિમ સહિતના વેપારીઓને મોટું નુકસાન થયું છે. તમને જણાની આશ્ચર્ય થશે કે રાજકોટના મેળામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 2 લાખ લોકોને રોજીરોટી મળતી હતી. જેથી હવે આ વર્ષે મેળો રદ કરવામાં આવતા લોકોને મોટી ખોટ ગઈ છે.

image source

નોંધનિય છે કે, 5 દિવસ સુધી ચાલતા આ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે 10 લાખ જેટલા લોકો મેળામાં ભાગ લેવા આવતા હોય છે. તો બીજી તરફ મેળાનું આયોજન રદ કરવા અંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટમાં લોકમેળો અને ખાનગી મેળાઓ આ વર્ષે યોજાશે નહિ. નોંધનિય છે કે,સૌરાષ્ટ્રના આ સૌથી મોટા લોમેળામાં દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. તેમણે કહ્યુ કે, આ નિર્ણય સર્વગ્રાહી સમીક્ષાઓ કર્યા બાદ લેવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આગામી ઓગસ્ટ માસમાં કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાંતો આશંકાઓ વ્યક્ત કરી છે જેના કારણે તંત્રએ આગમચેતીના ભાગ રૂપે કોરોનાની ત્રીજી લહેરમાં વધુ નુકશાન થાય અને લોકોનું જીવન બચી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.