હું ધારકને….રૂપિયા આપવાનું વચન આપું છું, આવું કરંસી નોટ પર શા માટે લખ્યું હોય છે

કરંસી નોટ આપણા સૌના જીવનમાં ખાસ ભાગ ભજવે છે. ડિજિટલ પેમેન્ટના સમયમાં કરંસી નોટનું ચલણ લગભગ નહીંને બરોબર પ્રાભાવિત થાય છે. અનેક લોકો ડિજિટલ પેમેન્ટની ઝંઝટથી બચવા માટે કરંસી નોટનો ઉપયોગ કરે છે. 1 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની કરંસી નોટની ઓળખ, ખાસિયત અને કિંમત હોય છે. તમે નોટ પર લખેલું જોયું હશે કે હું ધારકને…રૂપિયા અદા કરવાનું વચન આપું છે. આ લાઈનમાં ખાસી જગ્યા પર એટલા રૂપિયા હોય છે જેટલા રૂપિયાની તે નોટ હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે દરેક નોટ પર લખેલા આ મેસેજનો અર્થ શું હોય છે. નહીં ને તો આજે જાણો તેનો અર્થ પણ.

આરબીઆઈ શા માટે છાપે છે કરંસી નો

image source

હિલ્ટન યંગ કમીશનના રિપોર્ટ અનુસાર કેન્દ્રીય વિધાનસભામાં ભારતીય રિઝર્વ બેંક એક્ટ 1934 પાસ થયો. આ પછી 1 એપ્રિલ 1935ના રોજ ભારતીય રિઝર્વ બેંક અસ્તિત્વમાં આવી. આ એક્ટના આધારે આરબીઆઈને દેશણાં કરંસી પ્રબંધનની જવાબદારી આપવામાં આવી. આ એક્ટ 1934ના સેક્શન 22ના આધારે તે કરંસી નોટને જાહેર કરવાનો અધિકાર મળે છે. 1935 પહેલા ભારત સરકાર જ નોટને છાપતી હતી.

1 રૂપિયાની નોટ આરબીઆઈ જાહેર કરતું નથી

image source

ભારતમાં નોટની છાપણી, ડિસ્ટ્રીબ્યુશન અને પ્રબંધનનું કામ કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક કરે છે. પરંતુ 1 રૂપિયાની નોટ આરબીઆઈ જાહેર કરતું નથી. 1 રૂપિયાની નોટ પર નાણાંકીય સચિવના સાઈન હોય છે. હાલમાં નાણાંકીય સચિવ અજય ભૂષણ પાંડે છે. અન્ય દરેક નોટ પર તત્કાલીન આરબીઆઈ ગર્વનરના સાઈન હોય છે. હાલમાં આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસ છે. એવામાં તેમના કાર્યકાળા સમયે જે નોટને છાપવામાં આવી હશે તેની પર તેમના સાઈન હશે.

આરબીઆઈ કેવી રીતે નક્કી કરે છે કે કેટલી નોટ છાપવી છે

ભારતમાં કરંસી નોટની છાપણી મિનિમમ રિઝર્વ સિસ્ટમના આધારે થાય છે. 1957થી આ વ્યવસ્થા લાગૂ છે. એમઆરએસના આધારે ભારતીય રિઝર્વ બેંકના દરદેક સમયે ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયાની સંપત્તિ પોતાની પાસે રાખવાની હોય છે. આ 200 કરોડ રૂપિયામાં 115 કરોડ રૂપિયા ગોલ્ડના રૂપમાં અને 85 કરોડ રૂપિયા વિદેશી કરંસીના રૂપમાં હોવા જોઈએ.

image source

રિઝર્વમાં એટલી સંપત્તિ ખરીદ્યા બાદ આરબીઆઈની પાસે અર્થવ્યવસ્થામાં જરૂરિયાતના આધારે નોટને છાપવાનો અધિકાર હોય છે. આ માટે તેને ભારત સરકાર પાસે અનુમતિ લેવાની રહે છે.

શા માટે લખ્યું હોય છે કે હું ધારકને…

કરંસી નોટ પર આ લખવાથી દેશમાં આ કરંસીની વેલ્યૂને લઈને લોકોમાં એક વિશ્વાસ રહે છે કે આટલી કિંમતને માટે તે આ નોટ ખર્ચ કરી શકે છે.
આ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે. કેનાથી કરંસી હોલ્ડરને ખ્યાલ આવે છે કે આ નોટ ભારતમાં કાયદાકીય રીતે માન્ય છે અને સાથે જે વ્યક્તિને નોટ અપાય છે તેને નિયમ અનુસાર આ નોટને પોતાની પાસે રાખવામાં કોઈ કાયદાકીય જોખમ નથી.

image source

નોટ પર લખાનારી પ્રોમિસરી નોટ આરબીઆઈની તરફથી એક પ્રકારનો શરતી વાયદો છે. જે કરંસી હોલ્ડરને એટલી રકમનું ઉત્તરદાયિત્વ આપે છે.
જો કરંસી નોટ પર આરબીઆઈ ગર્વનરના હસ્તાક્ષરની સાથે પ્રોમિસરી નોટ નથી તો કોઈ પણ દેશી કે વિદેશી વ્યક્તિ આ નોટને સ્વીકાર કરવામાં સંકોચ કરી શકે છે. આ નોટની એક્સચેન્જ વેલ્યૂને લઈને તે નિશ્ચિંત રહેતો નથી. આ સમયે કોઈ પણ નાગરિક આ પ્રકારની નોટ લેવાની ના પાડી શકે છે. ગર્વનરની સાઈન અને પ્રોમિસરી નોટ હોય તો કોઈ પણ નાગરિક તેને લેવાની ના પાડી શકે નહીં. જો તેમ કરે છે તો કોઈ પણ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *