દિલ્હીથી મુંબઈ ફક્ત અઢી કલાકમાં પહોંચાડશે ચાઈનાની આ ટ્રેન, જાણો સૌથી ફાસ્ટ ટ્રેનની ખાસિયતો

ચીન (Chine) એ પોતાની સૌથી તેજ ગતિથી ચાલનાર મૈગ્લેવ ટ્રેન (Maglev Train) ની શરુઆત કરી છે, જેની અધિકતમ રફતાર ૬૦૦ કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે. અધિકારીક મીડિયાના જણાવ્યા મુજબ આ જમીન પર દોડનાર દુનિયાની સૌથી ઝડપી ટ્રેન (World’s Fastest High- Speed Train) છે.

ચીનની દેશી ટેકનીકથી બનેલ ટ્રેન.

image source

ચીનએ આ ટ્રેનને પોતાની દેશી ટેકનીકથી વિકસિત કરવામાં આવી છે અને આ વિદ્યુત ચુંબકીય બળ(Electro- Magnetic Force) ની મદદથી ટ્રેકથી થોડીક ઉપર ચાલે છે. ચીન દેશના સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા મુજબ, નવી મૈગ્લેવ પરિવહન પ્રણાલીને સાર્વજનિક રીતે શરુઆત ચીન દેશના તટીય શહેર કિંગદાઓમાં થઈ છે.

જુન, ૨૦૨૦માં થયું હતું સફળ પરીક્ષણ.

image source

હાઈ- સ્પીડ મૈગ્લેવ ટ્રેન (Maglev Train) પરિયોજનાની શરુઆત ઓક્ટોબર, ૨૦૧૬માં થઈ હતી. એક એક રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં ૬૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને આ ટ્રેનનો પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યો. ચીન દેશએ પોતાની દેશી ટેકનીકથી બનાવેલ મૈગ્લેવ ટ્રેનનું સફળ પરીક્ષણ ગત વર્ષે જુન, ૨૦૨૦માં થયું હતું.

ફક્ત અઢી કલાકના સમયમાં જ દિલ્લીથી મુંબઈ.

image source

હવાની ઝડપે આગળ વધનાર મૈગ્લેવ ટ્રેન (Maglev Train) ની વધુમાં વધુ ઝડપ ૬૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. આવામાં આ ટ્રેન દિલ્લીથી મુંબઈનું અંતર ફક્ત અઢી કલાકમાં જ પહોચાડી શકે છે. આપને જણાવી દઈએ કે, દિલ્લીથી મુંબઈનું અંતર અંદાજીત ૧૪૦૦ કિલોમીટર છે અને સામાન્ય ટ્રેનોની મદદથી મુસાફરી કરતા અંદાજીત ૧૬ કલાકનો સમય લાગે છે. ત્યાં જ આ ટ્રેનની મદદથી શંધાઈથી બીજિંગ જવામાં ફક્ત અઢી કલાકનો સમય લાગશે. શંધાઈથી બીજિંગનું અંતર ૧ હજાર કિલોમીટર કરતા વધારે છે.

એક સાથે મુસાફરી કરી શકશે ૧ હજાર મુસાફરો.

image source

પરિયોજનાના ચીફ એન્જીનીયર ડીંગ સાન્સાનએ કહ્યું છે કે, આ ટ્રેનમાં ૧૦ ડબ્બા લગાવવામાં આવી શકે છે અને પ્રત્યેક ડબ્બાની ક્ષમતા ૧૦૦ મુસાફરોની હશે. તેમણે એવું પણ કહ્યું છે કે, આ ટ્રેન ૧૫૦૦ કિલોમીટરના દાયરામાં મુસાફરીની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ સમાધાન છે.

ટ્રેકની સાથે સંપર્ક માં નહી આવે પૈડા

image source

આ પરિયોજનાના ચીફ એન્જીનીયર ડીંગ સાન્સાનએ જણાવ્યું છે કે, પરંપરાગત ટ્રેનની જેમ મૈગ્લેવ ટ્રેનના પૈડા ટ્રેકના સંપર્કમાં નહી આવે અને એટલા માટે આ ટ્રેનને ‘ફ્લોટિંગ ટ્રેન’ પણ કહેવામાં આવી રહી છે.

ચીન દેશમાં વર્ષ ૨૦૦૩માં શરુ થઈ હતી હાઈ સ્પીડ ટ્રેન.

ચીન દેશમાં હાઈ સ્પીડ ટ્રેનની શરુઆત વર્ષ ૨૦૦૩માં થઈ હતી અને એની વધુમાં વધુ સ્પીડ ૪૩૧ કિલોમીટર પ્રતિ કલાક છે.

image source

આ શંધાઈ પુડોન્ગ એરપોર્ટને શંધાઈના પૂર્વ છેડા પર આવેલ લોન્ગયાગ રોડ સાથે જોડે છે.