આધારકાર્ડ ધારકોની સુવિધામાં થયો વધારો, જાણો નવા અપડેટ વિશે

આધાર કાર્ડનો ઉપયોગ હવે મોટાભાગના કામોમાં કરવાનો હોય છે. જો કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય ત્યારે તો આધાર કાર્ડ અનિવાર્ય દસ્તાવેજ બની જાય છે. આપણા મહત્વના દસ્તાવેજોમાં હવે આધાર કાર્ડ પણ જોડાઈ ચુક્યું છે. આવી સ્થિતિમાં જરૂરી એ પણ થઈ જાય છે કે આપણા આધાર કાર્ડની વિગતો સેફ રહે અને તે કોઈ ખોટા વ્યક્તિના હાથમાં ન આવી જાય. કારણ કે આધાર કાર્ડમાં મહત્વની જાણકારીઓ અને યુનિક કોડ આપેલો હોય છે.

તાજેતરમાં જ ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ એટલે કે યૂઆઈડીએઆઈએ આધાર કાર્ડ ધારકો માટેની સુવિધાઓમાં નવા ફેરફાર કર્યા છે અને તેને અપડેટ કર્યા છે. આ ફીચર્સનો ઉપયોગ કરી અને તમે પણ તમારા આધાર કાર્ડને લોક અને અનલોક કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે આધાર કાર્ડને કેવી રીતે લોક કરી શકાય અને કેવી રીતે અનલોક કરી શકાય છે.

image source

આધાર કાડને લોક અને અનલોક કરવાની રીત

  • – સૌથી પહેલા યૂઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જાઓ.
  • – ત્યાર બાદ ‘માઈ આધાર’ મેનૂ પર જાઓ અને આધાર લોક અને અનલોક સર્વિસ પસંદ કરો.
  • – ત્યાંથી તમે બીજા પેજ પર ડાયવર્ટ થશો અને ત્યાં તમને લોક યૂઆઈડી વિકલ્પ પર ક્લિક કરવાનું બટન જોવા મળશે.
  • – ત્યારબાદ તમારે 12 અંકનો આધાર કાર્ડ નંબર નોંધવાનો રહેશે.
  • – ત્યારબાદ ત્યાં આપેલા ફીલ્ડમાં પોતાનું નામ અને એરિયાનો પિન કોડ ઉમેરવાનો રહેશે. આમ કર્યા પછી વૈરીફાઈ વિકલ્પ પર ક્લિક કરવો.
  • – ત્યારબાદ તમને સેંડ ઓટીપી વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરવું.
  • – આમ કરવાથી તમારા રજીસ્ટર્ડ નંબર પર વન ટાઈમ પાસવર્ડ આવશે. આઓટીપી તમારે એડ કરવાનો રહેશે. આમ કરવાથી તમારું આધાર લોક અને સિક્યોર થઈ જશે.
image source

આધાર કાર્ડને અનલોક કરવા માટે કાર્ડ ધારકે પોતાના વર્ચુઅલ આઈડી અથવા વીઆઈડી નંબરની જરૂર પડે છે. જો તમે આ નંબર ભુલી જાઓ છો તો તમે એક એસએમએસના માધ્યમથી તેને પ્રાપ્ત કરી શકો છો. આ પ્રોસેસ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

  • – યુઆઈડીએઆઈની વેબસાઈટ પર જવું..
  • – અહીં અનલોક ઓપ્શન પસંદ કરી યૂઆઈડી પર ક્લિક કરો.
  • – ત્યારબાદ વર્ચુઅલ આઈડીને સિક્યોરિટી કોડ સાથે એડ કરો.
  • – ત્યારબાદ સેંડ ઓટીપી પર ક્લિક કરો.
  • – આ ઓટીપીને એડ કરવાથી આધાર કાર્ડ અનલોક થઈ જશે.